scorecardresearch

35 વટાવી ચૂકેલી મહિલાઓને આ પાંચ બીમારીનો ખત્તરો, આ વોર્નિંગ સાઇન દેખાવા પર થઇ જજો સતર્ક

Health Tips: 35-40 વટાવ્યા બાદ હોર્મોનસમાં થતાં બદલાવની અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ પર પડે છે.ખરાબ ડાયટ અને દિનપ્રતિદિન બગડતી લાઇફસ્ટાઇલને પગલે સ્વાસ્થ સંબંધિત સમસ્યાઓનું જોખમ વધે છે.

હેલ્થ ટીપ્સ
Health Tips: 35-40 વટાવ્યા બાદ હોર્મોનસમાં થતાં બદલાવની અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ પર પડે છે.ખરાબ ડાયટ અને દિનપ્રતિદિન બગડતી લાઇફસ્ટાઇલને પગલે સ્વાસ્થ સંબંધિત સમસ્યાઓનું જોખમ વધે છે.

Health tips: સૌકોઇ એ વાતથી વાકેફ છે કે વૃદ્ધાવસ્થાની સાથે સાથે મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં પણ ઘણા ફેરફારો થાય છે. ઉંમરનો એક એવો તબક્કો જ્યાં 35-40 વટાવ્યા બાદ હોર્મોનસમાં થતાં બદલાવની અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ પર પડે છે.ખરાબ ડાયટ અને દિનપ્રતિદિન બગડતી લાઇફસ્ટાઇલને પગલે સ્વાસ્થ સમસ્યાઓનું જોખમ વધે છે. આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓએ આ તબક્કે ખાસ તકેદારી રાખવાની આવશકયતા હોય છે.

આ ઉંમરે મહિલાઓમાં અમુક પ્રકારની બીમારી થવાનો ખત્તરો રહે છે. ત્યારે આવો જાણીએ 40 બાદ મહિલાઓએ કેવા પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે અને તેના લક્ષણોને કેવી રીતે ઓળખવા.

કિડની સ્ટોનનો ખત્તરો

કિડની સ્ટોન ખરેખર તો પથરી નથી પરંતુ મૂત્રમાર્ગમાં ખનિજ જમા થાય છે. જે ખુબ જ પીડાદાયક સ્થિતિ હોય છે. ઉંમર વધવાની સાથે કિડની સ્ટોન થવાની સંભાવના પણ વધતી જાય છે. સામાન્યપણે એવું માનવામાં આવે છે કે, કિડનીમાં પથરીની સમસ્યા પુરૂષોમાં સામાન્ય હોય છે. પરંતુ આ સમસ્યા મહિલાઓમાં પણ જોવા મળે છે.

હવે પથરીના લક્ષણો અંગે વાત કરીએ તો પીઠમાં તીવ્ર દુખાવો, પેશાબમાં લોહી, તાવ અને ઠંડી લાગે, ઉલટી થવી પેશાબમાં દુર્ગંધ આવવી કે પછી બળતરા થવી જેવા સિગ્નલ આ બીમારી તરફ ઇશારો કરે છે.

અર્થરાઇટિસની સમસ્યા થઇ શકે છે

ઉંમર વધવાની સાથે મહિલાઓમાં અર્થરાઇટિસની પરેશાની વધુ રહે છે. તેમજ હડ્ડિઓમાં ધનત્વ ઓછું હોય છે. જેના કારણે જોડોમાં દર્દ અને જકડનની પરેશાની વધી શકે છે.

ડાયાબિટીસનો ખતરો

35થી 40ની ઉંમપમાં જો ખાન-પાન અને લાઇફસ્ટાઇલ પર બેદરકારી રાખશો તો ડાયબિટીસની સંભાવના વધે છે. જેના લક્ષણો વધારે થાક લાગવો, વધારે તરસ લાગવી, પેશાબ વધુ જવું પડે, ઝાખુ દેખાવું, વજનમાં ઘટાડો, મસૂડામાં દર્દ વગેરે છે.

હડ્ડીઓ સંબંધિત સમસ્યા

વૃદ્ધાવસ્થામાં હડ્ડીઓની શક્તિ અને મજબૂતાઇ ઓછી થઇ જાય છે. હોર્મોન્સમાં બદલાવને કારણે શરીરની સંરચના પર ખુબ પ્રભાવ પડે છે. આવા સંજોગોમાં મહિલાઓએ કેલ્શિયમ સેવન અને વિટામિન ડી સ્તરનું ધ્યાન રાખવું જોઇએ. આ બીમારીના લક્ષણો જેવા કે જોડોમાં જૂનો દર્દ ઉપડવો, હડ્ડિઓ ખરાબ થઇ જવી વગેરે છે.

હાઇ બીપીની સમસ્યા થવાની શક્યતા

હાઇ બીપી એક ગંભીર સમસ્યા છે.જે શરીર પર જીવલેણ હુમલો કરી શકે છે. બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ એટેત, કિડની ખરાબ થવી અને સ્ટ્રોકનો પણ ખત્તરો રહે છે. મહત્વનું છે કે, ખરાબ ડાયટ અને બગડતી જીવનશૈલી બ્લડ પ્રશેરની બીમારી માટે જવાબદાર છે.

Web Title: 35 year old womens after health problems sympotoms news

Best of Express