Aman Sehrawat Weight Loss In Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિગ્રા વજન વર્ગ કેટેગરીમાં 13 – 5 થી ડેરીયન ક્રૂઝને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જોકે આ જીત એટલી આસાન નહોતી. વિનેશ ફોગાટ જેમ અમન સેહરાવતના સામે ગેરલાયક ઠરવાનો ભય હતો. જો કે તેણે રાતોરાત આ પડકારને માત આપી પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મેડલની સંખ્યા 6 પર પહોંચાડી દીધી હતી.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં સેમીફાઈનલ મેચ બાદ અમન સેહરાવતનું વજન વધીને લગભગ 61.5 કિલો થઈ ગયું હતું. એટલે કે ફાઇનલમાં રમવા માટે તેનું વજન 4.6 કિલો વધુ હતું. આવી સ્થિતિમાં વિનેશ ફોગાટ જેમ તેને પણ ડિસક્વોલિફાઇ ઠેરવવામાં આવી શકે છે. જોકે અમન સેહરાવતે વર્કઆઉટ અને અમુક ખાસ ટ્રિક્સ અપનાવી માત્ર 10 કલાકમાં જ 4.6 કિગ્રા વજન ઘટાડ્યું હતુ અને મેચ જીતીને બ્રોન્ઝ મેડલ જીત્યો.
અમન સેહરાવત કેવી રીતે વજન ઘટાડ્યું?
અમન સેહરાવતની વજન ઘટાડવાની ટેકનિક વિશે વાત કરતા કોચ વિરેન્દ્ર દહિયાએ એએનઆઈ ને એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, અમન સેહરાવતને આ માટે ઘણો પરસેવો પાડ્યો હતો. અમારી પાસે ફક્ત 10 કલાક હતા અને અમારે આ 10 કલાકમાં તે બધું કરવાનું હતું.
મેટ સેશન
વિરેન્દ્ર દહિયાએ જણાવ્યું હતું કે, વજન પાછું 57 કિલો સુધી લાવવા માટે, સૌથી પહેલા અમન સેહરાવતે તેના બે સિનિયર કોચના માર્ગદર્શન હેઠળ 1.5 કલાક સુધી કુસ્તી કરી હતી.
હોટ-બાથ સેશન
પરસેવો પાડીને ઝડપથી વજન ઘટાડી શકાય છે. આવી સ્થિતિમાં મેટ સેશન બાદ અમન સેહરાવતે 1 કલાક સુધી હોટ બાથ સેશન લીધું હતું.
હવે, જેમ જેમ ઘડિયાળ મધ્યરાત્રિ નજીક આવતી ગઈ તેમ તેમ લડાઈ વધુ તીવ્ર બનતી ગઈ. હોટ-બાથ સેશન લીધા બાદ પણ તેનું વજન કંટ્રોલ થયુ ન હતું.
જીમ
આ પછી અમન સેહરાવત સવારે 12:30 વાગ્યે જિમમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે વધુ પરસેવો પાડીને વજન ઘટાડવા માટે ટ્રેડમિલ પર 1 કલાક નોન સ્ટોપ દોડ્યો હતો.
વરાળ/સોના બાથ
જિમ બાદ અમન સેહરાવત 30 મિનિટનો બ્રેક લીધો હતો અને ત્યાર બાદ 5 – 5 મિનિટના 5 સ્ટીમ/સોના બાથ સેશન લીધા હતા. જો કે આમ કર્યા બાદ પણ તેનું વજન 900 ગ્રામ વધારે હતું.
રનિંગ
આ 900 ગ્રામ ઘટાડવા માટે અમન સેહરાવત ફરી એકવાર ઉઠ્યો અને તેણે 15 – 15 મિનિટના 5 રનિંગ સેશન પૂરા કર્યા.
આ દરમિયાન અમન સેહરાવત નવશેકું પાણીમાં લીંબુ અને મધ આપવામાં આવ્યા હતા, તેમજ તેણે થોડી કોફી પીધી હતી. વજન ઘટાડવા માટે અમન સેહરાવત આખી રાત એક મિનિટ પણ સૂતો ન હતો. આખરે સવારે 4:30 વાગ્યા સુધીમાં તેનું વજન 56.9 કિલો હતું.
આ પણ વાંચો | હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ છે કરોડોની સંપત્તિનો માલિક, વોલ ઓફ ઇન્ડિયા ક્યાંથી કરે છે કમાણી
તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિક 2024 માં અમન સેહરાવતના વજન ઘટાડવા અને મેડલના આ સમગ્ર સમય દરમિયાનમાં ભારતીય કોચ વીરેન્દ્ર દહિયાની સાથે જગમંદર સિંહે પણ ઘણું યોગદાન આપ્યું છે.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)