Poha Recipe : પૌંઆ બનાવવાની 10 સિક્રેટ રેસીપી, સવારના નાસ્તા માટે પોષ્ટિક વાનગી

10 Unique Poha Recipe In Gujarati: પૌંઆ નાસ્તા માટે પ્રખ્યાત વાનગી છે. જો તમે દરરોજ એક જ પ્રકારના પૌંઆ ખાઇ કંટાઇ ગયા છો તો અહીં પૌંઆ બનાવવાની 10 સિક્રેટ રેસીપી આપી છે. આ રીતે બનાવેલા પૌંઆ ખાવાની મજા પડશે.

10 Unique Poha Recipe In Gujarati: પૌંઆ નાસ્તા માટે પ્રખ્યાત વાનગી છે. જો તમે દરરોજ એક જ પ્રકારના પૌંઆ ખાઇ કંટાઇ ગયા છો તો અહીં પૌંઆ બનાવવાની 10 સિક્રેટ રેસીપી આપી છે. આ રીતે બનાવેલા પૌંઆ ખાવાની મજા પડશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
10 Unique Poha Recipe | poha recipe | breakfast recipe

Poha Recipe : પૌંઆ બનાવવાની 10 રીત. (Photo: Social Media)

10 Unique Poha Recipe In Gujarati: પૌંઆ એક પ્રખ્યાત નાસ્તો છે. ઘણી વખત સવારના નાસ્તામાં લોકોના ઘરે બનાવવામાં આવે છે. બાળકોથી લઇ વૃદ્ધો દરેક વ્યક્તિને પૌંઆ ખાવા ગમે છે. તેનો સ્વાદ તો સારો જ હોય છે, સાથે સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન નથી પહોંચાડતું. ઘણા લોકો તેમના બાળકા લંચ બોક્સમાં પણ પૌંઆ આપે છે. પરંતુ જો તમે રોજ એકજ પ્રકારના પૌંઆ ખાય કંટાળી ગયા છો, તો અહીં અમે તમારા માટે પૌંઆ બનાવવા કરવા માટે 10 આઇડિયા લઇને આવ્યા છીએ. એકમદ ખાસ રીતે બનતા આ પૌંઆ ટેસ્ટ અને હેલ્થ માટે શ્રેષ્ઠ છે.

Advertisment

કોલાચે પૌંઆ (Kolache Poha)

આ પૌંઆ કોંકણી સ્ટાઇલમાં બને છે. તેનો સ્વાદ મીઠો અને ખાટો હોય છે. તેને બનાવવા માટે નાળિયેરનું દૂધ, ગોળ અને આમલીનો પલ્પ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

પૌંઆ મેદુ વડા (Poha Medu Vada)

જેમ કે, સામાન્ય રીતે અડદની દાળ અને ચોખાના મિશ્રણનો ઉપયોગ વડા બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ તેના બદલે, તમે નાસ્તામાં પૌંઆ મેશ કરીને ક્રન્ચી વડા બનાવી શકો છો.

દોઈ ચિરે પૌંઆ (Doi Chire Poha)

દોઇ ચિરે રેસીપી બંગાળી સ્ટાઇલમાં બને છે. તે દહીં સાથે બનાવવામાં આવે છે, તેથી તે ખાસ કરીને ઉનાળાના નાસ્તાના વિકલ્પ તરીકે યોગ્ય છે.

Advertisment

દડપે પૌંઆ (Dadpe Poha)

મહારાષ્ટ્રિયન સ્ટાઇલમાં બનતા આ પૌંઆ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. આ એક પૌષ્ટિક રેસીપી છે. તેને બનાવવામાં વધારે સમય લાગતો નથી. આ પૌંઆ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે.

પૌંઆ કટલેટ (Poha Cutlet)

તમે નાસ્તામાં પૌંઆની કટલેટ પણ બનાવી શકો છો. ક્રન્ચી વેજ કટલેટ ફક્ત બાળકોને જ નહીં દરેકને ખાવી ગમે છે. પૌંઆ કટલેટ પેન, ઓવન કે એર ફ્રાયમાં સરળતા બની જાય છે.

કોર્ન પૌંઆ (Corn Poha)

તમે મીઠી મકાઈના દાણાનો ઉપયોગ કરીને પૌંઆમાં એક યુનિક ક્રંચ અને સ્વાદ ઉમેરી શકો છો. મકાઈના પૌંઆમાં ડુંગળી અને ટામેટાં ઉમેરવાનું ભૂલશો નહીં.

તરી પૌંઆ (Tari Poha)

તમે નાગપુર સ્ટાઇલમાં સવારે તરી પૌંઆ પણ બનાવી શકો છો. તે પૌંઆ અને કાળા ચણા (કાળા ચણા)થી બનેલી મસાલેદાર તરીનું મિશ્રણ છે.

મિક્સ સ્પ્રાઉટ પૌંઆ (Mixed Sprouts Poha)

તમે ફણગાવેલા કઠોળ ઉમેરી મિક્સ સ્પ્રાઉટ પૌંઆ બનાવી શકો છો. આ રીતે પૌંઆ બનાવતા પહેલા ફણગાવેલા કઠોળને સારી રીતે ઉકાળી લો.

કાંદા બટાકા પૌંઆ (Kanda Batata Poha)

આ પૌંઆ સામાન્ય રીતે દરેકના ઘરમાં બનાવવામાં આવે છે. તેમા બાફેલા બટાકા અને ડુંગળી ઉમેરવામાં આવે છે. આ ક્લાસિક પૌંઆ થોડી જ મિનિટોમાં તૈયાર થઈ શકે છે.

ઇન્દોરી પોહા (Indori Poha)

સ્વાદિષ્ટ નાસ્તા માટે, તમે સવારે ઇન્દોરી પૌંઆ બનાવી કરો છો. ઇન્દોરી પૌંઆમાં વરિયાળી, જીરાવન અને તીખી સેવ ઉમેરવામાં આવે છે.

રેસીપી જીવનશૈલી