Lauki Kheer Recipe For Akshaya Tritiya 2025 : અખાત્રીજ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે. વૈશાખ સુદ ત્રીજ તિથિને અક્ષય તૃતિયા કે અખાત્રીજ તરીકે ઉજવાય છે. માન્યતા મુજબ આ તિથિ પર કરેલા પૂજા, દાન અને પુણ્યનો ક્યારેય ક્ષય થતો નથી. આથી તેને અક્ષય તૃતિયા કહેવામાં આવે છે. અખાત્રીજ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારની મીઠાઇ પ્રસાદમાં ધરાવે છે. આ વખતે તમે દેવી લક્ષ્મીને ઘરે શુદ્ધ અને સાત્વિક રીતે બનાવેલી એક ખાસ ખીરનો પ્રસાદ ધરાવી શકો છો. આ વખતે ચોખાની ખીરના બદલે તમે દૂધીની ખીર લક્ષ્મી દેવીને પ્રસાદમાં ધરાવી શકાય છે. અહી શુદ્ધ અને સ્વાદિષ્ટ દૂધીની ખીર બનાવવાની સંપૂર્ણ રીત આપી છે.
દૂધીની ખીર બનાવવા માટે સામગ્રી
500 ગ્રામ – દૂધી ઝીણેલી1 લીટર – દૂધ100 ગ્રામ – ખાંડ1 ચમચી – એલચી પાઉડર4 થી 5 – કેસરના તાંતણા10 -12 નંગ – કાજૂ8-10 નંગ – બદામ15-20 નંગ – સુકી દ્રાક્ષ2 ચમચી – શુદ્ધ ઘી
Doodhi Ni Kheer Recipe : દૂધીની ખીર બનાવવાની સામગ્રી
- દૂધીની ખીર બનાવવા માટે સૌથી પહેલા દૂધીની છાલ ઉતારી ઝીણી છીણી લો. હાથ વડે દૂધી માંથી વધારાનું પાણી નીચોવી લો.
- એક કડાઇમાં ઘી ગરમ કરી તેમા છીણેલી દૂધીને 5 થી 7 મિનિટ સુધી પકવો.
- દૂધીનું પાણી બળી ન જાય અને સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ પકવવાની છે.
- હવે એક મોટી તપેલીમાં દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
- ત્યાર પછી દૂધમાં ફ્રાય કરેલી દૂધીને 10 થી 12 મિનિટ સુધી ઉકાળો. દૂધી એકદમ નરમ અને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી મિડિયમ તાપ પર ઉકાળતા રહો.
- હવે દૂધમાં ખાંડ, કાજુ બદામ સહિત તમામ ડ્રાયફુટ્સ, એલચી પાઉડ અને કેસર ઉમેરો.
- છેલ્લે દૂધીની ખીરમાં 2 ચમચી શુદ્ધ ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- તમારી શુદ્ધ અને સાત્વિક દૂધીની ખીર તૈયાર છે.