Adadiya Pak Recipe : શિયાળામાં ખાઓ પ્રોટીનથી ભરપૂર આ પાક,બીમારી રહેશો દૂર! જાણો અહીં

Adadiya Pak Recipe In Gujarati : શિયાળા (Winter) માં વસાણા દરેક ઘરમાં બનતા હોય છે. તેમાનો અડદિયા પાક (Adadiya pak Recipe) તમે આ રીતે ઘરે બનાવો છો તો એકદમ પરફેક્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે. આ અડદિયા પાક (Adadiya pak Recipe) તમે રોજ સવારમાં ખાઓ (Morning Diet) છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. અહીં જાણો અડદિયા પાકની રેસિપી (Adadiya Pak recipe)

Adadiya Pak Recipe In Gujarati : શિયાળા (Winter) માં વસાણા દરેક ઘરમાં બનતા હોય છે. તેમાનો અડદિયા પાક (Adadiya pak Recipe) તમે આ રીતે ઘરે બનાવો છો તો એકદમ પરફેક્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે. આ અડદિયા પાક (Adadiya pak Recipe) તમે રોજ સવારમાં ખાઓ (Morning Diet) છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. અહીં જાણો અડદિયા પાકની રેસિપી (Adadiya Pak recipe)

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Adadiya Pak recipe Winter special morning diet recipe tips gujarati news

Adadiya Pak recipe In gujarati (Photo Credits : thats.how.we.eat Harita & Jenish/Instagram)

Adadiya Pak Recipe In Gujarati : શિયાળા (Winter) ની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં શરદી, ખાંસી, કફ વધુ થતા હોય છે, તેથી શરીરની ઇમ્યુનીટી વધારી જરૂરી બને છે. શરીરની ઇમ્યુનીટી વધારવા માટે મોટાભાગના ઘરમાં અનેક પ્રકારના વસાણા બનતા હોય છે. તેમાંથી એક છે અડદિયા પાક (Adadiya Pak), આ અડદિયા તમારી ઇમ્યુનીટી બુસ્ટ મદદ કરે છે. તેમાં રહેલી સામગ્રી જેમ કે, ગોળ, ઘી, ડ્રાય ફ્રૂટ્સ, ગરમ મસાલા તમને આખું વર્ષ તંદરુસ્ત રાખવામાં મદદ કરે છે. આ શિયાળમાં સ્વાદિષ્ટ અને હેલ્થી અડદિયા પાકની આ રેસીપી તમે જરૂરથી અજમાવો, જાણો રેસિપી,

Advertisment

સામગ્રી

ફોતરા વગરની અડદની દાળ : 500 ગ્રામ
ગોળ : 500 ગ્રામ
દૂધ : 5 ચમચી
ગુંદર : 250 ગ્રામ
પિસ્તા : એક મુઠ્ઠી
કોપરાનું છીણ : એક વાટકી
કાજુ : એક મુઠ્ઠી
બદામ: એક મુઠ્ઠી
ઈલાયચી પાઉડર : તમારા સ્વાદ અનુસાર
સુંઠ પાઉડર: તમારા સ્વાદ અનુસાર
આદુનો પાઉડર : તમારા સ્વાદ અનુસાર
જાયફળ : અડધી ચમચી
માવો : 150 ગ્રામ

આ પણ વાંચો: Brain Health : મગજની તંદુરસ્તી વધારવા એક્સપર્ટે આ સુપરફૂડની કરી ભલામણ

અડદિયા પાક બનાવવાની રીત

અડદિયા પાક બનાવવા માટે સૌ પ્રથમ ફોતરા વગરની અડદની દાળ લો અને એને મિક્સરમાં અધકચરી ગ્રાઇન્ડ કરી લો.

Advertisment
  • એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.
  • ઘી સાથે ચાર ચમચી દૂધ લો અને આ બન્ને વસ્તુને સાથે ગરમ કરી લો.
  • પછી આ મિશ્રણમાં અડદની દાળનો લોટ નાંખો અને હાથથી મિક્સ કરી લો.
  • આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ગુંદર અને ડ્રાય ફ્રૂટસને કટ કરી લો.
  • લોટ લઇને સારી રીતે છાળી લો, પછી એક કડાઇમાં ઘી ગરમ લો અને એમાં લોટને શેકી લો.
  • આછા બ્રાઉન રંગનો લોટ શેકાઇ જાય એટલે થોડુ ઘી ઉમેરીને મિક્સ કરી લો.
  • હવે ગુંદર અને લોટ નાંખીને શેકી લો.
  • ત્યારબાદ ધીમે-ધીમે દૂધ ઉમેરીને સતત હલાવતા જાવો.
  • પછી આમાં ડ્રાય ફ્રૂટ્સ, કોપરાનું છીણ, ઇલાયચી પાવડર, આદુ પાવડર અથવા તો સૂંઠ પાવડર અને જાયફળ પાવડર નાંખીને મિક્સ કરી લો.
  • ગેસ બંધ કરી દો અને ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં ગોળ ઉમેરો.
  • ગોળ બ્રાઉન કલરનો થઇ જાય એટલે અડદ અને ગુંદરના મિશ્રણમાં મિક્સ કરો.
  • ત્યારબાદ માવાને એક કડાઈમાં ગરમ કરો અને બરોબર મેલ્ટ થઇ જાય એટલે અડદ અને ગુંદરના મિશ્રણમાં મિક્સ કરો.
  • પ્રોપર મિક્ષ થઇ જાય એટલે તમને મનગમતા શેપમાં અડદિયા તૈયાર કરો અને સર્વ કરો.

કોકિંગ એક્સપર્ટ મધુલિકા વત્સલે ઇન્સ્ટાગ્રામ પર અડદિયા પાકની સ્પેશિયલ રેસિપી શેર કરી, જુઓ અહીં

https://www.instagram.com/p/Cl_QNPIg8Z1/?hl=en

આ પણ વાંચો: Fenugreek Benefits : માસિક ધર્મના દુખાવામાં ઝડપથી આપશે રાહત આ મેથીના દાણા! જાણો અનેક સ્વાસ્થ્ય ફાયદા

પ્રોટીનથી ભરપૂર અડદની દાળના ફાયદા

અડદિયા પાક અડદની દાળ માંથી બને છે. આ દાળ પ્રોટીનથી ભરપૂર છે. અડદની દાળમાં કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન બી, આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમ જેવા અન્ય પોષક તત્વો પણ ભરપૂર હોય છે. પૌષ્ટિક અડદની દાળને ડ્રાયફ્રૂટ્સ અને કેટલાક સામાન્ય મસાલાઓ સાથે ઘીમાં શેકવામાં આવે છે. ગુજરાતીઓને સવારે નાસ્તામાં આ પાક ખાવો ગમે છે પણ તમે તેને સાંજના નાસ્તા તરીકે અથવા ભોજન પછીની ડેઝર્ટ તરીકે પણ ખાઈ શકો છો.

શિયાળો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips Express Exclusive