આલિયા ભટ્ટનો સંતુલિત દેશી ડાયટ પ્લાન | જો તમને લાગતું હોય કે આલિયા ભટ્ટના આહારમાં સલાડનું ખાસ સ્થાન છે, તો તમે ખોટા હશો. આલિયા ભટ્ટ (Alia Bhatt) એક એવી અભિનેત્રી છે જે પોતાનું વજન જાળવવા માટે સૌથી સરળ અને પરંપરાગત ભારતીય ખોરાક ખાવાનું પસંદ કરે છે. થોડા વર્ષો પહેલા આલિયા શાકાહારી થઇ ગઈ હતી.
આલિયા ભટ્ટે લોકપ્રિય ટેલિવિઝન શો આપ કી અદાલતમાં એક જૂના ઇન્ટરવ્યુમાં એ તેના સુગર ફ્રી ડાયટ અને તેની પોષણ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સ્વસ્થ અનાજ અને કઠોળ ખાવા વિશે વાત કરી હતી.
આલિયા ભટ્ટ દેશી ડાયટ ટિપ્સ (Alia Bhatt Desi Diet Tips)
આલિયા ભટ્ટ એ શોના હોસ્ટને કહ્યું હતું કે “હું એક સાચી ભારતીય છું. મને સલાડ ખાવાનું પસંદ નથી, તેના બદલે મને ભાત અને દાળ શાકભાજી સાથે ગમે છે. જો રોટલી હોય, તો હું રાગી રોટલી કે જુવાર રોટલી પસંદ કરું છું. મારા વિકલ્પો બદલાતા રહે છે. હું સુગર બિલકુલ સ્પર્શતી નથી.’
એક્સપર્ટ શું કહે છે?
પોષણશાસ્ત્રી ઇપ્સિતા ચક્રવર્તીએ IndianExpress.com ને જણાવ્યું હતું કે, ભાત અને દાળનું મિશ્રણ ધરાવતું ભોજન પસંદ કરવાથી તમને પોષક લાભો મળી શકે છે. તેણે કહ્યું કે “ઘણા ઘરોમાં ચોખા અને દાળ મુખ્ય ખોરાક છે, જે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને આવશ્યક સૂક્ષ્મ પોષકતત્ત્વોનું સંતુલન પૂરું પાડે છે. વિવિધ પ્રકારની દાળ અને ભાતનું મિશ્રણ આ ક્લાસિક ભોજનના પોષણ પ્રોફાઇલને વધારી શકે છે.’
ચક્રવર્તીએ ભલામણ કરી કે “ફક્ત સફેદ ચોખા પર આધાર રાખવાનું ટાળો. ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ મેળવવા માટે બ્રાઉન, લાલ અથવા કાળા ચોખા જેવા આખા અનાજના વિકલ્પોનો સમાવેશ કરો. પોષક લાભો વધારવા માટે શાકભાજી, મસાલા અને જડીબુટ્ટીઓ સાથે દાળ તૈયાર કરો. પ્રોબાયોટિક્સ માટે દહીં અથવા સલાડ સાથે જોડો.’
બેંગલુરુની એસ્ટર વ્હાઇટફિલ્ડ હોસ્પિટલના ચીફ ક્લિનિકલ ડાયેટિશિયન વી. વીણાએ જણાવ્યું હતું કે રાગી રોટલી આયર્ન અને કેલ્શિયમના શ્રેષ્ઠ છોડ આધારિત સ્ત્રોતોમાંનો એક છે. આ પોષક તત્વો હાડકાની મજબૂતાઈ વધારે છે અને શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. રાગી રોટલીનું ઉચ્ચ ફાઇબર પાચન, વેટ કંટ્રોલ અને બ્લડ સુગર નિયંત્રણમાં મદદ કરે છે.
જુવારની રોટલી પ્રોટીન, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. આનાથી તે પાચન અને વજન ઘટાડવા માટે સારું બને છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને પણ સ્વસ્થ રાખે છે.
દિલ્હીની સીકે બિરલા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિનના ડિરેક્ટર ડૉ. મનીષા અરોરા કહે છે કે, ખાંડ છોડી દેવાનો અર્થ એ નથી કે બધા કાર્બોહાઇડ્રેટ્સ દૂર કરી દેવા, તેનો અર્થ એ છે કે ખાંડ, હાઇ-ફ્રુક્ટોઝ કોર્ન સીરપ અને મધ જેવી વસ્તુઓ ટાળવી. ડૉ. અરોરાએ કહ્યું કે, “કાર્બોહાઇડ્રેટ્સ આવશ્યક પોષક તત્વો છે. પરંતુ, ખાંડનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.’
Samantha Ruth Prabhu | સામન્થા રૂથ પ્રભુની મોર્નિંગ રૂટિન, ઉઠતાની સાથેજ પહેલા કરે છે આ કામ !
શરૂઆતમાં, ખાંડ છોડવાથી માથાનો દુખાવો, ચીડિયાપણું, થાક અને તીવ્ર તૃષ્ણા જેવા લક્ષણો થઈ શકે છે. ડૉ. અરોરાએ જણાવ્યું કે “આનું કારણ એ છે કે મગજ ખાંડનો ઉપયોગ એનર્જીના ઝડપી સ્ત્રોત તરીકે કરે છે. સામાન્ય રીતે નવી આદત બનવામાં 21 દિવસ અને તેને મજબૂત બનાવવામાં લગભગ 66 દિવસ લાગે છે.’
ડૉ. અરોરાએ જણાવ્યું હતું કે ખાંડ છોડી દેવાથી ઘણા લોકો વજન ઘટાડે છે, ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે અને વધુ ઉર્જાનો અનુભવ કરે છે. તેમણે કહ્યું કે 90 દિવસ સુધી ખાંડ છોડી દેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે, જે લાંબા ગાળા ફાયદાકારક સાબિત થાય છે.’





