છાતીમાં થતી બળતરાનો અનુભવ આપણે બધાએ કર્યો છે. પેટને લગતી સૌથી સામાન્ય સમસ્યાઓ પૈકીની એક છે એસીડીટી જેને ” એસિડ રિફ્લક્સ” તરીકે પણ ઓળખવામાં આવે છે, એસીડીટી પેટમાં વધુ પડતા એસિડના સ્ત્રાવના કારણે થઇ શકે છે.
હેલ્થલાઈન. કોમ મુજબ, જો તમને અઠવાડિયામાં બે કરતા વધુ વખત એસીડીટી થાય છે તો તમને ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ તરીકે ઓળખાતી સ્થિતિ હોઈ શકે છે. રિસર્ચ ગેટમાં પ્રકાશિત થયેલા 2019 ની સ્ટડી મુજબ, ભારતમાં GERD નો વ્યાપ 7.6 ટકાથી 30 ટકા સુધીનો છે.
જયારે આપણામાંથી મોટાભાગના લોકો આ સ્થિતિના ઉપાયો અને સારવારથી વાકેફ હોય શકે છે, એસિડિટીના કારણો જાણવાથી તેને અટકવાના ઉપાયોમાં મદદરૂપ થાય છે. ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રા એસિડિટીનો મુદ્દો અને તેના કારણોને સંબોઘટી એક પોસ્ટ શેયર કરી હતી અને કહે છે કે, ” એસિડિટી સૌથી સામાન્ય બીમારીઓમાંની એક છે જેનો લગભગ દરેક વ્યક્તિએ પોતના જીવનમાં એકવાર અનુભવ કર્યો હશે.
આ પણ વાંચો: Weight Loss Diet Plan : દિવસ દરિયાન આ રીતે ડાયટ લેવું જરૂરી
કાર્બોરેટેડ ડ્રિંક્સ, વધુ પડતી કોફી અને વારંવાર ચા પીવી
નન્યૂસ્ટ્રીશનિસ્ટના જણાવ્યું અનુસાર, સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વધારે પ્રમાણમાં કોફી, વારંવાર ચા પીવી અને કાર્બોરેટેડ ડ્રિંક્સ કાયમી રૂપે નીચલા અન્નનળીના ભાગમાં રહી જાય છે અને એસિડિટનું જોખમ વધારે છે.
અનિયમિત સમયે ભોજન લેવું:
ખોરાકને પચાવવા માટે આપણું પેટ હાઈડ્રોક્લોરીક એસિડ ઉત્પન્ન કરે છે. અનિયમિત સમયે ભોજન લેવાથી પેટમાં એસિડ જમા થઇ જાય છે તેથી એસિડિટી અને ઉબકાનું કારણ બને છે.
ચરબીયુક્ત ખોરાકનું સેવન :
વધારે ચરબી વાળા ખોરાકનું સેવન કરવાથી હાર્ટબર્નની સમસ્યા રહે છે. જે અન્નનળીમાં બળતરા ઉત્પન્ન કરે છે. આમાં પિત્ત ક્ષારનો સમાવેશ થાય છે જે પેટમાં હાજર હોય છે, અને તમારા લોહીના પ્રવાહમાં હોર્મોન કોલેસીસ્ટોકિનિન (CCK),જે નીચલા અન્નનળી સ્ફિન્ક્ટર ( lower esophageal sphincter- LES) માં રહે છે અને એસિડિટીનું કારણ બને છે.
આ પણ વાંચો: મિલિંદ સોમનએ 8 દિવસમાં 1,000 કિમી સાઇકલ ચલાવી, કહ્યું “હું મારી જાતને હંમેશા ફિટ રાખું છું”
જમ્યા પછી તરત સુઈ જવું :
સુવાના થોડા સમય પહેલા ખાવાથી એસિડિટીની સમસ્યા વધારી શકે છે. કારણ કે જમ્યા પછી આડા પડવાથી પાચનક્રિયામાં મુશ્કેલી આવે છે, સુવાના 3 કલાક પહેલા જમી લેવું જોઈએ જે એસિડિટીનું કારણ બનતું નથી.
રાત્રે પૂરતી ઊંઘ ન લેવી :
ઊંઘ પૂરતી ન લેવામાં આવે તો પેટમાં વધુ એસીડનો સ્ત્રાવ થાય છે અને એસિડિટીનું કારણ બને છે.
ધુમ્રપાન
ન્યુટ્રિશનિસ્ટ જણાવ્યું હતું કે, ” ધુમ્રપાન ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ એટલે કે એસિડિટીનું એક મુખ્ય કારણ છે.