/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/rainy-Insects-rid-tips.jpg)
Monsoon Tips For Insect Rid From Home: ચોમાસામાં વરસાદી જીવજંતુ ઘર માંથી ભગાડવાના ઉપાય. (Photo: Jansatta)
How To Rid of Insect From Home In Rainy Season: ચોમાસાનો વરસાદ તેની સાથે અનેક પ્રકારની સમસ્યાઓ લાવે છે. વરસાદની સાથે જ એક તરફ ગંદકી વધી જાય છે તો બીજી તરફ વરસાદી જીવજંતુઓ પણ તરત જ બહાર આવવા લાગે છે. લાઈટ ચાલુ થતા જ આ જીવજંતુઓ ઘરમાં પ્રવેશવા લાગે છે. સૌથી મોટી સમસ્યા રસોડામાં છે. જ્યાં તેમને રસોઈ બનાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડે છે.
કારણ કે આ જીવજંતુઓ ખોરાકમાં પડી શકે છે, તે આખો ખોરાક બગાડી શકે છે. ડરના કારણે લોકો વરસાદમાં દરવાજા કે બારીઓ ખોલી શકતા નથી. પરંતુ સહેજ પણ પ્રકાશ ચાલુ હોય કે બારી બારણાં ખોલતાં આ જીવજંતુઓની સેના ઘરમાં પ્રવેશ કરવા લાગે છે. આ સમસ્યાથી બચવું હોય તો અહીં અમે તમને વરસાદી જીવજંતુઓથી બચવાના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. જે આ વખતે ચોમાસામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે.
Natural Ways to Get Rid Insects In Rainy Season : વરસાદમાં જંતુઓને કેવી રીતે ભગાડવા?
બહારની લાઈટો ચાલુ કરો
જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં વરસાદી જીવજંતુઓ ન આવે તો તમારે સૌથી પહેલા સાંજે ઘરની બહાર લાઈટ ચાલુ કરવી જોઈએ. આમ કરવાથી જીવજંતુઓ મોટાભાગે બહાર જ રહેશે. જો તમે પહેલા ઘરની અંદરની લાઈટ ચાલુ કરો અને બહાર અંધારું હોય તો બધા જીવજંતુઓ અંદર આવી જાય.
લસણનો સ્પ્રે
વરસાદના જીવજંતુઓને ભગાડવા માટે તમે લસણના સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે લસણનો રસ અને પાણી 1:6 ના ગુણોત્તરમાં મિક્સ કરી લિક્વિડ બનાવો. ત્યાર પછી આ સ્પ્રેનો ઘરની લાઇટ્સની આસપાસ છંટકાવ કરો. લસણની ગંધથી લાઇટની આસપાસ જીવજંતુઓ આવશે નહીં.
લીમડાનું તેલ
વરસાદના દિવસોમાં જીવજંતુઓને લીમડાના તેલ દ્વારા પણ ભગાડી શકાય છે. આ માટે ઘરમાં જ્યાં પણ જીવજંતુ દેખાય ત્યાં લીમડાના તેલનો છંડકાવ કરો. અથવા તો લીમડાના પાનને બાળી ઘરેમાં તેનો ધુમાડો કરવાથી પણ જીવજંતુઓ બહાર જતા રહે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us