Cockroaches Rid Tips: વંદા ભગાડવાના 10 ઘરેલુ નુસ્ખા, સ્પ્રે કે કેમિકલના પૈસા બચી જશે

Cockroaches Rid Tips And Tricks In Gujarati : વંદા ઘરમાં ગંદકી ફેલાવવાની સાથે બીમારી પણ લાવે છે. અહીં ઘરમાં રહેલી ચીજો વડે વંદા ભગાડવાના 10 સરળ નુસ્ખા જણાવ્યા છે. તેની માટે કોઇ વધારે રૂપિયા પણ ખર્ચવાની જરૂરી નથી.

Cockroaches Rid Tips And Tricks In Gujarati : વંદા ઘરમાં ગંદકી ફેલાવવાની સાથે બીમારી પણ લાવે છે. અહીં ઘરમાં રહેલી ચીજો વડે વંદા ભગાડવાના 10 સરળ નુસ્ખા જણાવ્યા છે. તેની માટે કોઇ વધારે રૂપિયા પણ ખર્ચવાની જરૂરી નથી.

author-image
Ajay Saroya
New Update
Cockroaches Rid Tips | Cockroaches Rid Tips tricks | cockroaches rid home remedies | cockroaches rid homemade spray | home cleaning tips and tricks

Cockroaches Rid Tips: વંદા ભગાડવાના 10 ઘરેલુ નુસ્ખા. Photograph: (Freepik)

Cockroaches Rid Tips And Tricks In Gujarati : વંદા એકવાર ઘરમાં આવી ગયા પછી, તેમને ઘરની બહાર કાઢવા ખૂબ મુશ્કેલ બની જાય છે. તેઓ માત્ર સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધતા નથી પરંતુ વિવિધ રોગોનું કારણ પણ બને છે. ઘરમાં ગંદકી ફેલાવાથી લઇ આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. હાલ વંદા મારવા માટે અનેક પ્રકારના સ્પ્રે અને દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ તમે અમુક ઘરેલું ઉપાય અપનાવી વંદા ઘરે માંથી ભગાડી શકો છે.

Advertisment

અહીં એક, બે કે ત્રણ નહીં પરંતુ 10 આવી ઘરગથ્થુ નુસ્ખા આપ્યા છે, જે અપનાવી ઘરના ખૂણામાં છુપાયેલા વંદા ભગાડી શકાય છે.

બેકિંગ સોડા અને ખાંડ

બેકિંગ સોડા અને ખાંડ વડે તમે વંદા ભગાડવાનો સ્પ્રે બનાવી શકો છો. આ માટે બંને વસ્તુઓને સરખી માત્રામાં મિક્સ કરો. જ્યાં વંદા થવાની સંભાવના છે ત્યાં છંટકાવ કરો.

લીમડાનું તેલ

તમે લીમડાના તેલ અથવા પાવડર દ્વારા પણ વંદા ભગાડી શકો છો. આ માટે સ્પ્રે બોટલમાં પાણી સાથે થોડી માત્રામાં લીમડાનું તેલ મિક્સ કરો અને જ્યાં આ જંતુઓ જોવા મળ્યા હોય ત્યાં છંટકાવ કરો.

Advertisment

લસણ, ડુંગળી અને મરી પાઉડરનો છંટકાવ કરો

નાના થી મોટા વંદાને દૂર કરવા માટે, તમે લસણ, ડુંગળી અને કાળા મરી પાઉડરનો ઉપયોગ કરી શકો છો. આ માટે, તેને પાણીમાં ઉકાળો અને તીવ્ર ગંધ વાળો સ્પ્રે બનાવો. તેની તીવ્ર ગંધ વંદાને બિલકુલ પસંદ નથી.

એમોનિયા સોલ્યુશન

પાણીમાં એમોનિયાને મિક્સ કરીને ફ્લોર, કાઉન્ટરટૉપ અને અન્ય સપાટીઓને સાફ કરો. તે માત્ર તમારા ઘર જંતુમુક્ત જ નહીં કરે, પરંતુ વરસાદમાં ઘરમાં આવતી ભીનાશની ગંધ પણ દૂર કરશે. તે વંદા ઘરની અંદર આવતા અટકાવશે.

બોરિક એસિડ

બોરિક એસિડને વંદા ભગાડવાના ઘરેલુ નુસ્ખામાં સૌથી અસરકારક માનવામાં આવે છે. વધુ અસર માટે આ પાવડરની થોડી ઘરના ખૂણા અને ટાઇલ્સ પર છંટકાવ કરો, જ્યાં સુધી વંદા આ પાઉડરની સંપર્કમાં ન આવે ત્યાં સુધી રહેવા દો.

ફેબ્રિક સોફ્ટનર સ્પ્રે

ફેબ્રિક સોફ્ટનરમાં એવા રસાયણો હોય છે જે વંદા શ્વસન છિદ્રોને બંધ કરી શકે છે, જેનાથી વંદાને ગૂંગળામણ થઇ શકે છે. ફેબ્રિક સોફ્ટનરને પાણી સાથે મિક્સ કરવું અને તેનો સીધો વંદા પર છંટકાવ કરવાથી તે તરત મરી જાય છે.

તમાલ પત્ર

તમાલ પત્રની તીવ્ર ગંધ વંદાને પસંદ નથી. તમાલ પત્રનો ભુક્ક કરો અને જ્યાં વંદા આવતા હોય ત્યાં ફેલાવો દો. તમાલ પત્રની તીવ્ર ગંધ વંદાને ઘરમાં આવતા અટકાવશે.

સાબુ અને પાણીનો સ્પ્રે

સાબુ અને પાણીનો એક સરળ સોલ્યુશન વંદા સંપર્કમાં આવતાની સાથે જ તેને મારી નાખવાની અસરકારક રીત હોઈ શકે છે. જ્યારે તે સીધા વંદા પર છંટકાવ કરવામાં આવે છે, ત્યારે સાબુ તેમના શરીર પર સ્થિર થાય છે અને તેમના શ્વાસના છિદ્રોને બંધ કરે છે. આને કારણે વંદા મરી જાય છે.

લીંબુનો રસ

લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે વંદાને નાપસંદ છે. લીંબુના રસ અને પાણીના દ્રાવણથી સપાટીને લૂછીને, તમે માત્ર વિસ્તારને સાફ જ નથી કરો પરંતુ નેચરલ ક્લિનિંગ તરીકે પણ કામ કરે છે.

પેટ્રોલિયમ જેલી ટ્રેપ

એક બરણીમાં પેટ્રોલિયમ જેલી નાખો અને તેમાં બ્રેડ અથવા ફળોની છાલ મૂકો. વંદા તેની ઉપર ચઢશે, પરંતુ ચીકણી સપાટીને કારણે બહાર નીકળી શકશે નહીં.

Health જીવનશૈલી