/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/boiled-corn-.jpg)
વરસાદની ઋતુમાં બાફેલા મકાઈનો ડોડો ખાવાના 5 ફાયદા જાણીએ (તસવીર - સોશિયલ મીડિયા)
5 benefits of eating boiled sweet corn : વરસાદની ઋતુમાં મકાઇનો ડોડો ખાવાની પોતાની જ મજા હોય છે. દરેક શેરીના ખૂણા પર તમે મકાઇના ડોડા વેચનારા જોયા હશે. સાથે જ તમે ઘણી જગ્યાએ તેના સ્ટોલ પણ જોયા હશે. જ્યાં મસાલેદાર સ્વીટકોર્ન સારી રીતે વેચાય છે. ઘણા લોકોને કોલસા પર શેકેલો મકાઇનો ડોડો પસંદ હોય છે. જ્યારે ઘણા લોકોને બાફેલી મકાઇ ખાવાનું પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સ્વાદિષ્ટ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ વરસાદની ઋતુમાં બાફેલી મકાઈનો ડોડો ખાવાના 5 ફાયદા.
ચામડી
બાફેલો મકાઇનો ડોડો ખાવાથી ત્વચાને વિટામિન એ, વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ્સ મળે છે. તેનાથી ચહેરા પર કરચલીઓ ઓછી થવાની સંભાવના રહે છે. તે વધતી ઉંમરના લક્ષણો ઓછા કરે છે.
આંખ
મકાઈના દાણામાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે વિટામિન એ બનાવવામાં મદદ કરે છે. તેને ખાવાથી આંખોની રોશની સારી થાય છે. તે આંખની સમસ્યાઓથી પણ દૂર રાખે છે.
વજન
જે લોકો વજન ઓછું કરવા માંગે છે, આવા લોકોએ બાફેલા મકાઇના ડોડાનું સેવન કરવું જોઇએ. તેને ખાવાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. તેથી જ તમને ભૂખ ઓછી લાગે છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ પણ વાંચો - ચોમાસામાં આ 3 વસ્તુઓ ના ખાધી તો પડી શકો છો બીમાર! એક્સપર્ટ પાસેથી જાણો કારણ
એનર્જી
બાફેલો મકાઇનો ડોડો ખાવાથી શરીરને ઉર્જા મળે છે. કારણ કે તેમાં સ્ટાર્ચ હોય છે. તેને ખાવાથી શરીરની એનર્જી બૂસ્ટ થાય છે. જો તમે તેને બાફીને મસાલા વગર ખાશો તો તમને વધુ ફાયદો થશે.
આ લોકોએ બાફેલો મકાઈનો ડોડો ખાવો નહીં
બાફેલો મકાઈનો ડોડો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેને ખાવાનું ટાળવું જોઈએ. અથવા તમારે ડોક્ટરની સલાહ પર ખૂબ ઓછી માત્રામાં ખાવું જોઈએ. તેનાથી તેમનું બ્લડ સુગર લેવલ પ્રભાવિત શકે છે.
ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us