Blood Sugar Test: બ્લડ સુગર ટેસ્ટ માટે લોન્ચ થઇ ડિજિટલ એપ, ડાયાબિટીસના દર્દીને સોય મારવાના દર્દમાંથી મળશે રાહત

Abbott Mobile App For Blood Sugar Test : ડાયાબિટીસના દર્દીઓ માટે પીડારહિત બ્લડ સુગર ટેસ્ટ કરવા એબોટ ઇન્ડિયા દ્વારા ફ્રીસ્ટાઇલ લિબરલિંક એપ લોન્ચ કરવામાં આવી છે. આનાથી આંગળીમાં સોય મારીને બ્લડ ટેસ્ટ કરવાની પીડામાંથી મુક્તિ મળશે.

Written by Ajay Saroya
December 04, 2023 18:46 IST
Blood Sugar Test: બ્લડ સુગર ટેસ્ટ માટે લોન્ચ થઇ ડિજિટલ એપ, ડાયાબિટીસના દર્દીને સોય મારવાના દર્દમાંથી મળશે રાહત
ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગર ટેસ્ટ કરવા માટે એબોટ કંપની દ્વારા ડિજિટલ એપ લોન્ચ કરવામાં આવી છે. (Photo - www.abbott.com)

Abbott Mobile App For Blood Sugar Test: ડાયાબિટીસ એક એવી બીમારી છે જેના દર્દીઓની સંખ્યા દેશ અને દુનિયામાં ઝડપથી વધી રહી છે. ભારત એકમાત્ર એવો દેશ છે જેને ડાયાબિટીસ કેપિટલ કહેવામાં આવે છે. ભારતમાં ડાયાબિટીસ અને પ્રિ-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જો ડાયાબિટીસની સમયસર ખબર પડી જાય તો આ બીમારીનું જોખમ ટાળી શકાય છે. ડાયાબિટીસથી પીડિત લોકોએ તેમની બ્લડ સુગરને કન્ટ્રોલ કરવું જોઈએ. બ્લડ સુગરને કન્ટ્રોલ કરવા માટે, બ્લડ ટેસ્ટ કરાવવું મહત્વપૂર્ણ છે. બ્લ્ડ સુગર વારંવાર તપાસવી ખૂબ જ પીડાદાયક લાગે છે. આંગળીમાં સોય મારીને લોહી કાઢીને ટેસ્ટ કરવું બહુ મુશ્કેલ કામ છે.

એબોટ ઈન્ડિયાએ હવે ભારતમાં એક ડિજિટલ ડિવાઇસ વિકસાવ્યું છે જે કોઈ પણ જાતના દર્દ વગર ચોક્કસ બ્લડ સુગર માપી શકે છે. આ ડિવાઇસ વિશ્વભરના ડાયાબિટીસના દર્દીઓને તેમની સુગર ટેસ્ટ કરવામાં પડતી મુશ્કેલીમાંથી રાહત આપશે.

Diabetes Diet | Morinfa Leaf Benefits | Blood Sugar Conttol Tips | Helath Tips
મોરિંગાના પાનના સેવનથી ડાયાબિટીસને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

એબોટે ઇન્ડિયામાં તેનું ડિજિટલ ટૂલ ફ્રીસ્ટાઇલ લિબરલિંક એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ મોબાઇલ એપ્લિકેશનની મદદથી, તમે તમારા મોબાઇલ ફોન પર તમારા બ્લડ સુગરના રીડિંગને ગમે ત્યાં, તમારા હાથમાં સોય માર્યા વિના અને પીડા વગર તપાસી શકો છો. આ એપ ડાયાબિટીસને કન્ટ્રોલ કરવામાં વરદાનરૂપ સાબિત થઇ શકે છે.

ડિજિટલ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો

તમે આઇફોન અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર મોબાઇલ એપ્સ દ્વારા ફ્રીસ્ટાઇલ લિબ્રે ડિજિટલ પ્લેટફોર્મનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. આ એપ માત્ર આંગળીઓ પર સોય મારવાના દર્દમાંથી રાહત આપવાની સાથે સાથે ઘણા પ્રકારના ટેસ્ટ પણ કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે વ્યક્તિએ હાથ પર સ્ટીકર લગાવવું પડશે અને તેના સેન્સરને મોબાઇલ ફોન એપ્લિકેશન સાથે કનેક્ટ કરવું પડશે, જેમ આપણે અન્ય ગેજેટ્સને આપણા મોબાઇલ સાથે કનેક્ટ કરીએ છીએ.

diabetes friendly drinks, diabetes friendly food, diabetes, summer drinks, diabetes friendly drinks, drinks to control diabetes, diabetes friendly drinks, how to control diabetes
Diabetes: આ 3 ડાયાબિટીસ ફ્રેન્ડલી ડ્રિંક્સનું સેવન કરો, બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે, શરીરની નબળાઈ પણ દૂર થશે.

આ એપ સ્ટાર્ટ કર્યા પછી, જેવી તમારી બ્લડ સુગર વધારે કે ઓછી થાય છે, આ એપ તરત જ તમને તેના વિશે જાણ કરે છે. તમે તમારા સુગર મોનિટરિંગને ગમે ત્યાં, ગમે ત્યારે ટ્રેક કરી શકો છો. આ એપની મદદથી ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરને કંટ્રોલ કરવું સરળ બની જાય છે. તમે આ એપ દ્વારા તમારા સુગર લેવલને ટ્રેક કરી શકો છો અને તમારા ડૉક્ટરને સમગ્ર દિવસ દરમિયાન તમારી સુગર વિશે માહિતી આપી શકો છો.

આ પણ વાંચો | ડાયાબિટીસને કન્ટ્રોલ કરવાની સરળ ટીપ્સ; સદગુરુની આ ડાયટ ટીપ્સ અનુસરો, 1 સપ્તાહમાં ચમત્કાર દેખાશે

આ એપ શુગરને કંટ્રોલ કરવામાં કેવી રીતે મદદ કરે છે

આ એપ માત્ર બલ્ડ સુગરમાં વધારા અને ઘટાડાની જ માહિતી નથી આપતા પણ તમને સમયાંતરે તમારી સુગરને કેવી રીતે કંટ્રોલ કરવી તેની જાણકારી પણ આપે છે. આ એપ તમને જણાવે છે કે શુગર કંટ્રોલ કરવા માટે કઈ દવા લેવી અને કઈ કસરત કરવી. આ એક ક્લાઉડ આધારિત ડાયાબિટીસ મેનેજમેન્ટ સિસ્ટમ હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ