Aloo Chana Chaat Recipe: આલુ ચણા ચાટ રેસીપી, સાંજના નાસ્તા માટે ટેસ્ટી વાનગી બનાવવાની સરળ રીત

Aloo Chana Chaat Recipe In Gujarati: આલુ ચણા ચાટ પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. ચણા અને બટાક માંથી બનતી ટેસ્ટી વાનગી સાંજે નાસ્તા માટે ઉત્તમ વાનગી છે. અહીં ઘરે આલુ ચણા ચાટ બનાવવાની સરળ રીત આપી છે.

Aloo Chana Chaat Recipe In Gujarati: આલુ ચણા ચાટ પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. ચણા અને બટાક માંથી બનતી ટેસ્ટી વાનગી સાંજે નાસ્તા માટે ઉત્તમ વાનગી છે. અહીં ઘરે આલુ ચણા ચાટ બનાવવાની સરળ રીત આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Aloo Chana Chaat Recipe

Aloo Chana Chaat Recipe: આલુ ચણા ચાટ રેસીપી સાંજના નાસ્તા માટે ટેસ્ટી વાનગી છે. (Photo: Social Media)

Aloo Chana Chaat Recipe In Gujarati: આલુ ચાટ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી બટાકા અને ચણા માંથી બનાવવામાં આવે છે. ભારતમાં મોટાભાગના લોકો મસાલેદાર અને ખારી વસ્તુ ખાવાનું પસંદ કરે છે અને આલુ છોલે ચાટ આના માટે બેસ્ટ છે. જો કે આલુ ચાટ બનાવવા માટે એક દિવસ પહેલા તૈયારી કરવી પડે છે. આ વાનગી બનાવવા માટે રાત્રે ચણા પાણીમાં પલાળવા પડે છે. જો ગ્રીન અને આમલીની ચટણી મિક્સ કરવામાં આવો તો આલુ ચાટ વધુ ટેસ્ટી લાગે છે. આલુ ચાટ સાંજના નાસ્તા માટે ઉત્તમ વાનગી છે. ચાલો જાણીયે આલુ ચાટ બનાવવાની રેસીપી

Advertisment

Aloo Chana Chaat Recipe : આલુ ચણા ચાટ બનાવવાની સામગ્રી

  • રાત્રે ચણા પાણીમાં પલાળી રાખો.
  • કુકરમાં પાણી નાંખી બટાકા અને ચણા બંને સાથે બાફી લો.
  • આ દરમિયાન આમલી ગોળની મીઠી ચટણી બનાવી લો.
  • જો તમને તીખું ખાવું ગમતું હોય તો લીલા મરચા ફુદીનો અને કોથમીરની તીખી ચટણી બનાવી રાખો.
  • ડુંગળી, લીલા મરચા અને ટામેટા ઝીણી સમારીને તૈયાર રાખો
  • જીરાને શેકી પાઉડર બનાવી લો
  • નાયલોન સેવ અને દાડમના દાણા

આલુ ચાટ બનાવવાની રેસીપી

  • આલુ છોલે ચાટ બનાવવા માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરો.
  • તેમા જીરું, તમાલપત્ર અને લાલ મરચાનો તડકો લગાવો
  • હવે ધાણા પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડર મિક્સ કરો.
  • ત્યાર પછી બાફેલા ચણામાં સહેજ મીઠું નાખો પકવો
  • હવે બાફેલા બટાકા મેશ કરી અને પેનમાં ઉમેરો, બધી સામગ્રી બરાબર મિક્સ કરી પકવો.
  • છેલ્લે અમચુર પાઉડર નાંખી સારી રીતે પકવવો.

લીલી ચટણી કેવી રીતે બનાવવી?

લીલી ચટણી બનાવવા માટે લીલા ધાણા, ફુદીનો, લીલા મરચાં અને મીઠું એક સાથે મિક્સરમાં પીસી લો. તમે ઇચ્છો તો તેમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, જેનાથી ચટણીનો સ્વાદ વધુ સારો લાગશે.

Advertisment

આમલી ગોળની મીઠી ચટણીની રેસીપી

મીઠી ચટણી બનાવવા માટે આમલીને ગરમ પાણીમાં ઉકાળો. પછી પાણીમાં આમળી બરાબર મેશ કરીને તેનો રસ કાઢી લો. હવે તેમા લાલ મરચું, રાઈ અને જીરાનો તડકો લગાવો. તેમાં થોડું મીઠું નાખીને આ ચટણી સર્વ કરો.

આલુ છોલે ચાટ રેસીપી

  • એક ડીલમાં ચણાની છોલ ચાટ નાંખો
  • તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં ઉમેરો.
  • તેમા લાલ ચટણી અને લીલી ચટણી ઉમેરો.
  • હવે તેમા લીંબુનો રસ, ઝીણી નાયલોન સેવ અને દાડમના દાણા ઉમેરી સર્વ કરો.
રેસીપી જીવનશૈલી