/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/teeth.jpg)
તમે ઘરે સરળતાથી દાંતને દૂધ જેવા સફેદ કરી શકો છો (Freepik)
home remedies for yellow teeth : પીળા દાંતની સમસ્યાથી લોકો ઘણીવાર પરેશાન રહે છે. આનાથી કેટલીકવાર આત્મવિશ્વાસની ઉણપ જોવા મળેછે. લોકો દાંતને સફેદ કરવા માટે વિવિધ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરે છે. ચમકદાર અને સફેદ દાંતથી મુસ્કાન પણ સારી આવે છે. દાંતને સફેદ કરવા માટે લોકો મોંઘાદાટ ટૂથપેસ્ટ, કેમિકલ્સ અને ટ્રીટમેન્ટનો સહારો લે છે, જે ક્યારેક નુકશાનકારક પણ હોઈ શકે છે.
જોકે તમે ઘરે સરળતાથી દાંતને દૂધ જેવા સફેદ કરી શકો છો. આ આર્ટિકલમાં અમે તમારા માટે મોતીની જેમ દાંતને ચમકદાર બનાવવાની કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો. તેનાથી દાંતને કોઈ નુકસાન નહીં થાય.
બેકિંગ સોડા અને લીંબુનો રસ
તમે બેકિંગ સોડા અને લીંબુના રસથી તમારા દાંતને સરળતાથી સાફ કરી શકો છો. આ માટે ચપટી બેકિંગ સોડામાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરી બ્રશની મદદથી દાંત પર હળવા હાથે ઘસો. તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં એકથી બે વખત કરી શકો છો. તેનાથી દાંતની પીળાશ સરળતાથી દૂર થઈ જશે.
સરસવનું તેલ અને મીઠું
દાંતમાંથી પીળાશને દૂર કરવા માટે સરસવનું તેલ અને મીઠું એ સૌથી અસરકારક રીત છે. આ માટે એક ચમચી સરસોના તેલમાં એક ચપટી સિંધાલૂણ મીઠું નાખીને તેને દાંત પર ઘસો. તે દાંતની ગંદકી અને પીળાશને દૂર કરવામાં મદદ કરે છે.
નાળિયેર તેલ સાથે ઓઇલ પુલિંગ
દાંતમાંથી પીળાશ દૂર કરવા માટે ઓઇલ પુલિંગ ખૂબ મદદરૂપ થાય છે. આમ કરવા માટે સવારે એક ચમચી તેલ મોં માં નાખીને 15 મિનિટ સુધી ચારે બાજુ હલાવી લો. થોડા સમય પછી તેને થૂંકીને કોગળા કરી લો. આ પછી તમે બ્રશ કરી લો. તેનાથી દાંત તો ક્લિન થાય જ છે સાથે સાથે મોઢાની દુર્ગંધ પણ દૂર થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us