AC Safety Tips: એસીમાં આગ કેમ લાગે છે? જાણો કારણ અને ઉપાય

AC Fire Causes And Prevent Tips In Summer: એસીમાં આગ લાગવાની કે બ્લાસ્ટ થવાની ઘટનાઓ વધી રહી છે. આથી એસીનો ઉપયોગ કરતી વખતી સાવધાની રાખવી જોઇએ. અહીં એર કન્ડિશનરમાં આગ લાગવાના કારણ અને ઉપાય વિશે વિસ્તૃત જાણકારી આપી છે.

Written by Ajay Saroya
April 30, 2025 12:28 IST
AC Safety Tips: એસીમાં આગ કેમ લાગે છે? જાણો કારણ અને ઉપાય
AC Blast Causes And Prevent Tips: એસી બ્લાસ્ટ થવાથી જાન માનને નુકસાન થાય છે. (Photo: Canva)

AC Blast Causes And Prevent Tips In Summer: ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા એસી, પંખા, કુલરનો ઉપયોગ વધી રહ્યો છે. ઘર હોય ઓફિસ હોય કે કાર હવે તો દરેક જગ્યા પર એર કન્ડિશનરનો ઉપયોગ થાય છે. એસીની ઠંડી હવા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપે છે. જો કે એસી ક્યારેક આફત ઉભી કરી શકે છે. આજકાલ એસીમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની રહી છે. આલ લાગવાથી જાન માલને નુકસાન થયા છે. આથી એસી ચલાવતી વખતે બહુ સાવધાની જરૂરી છે. સૌથી પહેલા એસીમાં આગ લાગવાના કારણ અને કઇ સાવધાની રાખવી જેના વિશે અહીં વિસ્તૃત માહિતી આપી છે.

AC Fire Causes : એસીમાં આગ લાગવાના કારણ

ઓવરહિટિંગ

એસી જરૂર હોય ત્યારે જ ચલાવવું જોઇએ. આખો દિવસ એસી ચલાવવાથી એર કન્ડિશનર ઓવરહિટ કે વધારે ગરમ થાય છે. જેના કારણે એસીમાં બ્લાસ્ટ થઇ શકે છે. એસીના ફિલ્ટર્સ ગંદા હોય અને ઘરની બહાર ગરમ લૂ ચાલી રહી હોય ત્યારે એસીમાં આગ લાગવાની સંભાવના વધી જાય છે.

ખોટી રીતે વાયરિંગ

એસીનું વાયરિંગ યોગ્ય રીતે થવું જોઇએ. ખોટુ રીતે વાયરિંગ કે આઉટડેટેડ વાયરિંગ હશે તો શોર્ટ સર્કિટ થઇ શકે છે અને એસીમાં આગ લાગવાનું જોખમ રહે છે. આથી હંમેશા અનુભવ ઇલેક્ટ્રિક મેન પાસેથી વાયરિંગ કરાવવું. વાયરિંગ માટે હંમેશા સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો માલસામાન વાપરવો જોઇએ.

ઓવરલોડેડ સર્કિટ

એસીનો પ્લગ ઓવરલોડેડ સર્કિટમાં લગાવવામાં આવે જેમા પહેલાથી ઘણા પ્લગ લાગેલા છે તો વીજ પ્રવાહથી ઓવરહિટિંગ થઇ શકે છે અને આગ લાગવાની સંભાવના વધી જાય છે. જુની બિલ્ડિંગ જેમા ઇલેક્ટ્રિકલ કેપેસિટી ઓછી હોય તેમા આવી ઘટના વધારે બને છે.

કેપેસિટર ફેલિયર

કેપેસિટર થી કોમ્પ્રેસર અને ફેન સ્ટર્ટ થવામાં મદદ મળે છે. જો કેપેસિટર ફેલ થઇ ગયુ હશે તો એસી ઓવરહિટિંગ થતા આગ લાગે છે. આથી નિયમિત એસીની ફુલ સર્વિસ કરાવવી જોઇએ.

કેમિકલ રિએક્શન

અમુક રેફિજરેટ્સ અન્ય સબ્સટેંગ સાથે રિએક્ટ કરવા લાગે છે જેનાથી આગ લાગવાની સંભાવના વધી જાય છે. જો એસી અને કોમ્પ્રેસરમાં કોઇ લીકેજ દેખાય તો તરત જ સર્વિસ કરાવો.

મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટર

કોમ્પ્રેસર, ફેન કે કેપેસિટરમાં કોઇ ખામી કે ખરાબી હોય તો એસી બ્લાસ્ટ થઇ શકે છે. આથી એસી હંમેશા એક સારી કંપનીનું સ્ટાન્ડર્ડ એસી ખરીદવું જોઇએ.

એસીમાં આગ ન લાગે તેની માટે આટલું ધ્યાન રાખો | AC Fire Preventive Measures

સતત એસી ચાલુ ન રાખવી

ઘણા લોકો દિવસ રાત એસી ચાલુ રાખે છે, જેના ખરાબ વાત છે. આથી સતત એસી ચાલવતી વખતે દર કલાકે 5 થી 7 મિનિટ એસી બંધ રાખો અને ત્યારબાદ ફરી એસી ચાલુ કરો. આમ કરવાથી એસી અને કોમ્પ્રેસરને આરામ મળશે અને ઓવરહિટિંગ નહીં થાય.

યોગ્ય ઇન્સ્ટોલેશન

ઘરમાં એસી લગાવતી વખતે હંમેશા કુશળ અને લાઇસન્સ ધારક ઇલેક્ટ્રિશિયનથી જ લગાવો. આવા ઇલેક્ટ્રિશિયલ કંપની મેન્યુફેક્ચરર મુજબ એસી ઇન્સ્ટોલ કરે છે. આથી ઇલેક્ટ્રિકલ ખામીના કારણે એસીમાં આગ લાગતી નથી

ઓવરહિટિંગ ટાળવું

એસી ઓવરહિટિંગ થાય છે કે નહીં તેનું ધ્યાન રાખવું. ઇલેક્ટ્રિક્ સિસ્ટમને અપડેટ કરો અને એક જ સર્કિગ પર ઘણી ઇલેક્ટ્રિક પ્રોડક્ટ અને પ્લગનો લોડ ન હોય તેનું ધ્યાન રાખો.

એસી સર્વિસ

શિયાળામાં લાંબા સમય સુધી બંધ રાખ્યા બાદ ઉનાળામાં એસી ચાલુ કરવાની પહેલા સર્વિસ કરાવવું જોઇએ. આથી પ્રોફેશનલ ટેકનિશિયલ પાસે એસી સર્વિસ કરાવવી જોઇએ. એસી સારી રીતે કામગીરી કરશે તો ઝડપથી રૂમમાં કુલિંગ આવશે.

કોઇલ અને ફિલ્ટર સાફ રાખો

એસી અને કોમ્પ્રેસરની કોઇલ – ફિલ્ટર સાફ રાખવી. કોઇલ ઉપર ગંદકી જામેલી હશે તો બરાબર કુલિંગ આવશે નહીં. તેના કારણે એસી પર આવતા લોડ આવતા ઓવરહિટિંગ થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ