Amla Benefits : આમળા ખાવા પસંદ નથી? આ ટિપ્સ થશે મદદગાર, વેઇટ લોસથી લઈ ડાયાબિટીસમાં આશીર્વાદરૂપ

Amla Benefits : આમળા અનેક સ્વાસ્થ્ય ફાયદા ધરાવે છે,પરંતુ તેના સ્વાદના લીધે અવગણવામાં આવે છે. આ રેસિપી દ્વારા તમે તમારા ડાયટમાં આમળા ઉમેરી શકો છો.જાણો ફાયદા અને ઇઝી રેસિપી

Written by shivani chauhan
Updated : October 03, 2023 11:54 IST
Amla Benefits : આમળા ખાવા પસંદ નથી? આ ટિપ્સ થશે મદદગાર, વેઇટ લોસથી લઈ ડાયાબિટીસમાં આશીર્વાદરૂપ
આમળાના ફાયદા જાણો આમળાની સરળ રેસીપી (અનસ્પ્લેશ)

આમળા સ્વાદે ખાટા હોય છે. તેથી ઘણા લોકો આમળા ખાવનું ટાળે છે. પરંતુ નિષ્ણાતો અનુસાર આમળા પોષકતત્વોનો ભંડાર છે, આમળા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યું હતું કે આમળા ખાવાથી ઘણા ફાયદા થાય છે કારણ કે તે આયર્ન અને વિટામિન સીથી સમૃદ્ધ છે.

એક્સપર્ટે કહ્યું કે, “જો ટેન્ગી ફ્લેવર તમારા તાળવાને અનુરૂપ ન હોય, તો તેને સવારના રસમાં એક ચમચી મધ સાથે ભેળવવાનું અથવા તેના પાઉડર ને સલાડ અને સ્મૂધી પર છાંટવું.”

જેઓને આમળાનો સ્વાદ પસંદ છે તે લોકો મસાલા સાથે અથાણાંવાળા આમળા ભોજનમાં લઇ શકે છે . ” એ તમારા પર છે કે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનું પસંદ કરો છો. ખાતરી કરો કે તે આમળા અસંખ્ય સ્વાસ્થ્ય લાભો ધરાવતા હોવાથી આહારનો એક ભાગ બનાવો.પરંતુ પ્રમાણસર માત્રમાં ચાવીરૂપ છે, તેથી રોજ આમળાનો ટુકડો અથવા તેના રસનો એક નાનો ગ્લાસ પૂરતો હશે.”

આ પણ વાંચો: Navratri 2023 : આ નવરાત્રીમાં ગ્લોઈંગ સ્કિન જોઈએ છે? રોશની ચોપરાની મસાજ ટિપ્સ અપનાવો

આમળા ખાવાના ફાયદા

  • આમળા જઠરાંત્રિય માર્ગને સ્વચ્છ રાખીને સ્વસ્થ આંતરડામાં મદદગાર થાય છે.
  • આ કબજિયાત સહિત સામાન્ય પાચન સમસ્યાઓ અટકાવે છે.
  • આમળાથી એસિડિટી અને અપચોને પણ કંટ્રોલ કરી શકાય છે.
  • સામાન્ય શરદી સામે લડવામાં મદદ કરે છે
  • આમળા કેન્સરની બીમારીમાં આશીર્વાદરૂપ સાબિત થાય છે.
  • કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે
  • વજન ઘટાડવામાં મદદ કરે છે
  • આમળા ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવમાં મદદ કરે છે.
  • એક ગ્લાસ ગરમ પાણી સાથે અડધી ચમચી આમળા પાવડર થોડી રાહત આપી શકે છે.

આ રીતે કરો સેવન

કોઈ તેને કાચા, અથાણાંના સ્વરૂપમાં, સૂકા પાવડર તરીકે અથવા ઘરે બનાવેલા મીઠાઈના રૂપમાં ખાઈ શકે છે.

ન્યુટ્રિશનિસ્ટ જુહી કપૂરે પણ અમુક રીતો દર્શાવી છે જેમાં આમળાને ડાયટમાં સામેલ કરી શકાય છે. સલાડ , રાયતા, ચટણી અથવા અથાણાંમાં ઉમેરો અથવા પાવડર અથવા રસ તરીકે ઉપયોગ કરો,”

તાજા આમળા અને કોથમીરના સાથે તૈયાર કરેલી સ્વાદિષ્ટ ધાણા આમળાની ચટણીની રેસીપી શેર કરી.અહીં જાણો,

આ પણ વાંચો: Health Tips : સ્વાસ્થ્ય માટે આદુનો આ ઉપાય અજમાવો, પેટનું ફૂલવું,અપચો જેવી સમસ્યામાં મળશે રાહત

સામગ્રી

  • 2 કપ – કોથમીર
  • 6 નંગ – આમળા
  • 2 નંગ – લાલ મરચાં
  • 1 ટીસ્પૂન – જીરું
  • 1 ટીસ્પૂન – મીઠું (સ્વાદ મુજબ)
  • 2 ચમચી – મગફળીનું
  • પાણી જરૂર મુજબ

મેથડ :

એક મિક્સર જારમાં, બધી સામગ્રીને સ્મૂધ કરવા માટે પલ્સ કરો.એર ટાઈટ ગ્લાસ કન્ટેનરમાં સ્ટોર કરો.

કેટલા સમય સુધી સ્ટોર કરી શકાય?શરીર માટે અનેક રીતે ઉપયોગી આમળાને સાચવવા પણ એટલા જ સહેલા અને સરળ છે. આમળાને સુકવીને એનો પાવડર બનાવી શકાય છે. લગભગ એક અઠવાડિયા માટે તેને સ્ટોર કરી શકો છો.

મિશ્રણમાં મગફળી શા માટે ઉમેરો?આમળા સ્વાદે તુરા હોય છે. ઘણા લોકોને આ ખાવ પસંદ નથી હોતા પરંતુ એ માટે તમે મગફળીનો ઉપયોગ કરી શકો છો. આમળા સાથે મગફળી પાવડર ભેળવી આમળાના તૂરા સ્વાદને ઘટાડવામાં મદદ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ