અનંત અંબાણી, કોહલી અને ધોની સહિત ઘણી સેલિબ્રિટીનો એક જ હેરસ્ટાઈલિસ્ટ, ₹ 20થી શરૂઆત કરનાર આજે વસૂલે છે લાખો રૂપિયા ચાર્જ

Aalim Hakim Hair Stylist : શરૂઆતમાં અલીમ હકીમ પોતાના ઘરે હેરકટિંગની દુકાન ચલાવતો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે સમયે હેર કટિંગ માટે 20 થી 30 રૂપિયા ચાર્જ કરતો હતો, આજે તે એક સિટિંગના લાખો રૂપિયા વસૂલે છે.

Aalim Hakim Hair Stylist : શરૂઆતમાં અલીમ હકીમ પોતાના ઘરે હેરકટિંગની દુકાન ચલાવતો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે સમયે હેર કટિંગ માટે 20 થી 30 રૂપિયા ચાર્જ કરતો હતો, આજે તે એક સિટિંગના લાખો રૂપિયા વસૂલે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
virat kohli hairstyle | ms dhoni hairstyle | anant ambani hairstyle | celebrity hairstyle | alim hakim hair stylist charge

એમએસ ધોની, અનંત અંબાણી અને વિરાટ કોહલી સહિત ઘણા સેલિબ્રિટી અલીમ હકીમ પાસે હેરસ્ટાઈલ કરાવે છે. (Photo - @aalimhakim)

Aalim Hakim Hair Stylist : આઇપીએલ 2024ની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની નવી અને સુપર કૂલ હેરસ્ટાઇલની સોશિયલ મીડિ યામાં ઘણી વાહ વાહ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે આ લુક બંને ક્રિકેટરોને પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમ આપી છે. ધોની અને વિરાટ ઉપરાંત અલીમની ક્લાયન્ટ્સ લિસ્ટમાં ઘણી મોટી હસ્તીઓના નામ સામેલ છે.

Advertisment

આલિમ રજનીકાંત, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, સલમાન ખાન, રણવીર સિંહ, હૃતિક રોશન, કેટરિના કૈફ, જુનિયર એનટીઆર, મહેશ બાબુ, યશ, રામ ચરણ, વિરાટ કોહલી વિજય દેવેરાકોન્ડા સહિત ઘણા મોટા ચહેરાઓના હેરસ્ટાઇલિસ્ટ છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે આલિમ હકીમે તેની કરિયરની શરૂઆત કેવી રીતે કરી અને તે હેરસ્ટાઇલ માટે પ્રખ્યાત હસ્તીઓ પાસેથી કેટલી ફી લે છે.

આલિમ હકીમ કોણ છે? (Who is Aalim Hakim)

મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં જન્મેલા આલિમ હકીમના પિતા હકીમ કૈરાનવી પણ પોતાના સમયમાં પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલીમના પિતા તે સમયે અમિતાભ બચ્ચન, સુનીલ દત્ત, મહેમૂદ અને બ્રુસ લી સહિત ઘણી સેલિબ્રિટીઝ માટે હેરસ્ટાઇલિસ્ટ હતા. જો કે પિતાના મૃત્યુ બાદ માત્ર 9 વર્ષની ઉંમરે આલીમ હકીમે પરિવારનું ગુજરાન ચલાવવા માટે જાતે હેરકટિંગનું કામ કરવાનું શરૂ કર્યું હતું.

શરૂઆતમાં આલીમ હકીમ પોતાના ઘરે હેરકટિંગની દુકાન ચલાવતો હતો. સાથે જ મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે તે સમયે તે વાળ કાપવા માટે 20થી 30 રૂપિયા ચાર્જ કરતો હતો. આ સાથે તેમણે અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. આલીમ હકીમે મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. જો કે ત્યારબાદ તેણે ફરી એકવાર મુંબઈની તાજ હોટલમાં સ્થિત મેડમ જેક્સ સલૂનમાં હેર ડ્રેસર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

Advertisment

કહેવાય છે કે, અલીમ હકીમને અસલી ઓળખ આ સલૂનમાંથી મળી હતી. અહીં તેમનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમણે ભીંડી બજાર વિસ્તારમાં પોતાનું એક મોટું સલૂન ખોલ્યું હતું. સમય જતાં આલીમ હકીમને હેરસ્ટાઇલ શીખવા માટે પેરિસ અને ઓસ્ટ્રિયાથી ઓફરો મળવા લાગી હતી અને આ રીતે હેરસ્ટાઇલમાં નિપુણતા મેળવ્યા બાદ તે મોટા સેલિબ્રિટી માટે હેરસ્ટાઇલિસ્ટ બની ગયો હતો.

આ પણ વાંચો | હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ‘ફાઇટર’ ઓટીટી પર રિલીઝ, જાણો ક્યાં જોઇ શકાશે

આલીમ હકીમ હેર કટિંગ માટે કેટલો ચાર્જ વસૂલે છે? (Aalim Hakim Hair Cutting Price)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક સમયે 20 રૂપિયાથી પોતાના કરિયરની શરૂઆત કરનાર આલીમ હકીમ આજે બોલિવૂડ, સ્પોર્ટ્સથી લઇને બિઝનેસ જગતની જાણીતી હસ્તીઓની એક સીટિંગ એટલ કે એક વખત હેરસ્ટાઇલ માટે 1 લાખથી 5 લાખ સુધીની ફી લે છે.

Mahendra Singh Dhoni celebrities Virat Kohli મનોરંજન ન્યૂઝ