/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Allu-Arjun-Upcoming-Movie.jpg)
અલ્લુ અર્જુન પુષ્પા 2 બાદ પૌરાણિક સ્ટોરી પર કરશે કામ, આગામી ફિલ્મ વિશે આપી અપડેટ
Allu Arjun | અલ્લુ અર્જુન (Allu Arjun) હાલમાં જ પુષ્પા 2 ધ રૂલ (Pushpa 2 The Rule) માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. હવે તેની આગામી ફિલ્મને લઈને વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. કેટલાક રિપોર્ટ એવા સંકેત આપી રહ્યા છે કે અલ્લુ અર્જુન અને નિર્દેશક ત્રિવિક્રમ શ્રીનિવાસ ફરીથી સાથે કામ કરી શકે છે.
અલ્લુ અર્જુન અપકમિંગ મુવી (Allu Arjun Upcoming Movie)
અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે તેની ફિલ્મ હિંદુ પુરાણ પર આધારિત હોઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુનને આ ફિલ્મમાં ભગવાન કાર્તિકેય પર આધારિત પાત્ર ભજવવાની તક મળી શકે છે. આ ફિલ્મ મોટા પાયે બનાવવામાં આવશે અને તે સામાજિક-પૌરાણિક કાલ્પનિક ફિલ્મ હોઈ શકે છે.
જો આ ફિલ્મ ખરેખર બનશે તો ત્રિવિક્રમ શ્રીનિવાસ સાથે અલ્લુ અર્જુનની ચોથી ફિલ્મ હશે. બંનેએ વર્ષ 2012માં ફિલ્મ 'જુલાઈ'થી સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી તેઓએ સન ઓફ સત્યમૂર્તિ અને આલા વૈકુંઠપુરરામુલુ જેવી હિટ ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું. ત્રિવિક્રમ અને અલ્લુ અર્જુનની જોડી હંમેશા સુપરહિટ રહી છે. બંનેની ફિલ્મોની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: Sitaare Zameen Par | આમિર ખાન એ આપી સિતારે જમીન મુવી પર અપડેટ, આ દિવસે થશે રિલીઝ
અલ્લુ અર્જુન પુષ્પા 2 (Allu Arjun Pushpa 2 The Rule)
અલ્લુ અર્જુનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મની વાત કરીએ તો, પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે 54 દિવસમાં 1232.44 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મ હજુ પણ થિયેટરોમાં મક્કમપણે છે. ટૂંક સમયમાં આ ફિલ્મ પણ ઓટીટીને ટક્કર આપવા જઈ રહી છે. જો કે, હિન્દી માટે પ્રેક્ષકોએ તેને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા માટે થોડી વધુ રાહ જોવી પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us