આમળા કેન્ડી રેસીપી, જાણો શિયાળામાં આમળા ખાવાના ફાયદા

Amla Candy Recipe | આમળામાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ કેન્ડી પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત, એસિડિટી દૂર કરવામાં મદદરૂપ છે. અહીં જાણો આમળા કેન્ડી રેસીપી

Written by shivani chauhan
November 02, 2024 09:55 IST
આમળા કેન્ડી રેસીપી, જાણો શિયાળામાં આમળા ખાવાના ફાયદા
આમળા કેન્ડી રેસીપી, જાણો શિયાળામાં આમળા ખાવાના ફાયદા

Amla Candy Recipe | આમળા (Amla) સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી ગણવામાં આવે છે તે સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે કારણ કે આમળા વિટામિન સી અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો તમે પણ આમળાના સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ફાયદા મેળવવા માંગતા હોવ તો આમળાની કેન્ડી બનાવવી એ એક ઉત્તમ વિકલ્પ છે. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ભાવે છે અને તેને બનાવવી ખૂબ જ સરળ છે. જાણો આમળા કેન્ડી રેસીપી (Amla Candy Recipe)

આમળા કેન્ડી રેસીપી (Amla Candy Recipe)

સામગ્રી

  • 500 ગ્રામ તાજા આમળા
  • 1 ચમચી બ્લેક સોલ્ટ (કાળું મીઠું)
  • 200 ગ્રામ ખાંડ (સ્વાદ મુજબ)
  • 1 ટીસ્પૂન એલચી પાવડર
  • 1 ચમચી સૂકું આદુ

આ પણ વાંચો: Diwali Detox Drink : દિવાળી ડિટોક્સ ડ્રિંક પીવો, બર્ન થઇ જશે બધી કેલરી અને ચરબી

આમળા કેન્ડી રેસીપી (Amla Candy Recipe)

  • આમળાને ધોઈ લો, તેને નાના ટુકડા કરો અને બીજ કાઢી લો.એક પેનમાં પાણી ગરમ કરો અને તેમાં આમળાના ટુકડા ઉમેરો. તેમને 5-10 મિનિટ માટે ઉકાળો જેથી તેઓ નરમ થઈ જાય.
  • બાફેલ આમળાને ગાળીને પાણી કાઢી લો. તેમને એક મોટા બાઉલમાં મૂકો અને તેમાં ખાંડ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને 2-3 કલાક માટે મૂકી દો જેથી ખાંડ સારી રીતે ઓગળી જાય.
  • આમળાના મિશ્રણને એકથી બે દિવસ તડકામાં સૂકવી દો. આ પ્રક્રિયા કેન્ડીને સૂકવવામાં અને સખત કરવામાં મદદ કરશે.
  • સુકાઈ ગયા પછી તેમાં બ્લેક સોલ્ટ, ઈલાયચી પાવડર અને સૂકા આદુ પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
  • તૈયાર કરેલી આમળા કેન્ડીને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. તેને 6 મહિના સુધી સરળતાથી સ્ટોર કરી શકાય છે.

આ પણ વાંચો: Health Benefits Of Curd: દહીં ખાવાથી વજન વધી શકે છે? જાણો વેટ લોસ માટે દહીંનું સેવન કેવી રીતે કરવું

આમળાના ફાયદા (Amla Benefits)

  • આમળામાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
  • આ કેન્ડી પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત, એસિડિટી દૂર કરવામાં મદદરૂપ છે.
  • આમળા વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે, આ કેન્ડી તેમને પોષણ આપે છે.
  • ખાંડનું પ્રમાણ ઘટાડીને બનાવેલી આમળા કેન્ડી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • આમળામાં કેલ્શિયમ પણ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • હોમમેઇડ આમળા કેન્ડી એ હેલ્ધી અને ટેસ્ટી વિકલ્પ છે. તેને બનાવવાની પ્રક્રિયા સરળ છે અને તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ