યાદશક્તિ વધારવા માટે ખાઓ આ 7 સુપરફૂડ, એક્સપર્ટે જણાવી મેમરી તેજ કરવાની ટિપ્સ

Best Foods To Improve Brain Health and Memory : તમારે યાદશક્તિ વધારવા માટે તમારા આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જોઈએ. તમારે તેને ખાઈને સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર રહેશે નહીં

Best Foods To Improve Brain Health and Memory : તમારે યાદશક્તિ વધારવા માટે તમારા આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જોઈએ. તમારે તેને ખાઈને સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર રહેશે નહીં

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
food, ફૂડ

યાદશક્તિ વધારવા માટે તમારા આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જોઈએ (તસવીર - ફ્રીપિક)

Best Foods To Improve Brain Health and Memory: આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં દરેકનું મન એક સાથે અનેક બાબતોમાં વ્યસ્ત રહે છે. ઘણી વખત લોકો ઓફિસ અને ઘરની જવાબદારીઓ સંભાળતી વખતે પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. ઘણા લોકોની યાદશક્તિ ઉંમર વધવાની સાથે નબળી પડી જાય છે. પરંતુ આજકાલ લોકોને નાની ઉંમરમાં જ ભુલાવી બીમારી થઇ છે.

Advertisment

આવી સ્થિતિમાં તમારે યાદશક્તિ વધારવા માટે તમારા આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જોઈએ. તમારે તેને ખાઈને સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર રહેશે નહીં. હૈદરાબાદની અપોલો હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડો.સુધીર કુમારે જણાવ્યું હતું કે, જો તમારે યાદશક્તિને તેજ બનાવવી હોય તો મગજ માટે હેલ્ધી ફૂડ ખાઓ. શરીરમાં વિટામિન બી12ની ઉણપ થવા દેવી નહીં. રાત્રે 7-8 કલાકની ઊંઘ લો. નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરો. આવો જાણીએ તે 7 સુપરફૂડ શું છે.

આ 7 સુપરફૂડ તમારી યાદશક્તિને વધારશે

એવોકાડો

યાદશક્તિ વધારવી હોય તો ડાયેટમાં એવોકાડોનો સમાવેશ કરવો જોઇએ. તેને ખાવાથી લોહીનો પ્રવાહ યોગ્ય રહે છે. વિટામિન ઇ અને મોનોઅનસેચ્યુરેટેડ ચરબીથી ભરપૂર આ ફળો મગજના કોષોનું રક્ષણ કરે છે.

પાલક

પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન એ, સી અને કે હોય છે. તેનું સેવન કરવાથી મગજનું સ્વાસ્થ્ય યોગ્ય રહે છે. પાલકમાં પુષ્કળ પોષક તત્વો હોય છે, જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

Advertisment

બ્લુબેરી

તણાવ ઘટાડવા અને મેમરીને તીવ્ર બનાવવા માટે તમે બ્લુબેરીનું સેવન કરી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. આ મગજમાં ઓક્સિડેટીવ તાણ અને બળતરા ઘટાડે છે.

આ પણ વાંચો - ડેસ્ક જોબ કરનારે વજન કેવી રીતે ઘટાડવું, જાણો ઉપાયો

પંપકિન શીડ્સ

ડાયેટમાં પંપકિન શી઼ડ્સનો અવશ્ય સમાવેશ કરો. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન, ઝિંક અને મેગ્નેશિયમ હોય છે. તેને ખાવાથી યાદશક્તિ તેજ થાય છે.

ઈંડા

ઇંડામાં જોવા મળતા પોષક તત્વો એસિટાઇકોલીન બનાવવાનું કામ કરે છે. તે મેમરી અને લર્નિંગ સાથે સંકળાયેલા ન્યુરોટ્રાન્સમીટર સાથે સંબંધિત છે.

સેલ્મન

યાદશક્તિ વધારવા માટે તમે સેલ્મનનું સેવન શરૂ કરી શકો છો. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. તેને ખાવાથી મગજની તંદુરસ્તી સારી રહે છે. આ સાથે સ્નાયુઓને કામ કરવાની ઊર્જા મળે છે.

બદામ

તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે બદામ ખાવાથી મન તેજ થઈ જાય છે. જો તમે પણ યાદશક્તિ વધારવા માંગો છો તો રોજ બદામ ખાવાનું શરૂ કરી દો.

હેલ્થ જીવનશૈલી health tips