Sonam Kapoor News: બોલિવૂડ એકટ્રેસ સોનમ કપૂર(Sonam Kapoor)એ આ વર્ષે 20 ઓગસ્ટએ પહેલા બાળકને જન્મ આપ્યો છે. અભિનેત્રી, ઘણીવાર પોતાની પ્રેગ્નેન્સીનો અનુભવ લોકો સાથે શેયર કરે છે. સોનમએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નેસી અને બાળકના જન્મને લઈને ઘણી વાતો ફેન્સ સાથે શેયર કરી છે. તેણે ઈન્ટાગ્રામ પર કહ્યું હતું કે કેવી રીતે તેને પોતાના પુત્રને જન્મ આપવા માટે ‘ જેન્ટલ બર્થ મેથડ’ (Gentle Birth Method)નો ઉપયોગ કર્યો હતો.
સોનમ કપૂરે લખ્યું છે કે તે તેના બાળકને નેચરલી જન્મ આપવા માંગતી હતી, અને સંભવિત મેડિકલ હસ્તક્ષેપ ઓછો થાય. એકટ્રેસે કહ્યું કે તેની નેચરલી ડિલિવરી કરવામાં ડો. ગૌરી મોથાએ ખુબજ મદદ કરી હતી. તેમણે ‘Gentle Birth Method’ નામની એક બુક લખી હતી જેમાં તેમણે કહ્યું હતું કે બાળકના જન્મ પહેલાની મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો. હવે સવાલએ થાય કે આખરે આ ” (Gentle Birth Method)” છે શું? જેના સહારે સોનમે નેચરલી ડિલિવરી કરાવી હતી.
જેન્ટલ બર્થ મેથડ શું છે? (Gentle Birth Method)
જેન્ટલ બર્થ મેથડ, ડો મોથા દ્વારા ડિઝાઇન કરેલી એક ટેક્નિક છે. આ ટેક્નિકનો ઉપયોગ મહિલાઓની પ્રેગ્નેન્સીને આરામદાયક, શાંત અને આત્મવિશ્વાસની સાથે બાળકને જન્મ આપવા માટે અપનાવાય છે. આ ટેક્નિક બ્રિટેનમાં ઘણા ટાઈમથી ચાલે છે, જેનું વલણ હાલમાં ભારતમાં શરૂ થયું છે. આ મૂળ રૂપથી એક વેલનેસ પ્રોગ્રામ છે. દિલ્હીના એલાન્ટીસ હેલ્થકેરના પ્રબંધ નિર્દેશક અને સ્ત્રી રોગ વિષેયજ્ઞ ડો. મન્નાન ગુપ્તાએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં મન અને શરીરની સકારાત્મકતા શામિલ છે.
કેમ લેવાય છે જેન્ટલ બર્થ મેથડનો સહારો?
પ્રેગ્નેન્સીમાં માતાને આત્મવિશ્વાસી,શાંત રહેવું જરૂરી બને છે જેનાથી જેન્ટલ બર્થ મેથડનો સહારો લઇ શકાય. આ પ્રક્રિયામાં મહિલાને 18 મહિના સુધી શુગર ફ્રી ભોજન લેવું પડે છે અને ઘણા પ્રકારના યોગ કરવા પડે છે.
જેન્ટલ બર્થ મેથડમાં શું શું શામિલ છે?
ડો, ગુપ્તા અનુસાર ‘ જેન્ટલ બર્થ મેથડ’માં શરીરને શાંત રાખવા માટે યોગ અને ધ્યાનને શામિલ કરાય છે.
મહિલાના ડાયટમાં, ડિલિવરી ડેટથી 4 મહિના પહેલા શુગર ફ્રી અને વિટ ફ્રી( wheat free) ભોજન શમિલ કરાય છે.
એમાં મહિલાને સકારાત્મક ડિલિવરીની કલ્પના પર ભાર અપાય છે.
હોમિયોથેરાપી કરાય છે જેથી માતા સરળ અને શાંત ડિલિવરીની કલ્પના કરી શકે.