Alcohol Effects on gut health : આપણે બધા જાણીએ છીએ કે, આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેટલાક લોકો રોજ દારૂનું સેવન ખોરાકની જેમ કરે છે, જ્યારે કેટલાક લોકો ક્યારેક ક્યારેક શોખ તરીકે દારૂનું સેવન કરે છે. આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. આલ્કોહોલના નિયમિત સેવનથી લીવરનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને પાચનક્રિયા પર પણ ખરાબ અસર પડે છે. કેટલાક લોકો ક્યારેક-ક્યારેક આલ્કોહોલ પીતા હોય છે, જેનાથી તેમના પેટના સ્વાસ્થ્યને અસર થાય છે. શું તમે જાણો છો કે, ક્યારેક-ક્યારેક આલ્કોહોલ પીવાથી પણ આંતરડામાં ફાયદાકારક બેક્ટેરિયાનું સંતુલન બગડી શકે છે?
પેટ બગડે છે અને પાચન સમસ્યાઓ ઊભી થાય છે
ન્યુટ્રિશનિસ્ટ નુપુર પાટીલ કહે છે કે, વધુ પડતું દારૂ પીવાનું ટાળો, કારણ કે આલ્કોહોલનું વધુ પડતું સેવન આંતરડાના અસ્તરને નુકસાન પહોંચાડે છે અને બળતરા વધારી શકે છે. નિષ્ણાતોના મતે, જીવનશૈલીમાં ફેરફાર કરવાથી આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે.
કપૂરે કહ્યું કે, તમે ક્યારેક દારૂનું સેવન કરો છો, તો પણ તમારે તમારા પેટના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. જ્યારે આલ્કોહોલ સિસ્ટમમાં પ્રવેશ કરે છે, ત્યારે તે આંતરડાના બેક્ટેરિયાના નાજુક સંતુલનને બગાડી શકે છે, જે પાચન સમસ્યાઓ અને પેટના ફૂલવા તરફ દોરી શકે છે. અતિશય આલ્કોહોલનું સેવન આંતરડાના અસ્તરને નુકસાન પહોંચાડે છે, પોષક તત્ત્વોના શોષણને બગાડે છે અને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.
ક્યારેક દારૂનું સેવન કરો છો, તો આ ખોરાક લેવો જોઈએ
નિષ્ણાતોએ જણાવ્યું કે, જે લોકો ક્યારેક-ક્યારેક આલ્કોહોલનું સેવન કરે છે, તેમણે આહારમાં ફાઈબર, પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આ ખોરાક આંતરડાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. આ પોષક તત્વો આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને પાચનમાં સુધારો કરી શકે છે. આલ્કોહોલનું સેવન કરવાથી શરીરમાં ડીહાઈડ્રેશનનો ખતરો વધી જાય છે, તેથી વધુ પાણીનું સેવન કરવું જરૂરી છે.
નિષ્ણાતોએ જણાવ્યું કે, જો તમે ક્યારેક-ક્યારેક જ આલ્કોહોલ પીતા હોવ તો તેને પીતા પહેલા અને તેનું સેવન કર્યા પછી કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખો, તો તમારા પેટના સ્વાસ્થ્ય પર આલ્કોહોલની અસર ઓછી જોવા મળશે. ચાલો જાણીએ નિષ્ણાતો પાસેથી કે દારૂની અસર સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે.
દારૂ પીતા પહેલા આ વસ્તુઓનું સેવન કરો
- આલ્કોહોલનું સેવન કરતા પહેલા 200 મિલિગ્રામ વિટામિન સીનું સેવન કરો. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારશે.
- આલ્કોહોલનું સેવન કરવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે, તેથી શરીરને હાઈડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી અને મિનરલ્સ પીવો.
દારૂ પીધા પછી આ વસ્તુઓનું સેવન કરો
- જો તમે આલ્કોહોલનું સેવન કર્યા પછી તમારા પેટની તંદુરસ્તી સુધારવા માંગો છો, તો 1-2 સક્રિય ચારકોલ ટેબલેટ અથવા પાવડર લો.
- આલ્કોહોલ પીધા પછી, શરીરને હાઇડ્રેટ કરવા માટે એક મોટો ગ્લાસ પાણી અને ઇલેક્ટ્રો લાઇટ્સનું સેવન કરો.
આ પણ વાંચો – Ideal Weight Chart : ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ? પરફેક્ટ બોડી માટે આ છે વજન ચાર્ટ
નિષ્ણાતોએ આ વિશેષ સૂચનો આપ્યા હતા
ન્યુટ્રિશનિસ્ટ નુપુર પાટીલે કહ્યું કે, જો તમે ક્યારેક-ક્યારેક આલ્કોહોલનું સેવન કરો છો, તો તમે અનેક પદ્ધતિઓ અપનાવીને તમારા આંતરડાને સ્વસ્થ રાખી શકો છો. આલ્કોહોલ આંતરડાના બેક્ટેરિયાના સંતુલનને બગાડી શકે છે, તેથી તેનું સેવન ન કરવું હિતાવહ છે, જો તો પણ તમે પીવો છો તો સમિત સેવન કરો. સાથે આહારમાં ફાઈબરથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરો. આ ખોરાક આંતરડાના સ્વાસ્થ્યને સુધારશે. પ્રોબા યોટીક્સ અને દહીં જેવા ખોરાક પણ આંતરડાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.





