/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/ants-remedy.jpg)
અમે તમને ખાંડના ડબ્બાથી કીડીઓને દૂર રાખવા માટે કેટલીક ટ્રિક્સ જણાવી રહ્યા છીએ (P.C.AI)
4 solution To Stop Ants From Getting Into Your Sugar Jar : વરસાદની ઋતુ તેની સાથે વિવિધ પડકારો લાવે છે. આ ઋતુમાં નાના જીવજંતુઓનો ત્રાસ પણ વધી જાય છે. કીડીઓ પણ વધારે જોવા મળે છે અને તેના કારણે પરેશાની થાય છે. ઘણી વખત કીડીઓ ખાંડના ડબ્બામાં પણ આવી જાય છે, આવી સ્થિતિમાં લોકો ન ઇચ્છતા હોય તો પણ ખાંડ ફેંકવાની ફરજ પડે છે. જો તમને પણ વારંવાર આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો આ આર્ટીકલ તમારા માટે મદદરૂપ થઇ શકે છે.
અહીં અમે તમને ખાંડના ડબ્બાથી કીડીઓને દૂર રાખવા માટે કેટલીક ટ્રિક્સ જણાવી રહ્યા છીએ. આ ઉપાયને અપનાવીને તમે તમારી સમસ્યામાંથી ખૂબ જ સરળતાથી છુટકારો મેળવી શકો છો.
ટ્રિક નંબર 1 - યોગ્ય પાત્રની પસંદગી કરો
સૌ પ્રથમ તો ખાંડનો સંગ્રહ કરવા માટે યોગ્ય પાત્ર પસંદ કરો. તમે સ્ટીલ અથવા કાચના પાત્રમાં ખાંડનો સંગ્રહ કરી શકો છો અને તેનું ઢાંકણ ચુસ્તપણે બંધ છે કે નહીં તેની ખાતરી કરી શકો છો.
ટ્રિક નંબર 2- લવિંગ
જો ઢાંકણું ટાઈટ હોવા છતા કીડીઓ ડબ્બાની અંદર ગમે તેમ કરીને પહોંચી જાય તો તેનાથી બચવા માટે તમે ખાંડના ડબ્બામાં કેટલાક લવિંગ નાખી શકો છો. લવિંગની સુગંધ કીડીઓને ખાંડના ડબ્બાની આસપાસ પણ ભટકશે નહીં.
આ પણ વાંચો - રક્ષાબંધન પર ભાઈ માટે ઘરે બનાવો ગોળ રસગુલ્લા, શેફ સંજીવ કપૂરે શેર કરી મિઠાઈ રેસીપી
ટ્રિક નંબર 3- તમાલપત્ર
તમાલપત્રોની તીવ્ર ગંધ પણ કીડીઓને દૂર રાખે છે, જેથી તમે ખાંડના ડબ્બામાં તમાલપત્રો મૂકી શકો છો. આનાથી ખાંડની આસપાસ કીડીઓ પણ નહીં આવે.
ટ્રિક નંબર 4 - લસણ
લસણની કેટલીક કળીઓને છોલીને ખાંડના ડબ્બા પાસે રાખી દો, આનાથી કીડીઓ ત્યાં આવતી અટકશે. આ સિવાય લસણને ક્રશ કરીને પાણીમાં ઉકાળો. આ પાણીને ઠંડુ કરીને તેને એક સ્પ્રે બોટલમાં ભરી દો. આ પછી ખાંડના ડબ્બાની બહાર સ્પ્રે કરો. લસણની સુગંધ પણ કીડીઓને દૂર રાખી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us