/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Inverter-AC-Vs-Non-Inverter-AC.jpg)
Inverter AC Vs Non Inverter AC: નોન ઇન્વર્ટર એસીની તુલનામાં ઇન્વર્ટર એસી મોંઘા હોય છે. (Photo: Freepik)
Inverter AC Vs Non Inverter AC Buying Tips: એસી ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. ઉનાળા શરૂ થતાં જ મોટાભાગના ઘરમાં એર કન્ડિશનર ચાલુ થઇ જાય છે. ઘર, હોટલ, ઓફિસ હોય કે કાર દરેકમાં એસીનો ઉપયોગ વધી રહ્યો છે. એસી ઉનાળાની ગરમીમાં રાહત આપવાની સાથે હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાથી બચાવે છે. બજારમાં હાલ ઘણા પ્રકારના એસી ઉપલબ્ધ છે. જો તમે નવું એસી ખરીદવાનું વિચારો છો ઇન્વર્ટર એસી અને નોન ઇન્વર્ટર એસી વચ્ચેનો તફાવત જાણી લેવો જરૂરી છે. ઇન્વર્ટર એસી કે નોન ઇન્વર્ટર એસી શેમાં ઓછી વીજળી વપરાય છે? ચાલો જાણીયે
ઇન્વર્ટર એસી
ઇન્વર્ટર એસીમાં ઇન્વર્ટર ટેકનોલોજી આવે છે. આ ટેકનોલોજી ઇલેક્ટ્રિક વોલ્ટેજ, કરંટ અને ફ્રિક્વન્સીને કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. ઇન્વર્ટર એસીમાં કોમ્પ્રેશર સતત ચાલુ રહે છે અને જરૂરિયાત મુજબ એસીની સ્પીડ વધારે કે ઘટાડે છે.
ઇન્વર્ટર એસીમાં ઓછી વીજળી વપરાય છે અને રૂમમાં બહુ સારું કુલિંગ આવે છે. નોન ઇન્વર્ટર એસીની તુલનામાં ઇન્વર્ટર એસી મોંઘું હોય છે. જો કે લાઇફ લાઇન નોન ઇન્વર્ટર એસી કરતા ઇન્વર્ટર એસીની વધારે છે.
નો ઇન્વર્ટર એસી
નોન ઇન્વર્ટર એસીમાં તાપમાનને એડજસ્ટ કે કન્ટ્રોલ કરવા માટે ઓન અને ઓફ કરવાનો વિકલ્પ હોય છે. જેનાથી રૂમના તાપમાનમાં વધઘટ થાય છે. નોન ઇન્વર્ટર એસી, ઇન્વર્ટર એસીની તુલનામાં વધારે વીજળી વપરાય છે. આથી નોન ઇન્વર્ટર એસીનો ઉપયોગ કરવાથી લાઇટ બિલ વધુ આવે છે.
આ પણ વાંચો | ACનું લાઇટ બિલ ઘટાડવાની ટીપ્સ, ચિંતા વગર આખો દિવસ ચલાવો એર કન્ડિશનર
ઇન્વર્ટર એસીની તુલનામાં નો ઇન્વર્ટર એસીની લાઇફ ઓછી હોય છે. નોન ઇન્વર્ટર એસી સસ્તા હોય છે. જો તમારું એવરેજ બજેટ છે અને લાંબા સમય સુધી ચાલે તેવું એર કન્ડિશનર ખરીદવા માંગો છો તો ઇન્વર્ટર એસી ખરીદવું જોઇએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us