AC Tips: એસીનું લાઇટ બિલ ઘટાડવાની ટીપ્સ, ચિંતા વગર આખો દિવસ ચલાવો એર કન્ડિશનર

Air Conditioner Tips For Reduce Electricity Bill: એસી ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે પરંતુ લાઇટ બિલ વધારે આવે છે. જો કે એસી ચલાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવાથી લાઇટ બિલ ઘટાડી શકાય છે. અહીં એસીનું લાઇટ બિલ ઘટાડવાની ટીપ્સ આપી છે.

Air Conditioner Tips For Reduce Electricity Bill: એસી ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે પરંતુ લાઇટ બિલ વધારે આવે છે. જો કે એસી ચલાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવાથી લાઇટ બિલ ઘટાડી શકાય છે. અહીં એસીનું લાઇટ બિલ ઘટાડવાની ટીપ્સ આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
air conditioner | AC Tips | AC Uses Tips | air conditioner tips

Air Conditioner Tips : એસીનું લાઇટ બિલ ઘટાડવાની ટીપ્સ. (Photo: Freepik)

Air Conditioner Tips For Reduce Electricity Bill: એસી ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. હાલ મોટાભાગના લોકોના ઘરમાં એર કન્ડિશનરનો ઉપયોગ થાય છે. ઉનાળાની ગરમી શરૂ થતા જ એસી શરૂ થઇ જાય છે. ઉનાળામાં એસી ચલાવવાથી કમરતોડ વીજળીનું બિલ આવે છે. જો કે એસી ચલાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવાથી લાઇટ બિલ ઘટાડી શકાય છે. તમે આખો દિવસ એસી ચલાવશો તો પણ લાઇટ બિલ ઓછું આવશે.

Advertisment

AC નું તાપમાન

એસીનું તાપમાન 25 થી 27 ડિગ્રી સેલ્શિયસ પર સેટ કરો. પ્રત્યેક 1 ડિગ્રી ઘટાડવાથી એસીમાં વીજળીનો વપરાશ 6 ટકા સુધી વધી જાય છે.

રૂમ બંધ રાખો

એસી ચલાવતી વખતે રૂમના દરવાજા અને બારી બંધ રાખો. તેનાથી બહારની હવા રૂમની અંદર નહીં આવે અને ઠંડી હવા બહાર જશે નહીં. રૂમ બંધ રાખવાથી ઝડપથી ઠંડુ થાય છે અને વધારે સમય સુધી એસી ચલાવવાની જરૂર પડતી નથી.

પંખો ચાલુ રાખો

એસી ચાલુ હોય ત્યારે પંખો પણ ચાલુ રાખો જેનાથી રૂમમાં ઠંડી હવા ઝડપથી ફેલાય છે. તેનાથી એસી વધારે સમય ચાલુ રાખવું પડતું નથી અને વીજળી ઓછી વપરાય છે.

Advertisment

એર ફિલ્ટર સાફ રાખો

એર ફિલ્ટર સાફ રાખો. એર ફિલ્ટર ગંદા હશે તો એસીનું પર્ફોર્મન્સ ઘટી શકે છે અને વીજળી વધારે વપરાય છે. આથી નિયમિત એર ફિલ્ટરની સાફ સફાઇ કરવી જોઇએ.

ઇન્વર્ટર એસી વાપરો

ઇન્વર્ટર એસીમાં નોન ઇન્વર્ટર એર કન્ડિશનરની તુલનામાં ઓછી વીજળી વપરાય છે. ઇન્વર્ટર એસી તાપમાનને સ્થિર રાખે છે અને વારંવાર ચાલુ બંધ થતા નથી.

સુર્ય પ્રકાશ ઓછો રાખો

સૂર્યપ્રકાશથી રૂમનું તાપમાન વધે છે. દિવસમાં રૂમમાં સૂર્યનો તડકો ઓછો આવવો દો. પડદા કે બ્લેંડ્સનો ઉપયોગ કરો. તેનાથી સૂર્યનો તડકો ઓછો આવશે અને રૂમ ઠંડો રહેશે.

ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ રાખો

એસી વાપરો ત્યારે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બંધ રાખો. અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વાપરવાથી રૂમમાં ગરમી ઉત્પન્ન થાય છે જેનાથી એસીને વધારે મહેનત કરવી પડે છે.

એસીની સર્વિસ

ઉનાળા શરૂ થતા એસી સર્વિસ કરાવો. નિયમિત એસી સર્વિસ કરવાથી પર્ફોર્મન્સ સુધરે છે અને વીજળી ઓછી વપરાય છે.

એસી લાંબા સમય સુધી ન ચલાવો

એસી જરૂર હોય ત્યારે જ ચલાવો. રૂમ ઠંડુ થયા બાદ એસી બંધ કરી દો. તેનાથી વીજળી બચત કરવામાં મદદ થશે.

ઉનાળો જીવનશૈલી