World Cup 2023 : અમદાવાદ મોટેરા સ્ટેડિયમ માટે વિશેષ ટિકિટો, અમદાવાદ મેટ્રોએ વર્લ્ડ કપ માટે જુઓ કેવી તૈયારી કરી

World Cup 2023 : વર્લ્ડ કપ 2023ની ગુજરાત (Gujarat) માં અમદાવાદ (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi stadium), મોટેરા (Motera) ખાતે મેચો રમવામાં આવી રહી છે. જેને પગલે અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro) એ ખાસ સ્પેશ્યલ પેપર ટિકિટ (Special tickets) ની સુવિધા ઉભી કરી છે. ડિજિટલ પેમેન્ટની સુવિધા ન હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા.

World Cup 2023 : વર્લ્ડ કપ 2023ની ગુજરાત (Gujarat) માં અમદાવાદ (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi stadium), મોટેરા (Motera) ખાતે મેચો રમવામાં આવી રહી છે. જેને પગલે અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro) એ ખાસ સ્પેશ્યલ પેપર ટિકિટ (Special tickets) ની સુવિધા ઉભી કરી છે. ડિજિટલ પેમેન્ટની સુવિધા ન હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
World Cup 2023 | Ahmedabad Metro

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે અમદાવાદ મેટ્રોની ખાસ તૈયારી (ફોટો -

CricketWorld Cup 2023 | રિજિત બેનર્જી : ગુરુવારે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની શરૂઆતની મેચ દરમિયાન 93,000 થી વધુ લોકોએ અમદાવાદ મેટ્રો દ્વારા મુસાફરી કરી હતી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આંકડાએ "અમદાવાદની દૈનિક સરેરાશ રાઇડર્સશિપમાં 1.35 ગણો વધારો કર્યો છે."

Advertisment

ગુજરાત ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું હોવાથી, GMRC એ દૈનિક મેટ્રોના સંચાલનનો સમય 10 વાગ્યાથી વધારીને સવારે 1 વાગ્યા સુધી કર્યો છે અને સ્પેશિયલ પેપર ટિકિટો 10 વાગ્યા પછી આપવામાં આવે છે.

જો કે, ઘડિયાળના 10 વાગ્યા હતા, પરંતુ મુસાફરોએ ટોકન અને સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકતા ન હોવાની ફરિયાદ કરી હતી. આ ખાસ ટિકિટ સાબરમતી અને મોટેરા મેટ્રો સ્ટેશન પર જ ઉપલબ્ધ છે.

બીજુ ટિકિટ માટેની ચુકવણી માટે ડિજિટલ મોડની અનુપલબ્ધતાને કારણે અસુવિધા થઈ રહી છે. આ મામલે આશુતોષ તારેએ કહ્યું, “હું વર્લ્ડ કપ મેચ જોવા આવ્યો હતો અને હું ગાંધીગ્રામ બસ પકડવા માટે મેટ્રોનો ઉપયોગ કરવા માંગતો હતો. જો કે, આ સમયે મારા માટે એક સમસ્યા ઉભી થઈ કારણ કે, મારી પાસે રોકડ ન હતી અને જો હું મારી બસ ચૂકી ગયો હોત, તો રાહ બીજા દિવસ સુધી લંબાવવી પડી હોત." તેમણે કહ્યું - 'હું મધ્યપ્રદેશના ભોપાલથી શરૂઆતની મેચ જોવા આવ્યો હતો.'

Advertisment

ટિકિટ માટે ડિજિટલ પેમેન્ટના અભાવ બાબતે GMRC અધિકારીએ જણાવ્યું હતું કે, "વધારે ભીડની સમસ્યા, નેટવર્ક ક્ષમતાનો અભાવ, તથા મોબાઇલ સેવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે." આવી પરિસ્થિતિઓમાં નેટવર્ક જતુ રહેવું અથવા સમય સમાપ્તિની ભૂલને કારણે ડિજિટલ પેમેન્ટ નિષ્ફળ થવાનો અનુભવ થાય છે.” તેથી મુસાફરોને ખાસ પેપર ટિકિટનો ઉપયોગ કરવા અને વ્યવહારો કરવા માટે પ્રાધાન્યમાં રોકડનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

સામાન્ય દિવસે મોટેરા સ્ટેડિયમથી વસ્ત્રાલ ગામ સુધીના 18 સ્ટેશનોને આવરી લેતા પ્રવાસનું ભાડું રૂ. 25 છે. ગુરુવારે રાત્રે 10 વાગ્યા પછી કિંમત વધીને 50 રૂપિયા થઈ ગઈ.

આ વર્ષની શરૂઆતમાં, મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની IPL 2023 ની ફાઇનલ દરમિયાન, અમદાવાદ મેટ્રોમાં 1,07,552 મુસાફરોની રેકોર્ડ સંખ્યા જોવા મળી હતી.

આ દરમિયાન, 14 ઓક્ટોબરના રોજ ભારત વિ પાકિસ્તાન મેચ એ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની સૌથી અપેક્ષિત મેચોમાંની એક છે. મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું રહેવાની અપેક્ષા છે અને આ GMRC માટે ગંભીર પડકાર ઊભો કરી શકે છે. જે આ વિસ્તારમાં સ્થાનિક પરિવહન સુવિધાઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે.

ભારત ક્રિકેટ ટીમ World Cup 2023 મેટ્રો ગુજરાતી ન્યૂઝ ક્રિકેટ અમદાવાદ Express Exclusive વર્લ્ડકપ