Portbale vs Split AC: ઉનાળામાં એસી ખરીદવું છે? પોર્ટેબલ એસી કે સ્પિલટ એસી બંનેમાંથી ક્યું શ્રેષ્ઠ છે? જાણો વિગતવાર

Portbale vs Split AC Buying Guide: એસી એટલે કે એર કન્ડિશનરની માંગ ઉનાળામાં વધી જાય છે. પોર્ટેબલ એસી કે સ્પિલટ એસી બંનેમાંથી ક્યું ખરીદવું ફાયદાકારક રહેશે અહીં જાણો

Portbale vs Split AC Buying Guide: એસી એટલે કે એર કન્ડિશનરની માંગ ઉનાળામાં વધી જાય છે. પોર્ટેબલ એસી કે સ્પિલટ એસી બંનેમાંથી ક્યું ખરીદવું ફાયદાકારક રહેશે અહીં જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
portbale ac vs split ac | portbale ac price | split ac price | ac buying guide | ac buying tips | best split ac in india | cheapest split ac in india

Portbale vs Split AC: પોર્ટેબલ એસી અને સ્પિલટ એસી બંનેના પોતાના ફાયદા અને નુકસાન છે. (Photo - Freepik)

Portbale vs Split AC: એસી એટલે કે એર કન્ડિશનર ઉનાળાની ગરમીથી બચવાનો એક સરળ ઉપાય છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને એસીની માંગ વધી ગઇ છે. સતત વધી રહેલા તાપમાન અને હીટવેવના કારણે ઘરોમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. લોકોને વધુમાં વધુ ઘર અને ઓફિસની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ શું તમે ઘર-ઓફિસ કે દુકાન માટે એસી ખરીદવાનું વિચારી રહ્યા છો જેથી તમને ગરમીથી રાહત મળી શકે. જો તમે ગરમીથી રાહત મેળવવા માંગો છો પરંતુ તમારા માટે કયું એસી બેસ્ટ છે તે નક્કી નથી કરી શકતા તો અમે તમારી મદદ કરીશું. આજે અમે તમને જણાવીશું કે તમારી જરૂરિયાત પ્રમાણે કયું એસી ખરીદવું તમારા માટે બેસ્ટ છે.

Advertisment

તમને જણાવી દઈએ કે, સ્પ્લિટ અને પોર્ટેબલ એસીના પોતાના ફાયદા અને નુકસાન છે. આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું જેનાથી તમે જાતે જ નક્કી કરી શકશો કે તમારા માટે કયું એસી ખરીદવું યોગ્ય રહેશે.

તમારો રૂમ કેટલો મોટો છે?

સૌથી પહેલા એ જાણી લો કે તમે જે જગ્યા માટે એસી ખરીદી રહ્યા છો તે કેટલું મોટું છે. એટલે કે રૂમ કે જગ્યાનું કદ કેટલું છે. જો તમારો રૂમ 20 સ્ક્વેર મીટરથી મોટો છે તો પોર્ટેબલ એસી તમારા માટે સારો ઓપ્શન નહીં હોય. અને સ્પ્લિટ એસી ખરીદવું એ એક સમજદાર નિર્ણય હશે.

એસી માટે કેટલી ફ્લોર સ્પેસ જોઇએ?

તમને જણાવી દઈએ કે પોર્ટેબલ એસી માટે ફ્લોર સ્પેસ જરૂરી છે. એટલે કે જો તમારી પાસે પર્યાપ્ત ફ્લોર સ્પેસ છે તો તમે સરળતાથી જાણી શકો છો કે તમને કયું એસી જોઈએ છે. જો ફ્લોરની જગ્યા ઓછી હશે તો પોર્ટેબલ એસી લગાવવું મુશ્કેલ બનશે. એટલે કે વોલ માઉન્ટ સ્પ્લિટ એસી ખરીદવું તમારા માટે વધુ સારો વિકલ્પ બની રહેશે.

Advertisment
AC | Solar Air Conditioner | Air Conditioner | How To Reduce AC Bill | AC Mntenance Service | Best AC In India
એસી / એર કન્ડિશનર ઉનાળામાં ગરમીથી રાહત આપે છે. (Photo - Freepik)

એર કન્ડિશન યુનિટ કેટલું પાવરફુલ હોવું જોઈએ?

એર કંડિશનિંગ યુનિટ ભારતમાં ટન કેપેસિટી અનુસાર વેચાય છે. એટલે કે, ટન કેપેસિટી ક્ષમતા જેટલી વધુ હશે, તેટલી જ જગ્યા ઠંડી થશે. પરંતુ ધ્યાનમાં રાખો કે ટન કેપેસિટ વધવાની સાથે જ એસીની કિંમત પણ વધી જાય છે. સામાન્ય રીતે ભારતીય બજારમાં 0.8, 1, 1.5, 1.8, 2 ટન એસી ઉપલબ્ધ છે.

ગરમ હવા બહાર ફેંકવા માટે બારી અથવા દરવાજો છે?

પોર્ટેબલ એર કંડીશનર ખરીદવું હોય તો ધ્યાન રાખો કે ગરમ હવાને બહાર કાઢનારા યુનિટ માટે બારી કે દરવાજો હોવો જરૂરી છે. સાથે જ દિવાલ પરના સ્પ્લિટ એસીમાં તેની જરૂર પડતી નથી અને દિવાલમાં નાનો હોલ પાડી પાઇપને બહાર કાઢી આઉટડોર યુનિટ સાથે જોડવામાં આવે છે.

આ પણ વાંચો | એસી માં ટન એટલે શું? 100 ચોરસ ફુટના રૂમ માટે કેટલા ટનનું એર કન્ડિશનર ખરીદવું? પહેલા સમજો પછી ખરીદો

શું તમને કુલિંગ અને હીટિંગ બંને સુવિધાઓની જરૂર છે?

તમને જણાવી દઇયે કે, સ્પ્લિટ એર કન્ડિશનર હીટિંગ અને કૂલિંગ બંને સુવિધા આપે છે. જો તમારે રૂમને ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમ કરવાની જરૂર હોય, તો સ્પ્લિટ એસી તમારા માટે શ્રેષ્ઠ છે. પરંતુ જો તમે ભાડાના મકાનમાં રહો છો અથવા પીજીમાં છો અને ઇચ્છો છો કે એસીને વારંવાર ફિક્સ ન કરવું પડે, તો પોર્ટેબલ એસી તમારા માટે એક સારો વિકલ્પ હશે.

જીવનશૈલી ટેકનોલોજી ઉનાળો બિઝનેસ