/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Ambani-Laddu-Recipe-Video.jpg)
Ambani Laddu Recipe Video: અંબાણી લાડુ બનાવવાની રેસીપી. (Photo: @tastebyishikha)
How to Make Ambani Laddu At Home: અંબાણી પરિવાર ભારત અને દુનિયાભરમાં પ્રખ્યાત છે. અંબાણી પરિવારની ફેશન સ્ટાઇલ થી લઇ ખાણીપીણી વિશે જાણવા લોકો ઉત્સુક હોય છે. હાલ અંબાણી લાડુ રેસીપી ઈન્ટરનેટ પર વાયરલ થઇ છે. અંબાણી લાડુ રેસીપીનો વીડિયો બહુ વાયરલ થયો છે. ચાલો જાણીયે અંબાણી લાડુ કેવી રીતે બને છે અને તેમાં શું ખાસ છે.
અંબાણી લાડુ રેસીપીનો વીડિયો વાયરલ
હકીકતમાં, આજકાલ ઇન્ટરનેટ પર અંબાણી લડ્ડુ નામની એક રેસીપી ખૂબ વાયરલ થઇ રહી છે. અંબાણી લાડુ જોઇ લોકોને તે બનાવવાનું અને ખાવાનું મન થઇ રહ્યું છે. ચાલો આ ખાસ અંબાણી લાડુ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જાણયે.
અંબાણી લાડુ બનાવવાની સામગ્રી
- બદામ - 1 કપ
- કાજુ - 1 કપ
- પીસ્તા - 1 કપ
- મખાના - 1 કપ
- પમ્પકીન સીડ - 1 કપ
- કિશમિશ - 1 કપ
- ખજૂર - 1 કપ
- ઘી - જરૂર મુજબ
Ambani Laddu Recipe : અંબાણી લાડુ બનાવવાની રેસીપી
- અંબાણી લાડુ બનાવવા માટે સૌથી પહેલા કાજુસ બદામ, પીસ્ત ચાકુ વડે ઝીણા સમારી લો
- મખાના શેકી લો અને મિક્સરમાં બારીક પાઉડર બનાવી લો
- ખજૂર માંથી ઢળીયા કાઢો અને મિક્સરમાં નાંખી એક પેસ્ટ જેવું બનાવી લો.
- હવે એક કઢાઇમાં થોડું ઘી ગરમ કરો
- ઘી ગરમ થઇ જાય એટલે કાજુ બદામ અને પીસ્તા નાંખો, મધ્યમ આંચ પર બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો
- હવે કઢાઈમાં મખાનાનો પાવડર, કિશમિશ, પમ્પકીન સીડ નાંખો અને બધી સામગ્રી હલાવીને બરાબર
- મિક્સ કરો
- હવે ગેસ બંધ કરી કઢાઇને નીચે ઉતારી લો
- ફરી એક કઢાઈમાં થોડુંક ઘી ગરમ કરો અને તેમા ખજૂરની પેસ્ટ ધીમી આંચ પર શેકી લો
- હવે અગાઉ તૈયાર કરેલો ડ્રાયફ્ટુસનો મસાલો આ કઢાઈમાં નાંખો, બધી સામગ્રી બરાબર મિક્સ કરો
- છેલ્લે તમારા મનપસંદ આકારના લાડુ બનાવો અને ખાઓ
આ રીતે ડ્રાયફુટ્સમાં તૈયાર કરેલા અંબાણી લાડુ ટેસ્ટ અને હેલ્થ માટે શ્રેષ્ઠ છે. આ લાડુમાં બહુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. શિયાળામાં આવા લાડુ ખાવાથી શરીરને ઊર્જા મળે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us