/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Aloo-Papad.jpg)
બટાકાના પાપડ (તસવીર - સોશિયલ મીડિયા)
Aloo Papad Without Keeping in Sunlight : હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. ઘરમાં પાપડ-ચિપ્સ બનાવવાનો સમયગાળો શરૂ થઈ ગયો હશે. પરંતુ આજકાલ મોટા શહેરોમાં લોકો એપાર્ટમેન્ટ અને ફ્લેટમાં રહે છે. જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યનો તડકો મેળવવો ઘણા લોકો માટે મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં તમારા ફેવરિટ બટાકાના પાપડ કેવી રીતે બનાવશો? આ સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળ છે. જેની મદદથી તમે માત્ર બટાકા જ નહીં પરંતુ સોજી, ચોખા કે સાબુદાણાના પાપડ પણ સુકવી શકો છો.
બટાકાના પાપડને તડકામાં સૂકવ્યા વિના બનાવવાની યુક્તિ
બટાકાના પાપડ બનાવવા માટે એક સુતરાઉ કાપડ લો. જેથી તે સરળતાથી સુકાઈ જાય. હવે આ કપડા પર થોડું તેલ લગાવો. જેથી પાપડ સંપૂર્ણ રીતે ચોંટે નહીં. હવે રાત્રે પાપડ બનાવીને આ સુતરાઉ કાપડની ઉપર પાથરીને પંખો ચલાવીને છોડી દો.
ધ્યાન રાખો કે આ સમય દરમિયાન બારી ખુલી ના રાખવી. રૂમની ગરમી અને પંખાની હવામાં એક રાતમાં પાપડ ખૂબ સારી રીતે સુકાઈ જાય છે. બીજા દિવસે આ પાપડને બહાર કાઢીને વાસણમાં ભેગા કરી ખુલ્લી જગ્યા કે રૂમમાં રાખી મૂકો. માત્ર એક દિવસ બાદ આ પાપડ સારી રીતે સૂકાઈ જશે અને ખાવામાં પણ ક્રિસ્પી બની જશે.
આ પણ વાંચો - ઉનાળાની ગરમીમાં ઘરે જ બનાવો શીખંડ, બહાર જેવો લાગશે ટેસ્ટી
માઇક્રોવેવ કે તવા પર ક્રિસ્પી બનાવો
પાપડમાં ભેજ લાગે તો તેને માઇક્રોવેવમાં એક મિનિટ માટે મુકો અથવા ગરમ તવા પર એક મિનિટ માટે રહેવા દો. જેથી આ પાપડ ક્રિસ્પી બની જાય છે અને તળેલા સમયે ટેસ્ટી લાગે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us