Almonds Health Benefits : બદામ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ્સ ડાયટમાં બદામને સામેલ કરવાની ભલામણ કરે છે. બદામ ખાસ કરીને શિયાળામાં વધુ ખાવામાં આવે છે. જો કે આ સમયગાળા દરમિયાન બજારમાં નકલી બદામ વેચાવાના સમાચાર પણ ખૂબ સાંભળવા મળે છે. ઘણા દુકાનદારો વધુ નફો કમાવવા નકલી બદામ વેચવાનું શરૂ કરે છે, જે ફક્ત તમારા ખિસ્સાને જ ખાલી નથી કરતી સાથે સાથે તેના સેવનથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. બદામ અસલી છે કે નકલી કેવી ઓળખવી ચાલો જાણીયે
બદાલમના રંગ પર ધ્યાન આપો
બદામને સારી દેખાય તે માટે મોટાભાગના દુકાનદારો તેના પર પોલિશ કરી દે છે. આવી સ્થિતિમાં, તમે રંગ પર ધ્યાન આપીને અસલી – નકલીને ઓળખી શકો છો. તમને જણાવી દઈએ કે અસલી બદામનો રંગ બ્રાઉન હોય છે, જ્યારે નકલી બદામનો રંગ પોલિશ કર્યા પછી ઘાટો થઈ જાય છે.

તેમજ જો તમે જોઈને રંગ ઓળખી શકતા નથી, તો 3 થી 4 બદામ લો અને તેને તમારા હાથ પર ઘસો. આમ કર્યા પછી જો બદામનો રંગ નીકળવા લાગે તો સમજવું કે તે નકલી છે. ઉપરાંત 4 થી 5 બદામને થોડા સમય માટે પાણીમાં પલાળી શકો છો. બદામને પાણીમાં રાખવાથી તેની પરની પોલિશ ઓગળવા લાગશે.
બદામને આવી રીતે ચકશો
બદામની ખરીદી કરતી વખતે તમારી સાથે એક કાગળ રાખો, તેની મદદથી તમે અસલી અને નકલી બદામ સરળતાથી ઓળખી શકો છો. આ માટે 3 થી 4 બદામના ટુકડાને લઇ તેને કાગળમાં મૂકો અને તેને હળવા હાથે દબાવીને ભૂંકો કરી લો. જો આ સમય દરમિયાન તમને કાગળ પર બદામનું તેલ દેખાય તો સમજવું કે તે અસલી છે. પરંતુ જો તેમાંથી તેલ નીકળવાને બદલે કાગળ પર રંગ લાગી જાય તો સમજવું કે આવી બદામ નકલી હોઈ શકે છે, જેને પોલિશ કરીને પણ તૈયાર કરવામાં આવે છે.
બદામને ખાઈ સ્વાદ ટેસ્ટ કરો
તમે માત્ર 2 થી 3 બદામનો સ્વાદ ચાખીને જાણી શકો છો. વાસ્તવમાં, નકલી બદામનો સ્વાદ અસલી બદામ કરતાં થોડો વધુ કડવો હોય છે. આ ઉપરાંત, અસલી બદામને પાણીમાં પલાળી રાખવાથી તેની કડવાશ ઓછી થાય છે.

બદામની છાલથી ચકાસો
અસલી બદામને થોડીવાર પાણીમાં પલાળીને રાખ્યા બાદ તેની છાલ ઉતારવી ખૂબ જ સરળ બની જાય છે. આવી સ્થિતિમાં થોડી બદામ લો અને તેને પાણીમાં પલાળી દો. આમ કરવાથી જો બદામમાંથી છાલ સહેલાઈથી નીકળી જાય તો સમજો કે તે અસલી છે, જો તમને છાલ કાઢવામાં મુશ્કેલી પડી રહી હોય તો આવી બદામ ખરીદવાનું ટાળો.





