Air Cooler Cooling Tips: કુલરમાં મુકો આ 1 વસ્તુ, રૂમ થશે AC જેવો ઠંડો

Air Cooler Cooling tips In Summer: ઉનાળાની ગરમીમાં એર કુલર વધારે કુલિંગ આપે તેની માટે અમુક ટીપ્સ અજમાવી શકો છો. તેનાથી એર કુલર એસી જેવી ઠંડક આપશે.

Written by Ajay Saroya
June 15, 2025 14:04 IST
Air Cooler Cooling Tips: કુલરમાં મુકો આ 1 વસ્તુ, રૂમ થશે AC જેવો ઠંડો
Air Cooler Cooling Tips In Summer: ઉનાળાની ગરમીમાં એર કુલરની કુલિંગ વધારવા માટે 3 ટીપ્સ.

Air Cooler Cooling tips In Summer: દેશના ઘણા વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં અનેક લોકો કાળઝાળ ગરમીથી બચવા એસી અને એર કુલરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે, વધુ ગરમીને કારણે, ઘણી વખત કુલરની ઠંડક યોગ્ય રીતે કામ કરતી નથી. એવામાં તમે તેમાં કેટલીક ખાસ વસ્તુનો ઉપયોગ કરી શકો છો, જેનાથી તેની કૂલિંગ કેપેસિટી પણ વધી જશે.

કુલરમાં બરફ મૂકો

ઉનાળામાં એર કુલર ઘણીવાર ઓરડાને યોગ્ય રીતે ઠંડુ કરવામાં અસમર્થ હોય છે. આવી સ્થિતિમાં, તમે એર કુલરની ટાંકીમાં બરફ મૂકીને તેની ઠંડક વધારી શકો છો. બરફ જ્યારે પાણીમાં ઓગળી જાય છે, ત્યારે તે ઠંડી હવા લાવે છે. આ માટે તમે બજાર માંથી બરફ ખરીદી કુલરની ટાંકીમાં મૂકી દો. તમે ઘરે ફ્રીજમાં જમાવેલા બરફનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી પાણી ઠંડુ રહેશે, તેમજ ટાંકી ઝડપથી ખાલી નહીં થાય.

કુલરની ટાંકીમાં ફુદીનાનું તેલ ઉમેરો

તમે કુલર ટેન્કમાં ફુદીનાનું તેલ પણ ઉમેરી શકો છો. તેનાથી શીતળતાની અસર વધે છે, જે ઠંડી-ઠંડીનો અહેસાસ કરાવે છે. ફુદીનાનું તેલ રૂમમાં તાજગી લાવે છે, સાથે જ તેના ઉપયોગથી મચ્છરોને પણ દૂર રાખવામાં આવે છે.

કુલરને સાફ રાખો

ઘણી વખત કુલર ચલાવ્યા બાદ તેની જાળી અને પેડ ગંદા થઇ જાય છે, જેનાથી ઠંડક ઓછી થઇ જાય છે. આવી સ્થિતિમાં, તમારે દર 10-15 દિવસે તમારા કુલરને સાફ કરવું જ જોઇએ. જો પેડ વધારે પડતું ગંદુ થઈ ગયું હોય તો તેને તરત જ બદલી નાંખો. ગંદા પેડ્સ હવાને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતા નથી, જે ઠંડક ઘટાડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ