/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/5-minute-yoga-practice-benefits-weight-loss-health-tips-fitness-news-in-gujarati-1.jpg)
5 minute yoga practice benefits : યોગ 5 મિનિટ યોગ વજન ઘટાડવા માટેની ટીપ્સ ફાયદા ફિટનેસ ન્યુઝ (Photo : Canva)
Yoga :યોગ (Yoga) નું મહત્વ ભારતમાં પ્રાચીન યુગથી છે. યોગ કરવાથી ન માત્ર શારીરિક સ્વાસ્થ્ય સુધરે પંરતુ તે માનસિક સ્વાસ્થ્યની સુખાકારી વધારવામાં પણ અસરકારક છે. આ પ્રેક્ટિસ રેગ્યુલર કરવાથી તમે ફિટ રહી શકો છો. માત્ર 5 મિનિટનો યોગ વજન ઘટાડવા (Weight Loss) માં મદદરૂપ સાબિત થઇ શકે છે, અહીં જાણો એક્સપર્ટ શું કહે છે?
યોગ એક્સપર્ટ હરિતા અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ પર યોગાઆસનોનો શેર કર્યો છે જેમ કે સાઇડ પ્લેક્સ, સ્ટ્રેચ અને ધનુરાસન વગેરે જે તમને વજન ઘટાડવા ઘણા ઉપયોગી સાબિત થઇ શકે છે. ફિટનેસ એક્સપર્ટ ગરિમા ગોયલે જણાવ્યું હતું કે “વજન ઘટાડવા માટે સમય સાથે સતત એક્ટિવ રહેવું પડે છે. વ્યક્તિઓ યોગ કે અન્ય કસરતનો સમયગાળો અને તીવ્રતા ધીમે ધીમે વધારવી જોઈએ. આ ઉપરાંત સંતુલિત અને પોષક તત્ત્વોથી ભરપૂર આહાર અપનાવવો એ વેઇટ કંટ્રોલ કરવમાં મહત્વનું સાબિત થઇ શકે છે.''
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/5-minute-yoga-practice-benefits-weight-loss-health-tips-fitness-news-in-gujarati-.jpg)
આ પણ વાંચો: હેલ્થ ટીપ્સ : દોડવાથી અને સાયકલ ચલાવવાથી વેટ લોસ થશે, બંનેમાંથી સૌથી વધુ ફાયદાકારક કસરત કઇ?
5 મિનિટ યોગાસન કરવાથી આટલા ફાયદા થાય
તણાવ ઘટાડે : યોગાસન કરવાથી તમને માઇન્ડફુલનેસ, મેન્ટલ હેલ્થમાં સુધારો, મન શાંત જેવા ઘણા ફાયદા થઇ શકે છે. આ પ્રેક્ટિસ તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને કોર્ટિસોલ લેવલને કોન્ટ્રોલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. કોર્ટિસોલએ એક હોર્મન છે જે તણાવ દરમિયાન વધે છે, તે ફેટ સ્ટોરેજ સાથે સંકળાયેલું છે, ખાસ કરીને પેટના વિસ્તારની આસપાસ. "તણાવ ઘટાડવા માટે યોગાભ્યાસનો સમાવેશ કરીને, વ્યક્તિઓ કોર્ટીસોલના સ્તરમાં ઘટાડો અનુભવી શકે છે, જે વજન વધારવા પરની નકારાત્મક અસરને ઘટાડે શકે છે.
ખાવાની ટેવમાં માઇન્ડફુલનેસ : યોગ ન માત્ર સ્ટ્રેસ ઘટાડે પરંતુ ખાવાની ટેવ સહિત રોજિંદા જીવનમાં પણ માઇન્ડફુલનેસને પ્રોત્સાહન આપે છે. તમારી ખાવાની ખોટી આદત વિષે સભાન કરવામાં અને યોગ્ય ડાયટની પસંદગી કરવામાં અસરકારક છે. જે એકંદરે તમને વેઇટ લોસ કરવામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે.
મેટાબોલિઝ્મ વધે અને મસલ્સ મજબૂત થાય : રેગ્યુલર 5 મિનિટ યોગાસન કરવાથી બોડીનું મેટાબોલિઝ્મ વધે છે. યોગ પોઝમાં આઇસોમેટ્રિક સંકોચન અને ગતિશીલ હલનચલનનો સમાવેશ થાય છે જે વિવિધ સ્નાયુને સક્રિય કરે છે. સ્નાયુઓ એન્ગેજ રહે તેવા વોરિયર પોઝ, સૂર્ય નમસ્કાર અને સંતુલિત મુદ્રાઓ જેવા પોઝ દરમિયાન માત્ર શક્તિ જ નહીં પરંતુ મેટાબોલિઝ્મને પણ સુધારે છે. એલિવેટેડ બેઝલ મેટાબોલિક રેટ (BMR) માટે લિન સ્નાયુનું નિર્માણ અને જાળવણી જરૂરી છે, જે જો તમે આરામ કરતા હોવ ત્યારે પણ પણ કેલરી બર્નિંગમાં વધારો કરે છે.
આ પણ વાંચો: Fasting : ઉપવાસ આ રીતે વેઇટ લોસમાં અસરકારક સાબિત થઇ શકે, મહત્વ જાણો
પાચનમાં સુધારો : અમુક યોગ પોઝ, જેમ કે ટ્વિસ્ટ અને ફોરવર્ડ બેન્ડ્સ, પાચન અંગોને સક્રિય કરી શકે છે અને પાચનતંત્રમાં રક્ત પરિભ્રમણને વધારી શકે છે. પાચન સુધરવથી પોષક તત્ત્વોના શોષણ અને કચરાને દૂર કરવામાં મદદ કરે છે. વધુમાં, યોગમાં શારીરિક હલનચલન અને શ્વાસ નિયંત્રણ શરીરની કુદરતી ડિટોક્સિફિકેશન પ્રક્રિયાઓને ટેકો આપી શકે છે, જે એકંદર શારીરિક કાર્યોને શ્રેષ્ઠ બનાવીને વજન ઘટાડવામાં ફાળો આપે છે.
વ્યક્તિને વ્યક્તિએ યોગાસન અને લાઇફસ્ટાઇલ પ્રત્યેના ફેરફાર બદલાય છે. યોગ્ય ગાઈડન્સ માટે હેલ્થકેર પ્રોફેશનલ્સ, ન્યુટ્રિશનિસ્ટ અથવા યોગા એક્સપર્ટનો સંપર્ક કરો. જે તમને અનુરૂપ પ્લાન અને નોલેજ પ્રદાન કરે છે જે એકંદર વજન ઘટાડવાની તમારી જર્ની સરળ બનાવી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us