/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/7-Minute-Workout-to-stay-fit-.jpg)
7 Minute Workout to stay fit | ફિટ રહેવા માટે કરો માત્ર 7 મિનિટ વર્કઆઉટ, પૈસા અને સમય બન્નેનો બચાવ !
7 Minute Workout | આજના વ્યસ્ત જીવનમાં જીમમાં જવું કે ફિટનેસ માટે ઘણો સમય ફાળવવો એ દરેકના માટે સરળ નથી. કામના ભારણ, સમયનો અભાવ અને થાકને કારણે, આપણે ઘણીવાર આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે ફક્ત 7 મિનિટમાં તમે તમારું આખું વર્કઆઉટ કરી શકો છો અને ફિટ રહી શકો છો? હા, આ 7 મિનિટનું વર્કઆઉટ (7 minute workout) તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં જાણો ફિટનેસ ટિપ્સ
7 મિનિટ વર્કઆઉટ શું છે? (What is the 7 Minute Workout?)
7 મિનિટ વર્કઆઉટ એ એક ટૂંકી, ઉચ્ચ-તીવ્રતાવાળી કસરત યોજના છે જેમાં તમારે ફક્ત 7 મિનિટમાં 12 સરળ અને અસરકારક કસરતો કરવાની હોય છે. આ વર્કઆઉટમાં તમારે કોઈ જીમ સાધનોની જરૂર નથી. તમે તેને તમારા ઘર, ઓફિસ અથવા ગમે ત્યાં સરળતાથી કરી શકો છો.
7 મિનિટ વર્કઆઉટ વિશેષતાઓ
- સમય બચાવે : સમગ્ર વર્કઆઉટમાં ફક્ત 7 મિનિટનો સમય લાગે છે, તેથી તમે તેને તમારા વ્યસ્ત દિનચર્યામાં સરળતાથી સમાવી શકો છો.
- જિમ ખર્ચ નહીં: આ માટે તમારે જિમ ફી અથવા મોંઘા સાધનો પર ખર્ચ કરવાની જરૂર નથી.
- સાધનસામગ્રીની જરૂર નથી: આ વર્કઆઉટ માટે ફક્ત એક દિવાલ અને ખુરશીની જરૂર છે.
- બિગિનર્સ માટે આદર્શ: બિગિનર્સ માટે આદર્શ ઘણાય છે જે તમે તેને કોઈ ખાસ તૈયારી વિના ઘરે આરામથી કરી શકો છો.
- ઉચ્ચ તીવ્રતા: આ કસરતો 30 સેકન્ડની ઉચ્ચ તીવ્રતા કસરત અને 10 સેકન્ડ આરામ વચ્ચે વૈકલ્પિક રીતે થાય છે, જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.
- સંપૂર્ણ શરીર કસરતો: આમાં 12 કસરતો શામેલ છે જેમાં આખા શરીરનો સમાવેશ થાય છે, જે તમને કેલરી બર્ન કરવામાં, સ્નાયુઓની શક્તિ વધારવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે.
7 મિનિટના વર્કઆઉટમાં કઈ કસરતો કરવી?
જમ્પિંગ જેક્સ, વોલ સિટ, પુશ-અપ્સ, એબ્ડોમિનલ ક્રંચ, સ્ટેપ અપ ઓન ચેર, સ્ક્વોટ, ટ્રાઇસેપ ડિપ્સ, પ્લેન્ક, હાઈ ની અપલિફ્ટ, લંગ, રોટેશન સાથે પુશ-અપ્સ અને સાઇડ પ્લેન્ક.
7 મિનિટ વર્કઆઉટ ફાયદા (7 Minute Workout Benefits In Gujarati)
વજન ઘટાડવામાં મદદ કરે છે, સ્નાયુઓની શક્તિ વધારે છે, સ્વસ્થ ધબકારા જાળવી રાખે છે, આખા શરીરને કસરત આપે છે અને સમય અને પૈસા બંને બચાવે છે.
તણાવમાંથી જલ્દી મળશે રાહત, આ મેન્ટલ હેલ્થ ટિપ્સ અપનાવો
7 મિનિટ વર્કઆઉટ કોના માટે ?
જે લોકો જીમમાં જઈ શકતા નથી, જે ઓફિસમાં વ્યસ્ત છે, જે ઘરેથી ફિટનેસ શરૂ કરવા માંગે છે, અને જે લોકો ફિટનેસના પ્રારંભિક તબક્કામાં છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us