AC Tips: એસી માં ટન એટલે શું? 100 ચોરસ ફુટના રૂમ માટે કેટલા ટનનું એર કન્ડિશનર ખરીદવું? પહેલા સમજો પછી ખરીદો

Air Conditioner Ron Meaning: એસી એટલે કે એર કન્ડિશનર ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. ઘણા લોકો એસી વપારતા હોય છે પરંતુ તેમને એસીના ટન વિશે જાણકારી હોતી નથી. જાણો વિગતવાર જાણીયે.

Written by Ajay Saroya
May 23, 2024 17:18 IST
AC Tips: એસી માં ટન એટલે શું? 100 ચોરસ ફુટના રૂમ માટે કેટલા ટનનું એર કન્ડિશનર ખરીદવું? પહેલા સમજો પછી ખરીદો
Air Conditioner: એસી એટલે કે એર કન્ડિશનર. (Photo - Freepik)

Air Conditioner Ron Meaning: ઉનાળામાં ભયંકર ગરમી પડી રહી છે. ગરમીથી રાહત મેળવવાનો સરળ ઉપાય છે એસી એટલે કે એર કન્ડિશનર (વાતાનુકૂલન). જો તમે એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જોઇએ. એર કન્ડિશનરમાં ટન શબ્દ બહુ મહત્વ છે. જો તમે ટનનું ગણિત સમજી લેશો તો એસી ખરીદવું સરળ બની જશે. મોટાભાગના લોકો એવું માને છે કે, એસીનું ટન જેટલું વધારે હશે તેટલું ઝડપથી કુલિંગ થશે. પણ શું આ વાત સાચી છે? ચાલો જાણીયે

ઘણા લોકોનું માનવું છે કે, એસીમાં ટનનો અર્થ તેના વજન સાથે છે. જ્યારે આ વાત સાચી નથી. ટન એ એકમ છે જેનો સંબંધ કુલિંગ કેપેસિટી સાથે છે. હવે તમને પ્રશ્ન થશે કે ટન વડે કુલિંગ કેપેસિટી કેવી રીતે માપી શકાય છે. તેને પ્રતિ કલાક બ્રિટીશ થર્મલ એકમ વડે માપવામાં આવે છે. તેને સામાન્ય રીતે BTU/કલાક તરીકે દર્શાવવામાં આવે છે. એર કન્ડિશનર માટે બીટીયુ 5000 થી 24000 બીટીયુ અને 12000 બીટીયુ 1 ટન જેટલું હોય છે.

electricity bill reduce tips in summer | Electricity Bill Reduce Tips | power saving tips | saving energy tips for households | ac tips to reduce electricity bill | how to reduce electricity bill in summer | Electricity Bill tips for households
AC Buying Guide Room Size: એસી તમારા રૂમના કદ પ્રમાણે ખરીદવું જોઇએ. (Photo – Freepik)

એસી ટન વિશે સરળ ભાષા

એસી મામલમાં ટન શબ્દનો અર્થ એર કન્ડિશનિંગ યુનિટની રૂમ અથવા હોલને ઠંડુ કરવાની ક્ષમતા છે. જો સરળ ભાષામાં કહીયે જેટલા ટનનું એસી હશે, તે એટલા વિસ્તારને ઠંડુ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલ કે જો 1 ટનનું એસી હશે તો તે તમારા રૂમને 1 ટન બરફ જેટલી કુલિંગ આપશે. જો 2 ટનનું એસી હશે તો તમારા રૂમને 2 ટન બફર જેટલું ઠંડુ કરશે. આમ જો તમારો રૂમ વધારે મોટો હશે તો તમારે વધારે ટનનું એસી ખરીદવું પડશે. તેનાથી વિપરીત નાના રૂમ માટે ઓછા ટનનું એસી ખરીદવું જોઇએ.

આ પણ જુઓ | ઉનાળામાં એસી – કૂલર વગર ઘર ઠંડુ રાખવાની 6 ટીપ્સ

કેવા રૂમ માટે કેટલા ટન એસીની જરૂર પડે છે?

તમારા રૂમની સાઇઝ અનુસાર વધુ કે ઓછા ટનનું એસી ખરીદવું જોઇએ. જો તમારા રૂમની સાઇઝ 150 સ્ક્વેર ફૂટ સુધી છે તો તમારા માટે 1 ટન એસી પૂરતું હશે. તો 150 થી 250 સ્ક્વેર ફૂટ સાઇઝના રૂમ માટે 1.5 ટન એસી જોઇએ. તેવી જ રીતે 250 થી 400 સ્ક્વેર ફૂટના રૂમ માટે 2 ટન એસી અને 400 થી 600 સ્ક્વેર ફૂટ સાઇઝના રૂમ માટે 3 ટન એસીની જરૂર પડશે. જો તમારા રૂમની સાઇઝ 600 થી 800 સ્ક્વેર ફૂટ છે તો વધુ સારી ઠંડક માટે તમારે 4 ટનન સુધીનું એસી ખરીદવું જોઇએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ