Amla Benefits: દરરોજ એક બાફેલા આમળાના સેવનથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? જાણો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી

Steamed Amla Health Benefits: ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ કાવ્યા નાયડુએ કહ્યું કે જો આમળાને બાફીને સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. દરરોજ એક બાફેલા આમળાનું સેવન કરવાથી શરીરમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

Written by Ajay Saroya
January 16, 2024 22:44 IST
Amla Benefits: દરરોજ એક બાફેલા આમળાના સેવનથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? જાણો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી
આમળામાં અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે અને તેના સેવનથી સ્કીન - હેર સહિત સમગ્ર શરીરની તંદુરસ્તી પર અદભૂત થાય છે. (photo- Freepik)

Steamed Amla Health Benefits: આમળા એક જાદુઈ ચીજ છે જેનો ઉપયોગ સદીઓથી ઔષધિ તરીકે કરવામાં આવે છે. આમળા પૌષ્ટિક છે અને તેનું અથાણું, રસ, કેન્ડી, પાવડર અને ચટણીના રૂપમાં સેવન કરવામાં આવે છે. આમળામાં વિટામીન સી, વિટામીન એ, પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. લોકો મોટાભાગે આમળાનું કાચા અને મીઠાઈના રૂપમાં સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આમળાને બાફીને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો થાય છે.

ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ કાવ્યા નાયડુએ કહ્યું કે જો આમળાને સ્ટીમ કરીનેને સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે દરરોજ એક બાફેલા આમળાનું સેવન કરવામાં આવે તો શરીરમાં અદભૂત પોઝિટિવ ફેરફાર જોવા મળશે. આમળાને વરાળમાં બાફવાથી તેમાં વિટામીન સી સુરક્ષિત રહે છે, જે એક શક્તિશાળી એન્ટિઓક્સિડેન્ટ છે. વિટામીન સીનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. આમળાનું સેવન સ્કીનથી લઇ વાળ માટે સારું હોય છે.

બાફ્યા પછી આમળાનું સેવન કરવાથી તેના એન્ટીઑકિસડન્ટ ગુણો જળવાઈ રહે છે જે ઓક્સિડેટીવ તાણ ઘટાડવા અને ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપવા માટે દવાની જેમ કામ કરે છે. ડૉ. નાયડુના જણાવ્યા અનુસાર, બાફેલા આમળાનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે અને મેટાબોલિઝમ પણ સુધરે છે. દરરોજ બાફેલા આમળાનું સેવન કરવાથી મળને ઢીલું કરવામાં અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે બાફેલા આમળાના સેવનથી શરીરને શું ફાયદા થઈ શકે છે.

વાળ અને સ્કીન ચમકદાર બનશે

જિન્દલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટના ચીફ ડાયેટિશિયન સુષ્મા પીએસએ જણાવ્યું હતું કે બાફેલા આમળાનું સેવન વાળ અને સ્કીનને ચમકદાર બનાવવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આમળામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન ફ્રી મુક્ત રેડિકલ સામે લડે છે, કોલેજન ઉત્પન્ન કરે છે અને સ્કીને તંદુરસ્ત બનાવે છે. નિયમિત સેવનથી ત્વચામાં કુદરતી ચમક આવે છે અને સ્કીનનું સ્ટ્રક્ચર પણ સુધારી શકાય છે.

ખરાબ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરે છે અને હૃદયને તંદુરસ્ત રાખશે

રોજ બાફેલા આમળાનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને હૃદયની તંદુરસ્તી જાળવી રાખે છે. ખરાબ કોલેસ્ટ્રોલ (LDS) ના વધતા લેવલને કારણે હૃદય સંબંધિત રોગો થાય છે.

બ્લડ સુગરને કંટ્રોલ કરશે

રોજ બાફેલા આમળાનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ પણ સામાન્ય રહે છે. આમળાને બાફવાથી આમળામાં હાજર સક્રિય સંયોજનોને સાચવવામાં મદદ મળે છે. આમળાનું સેવન બ્લડ સુગરને સામાન્ય રાખે છે.

સોજો દૂર કરવામાં મદદરૂપ

હેલ્થ એક્સપર્ટ્સના મતે જો આમળાને રોજ બાફીને સેવન કરવામાં આવે તો તે શરીરના સોજામાં રાહત આપે છે. આમળામાં બળતરા વિરોધી ગુણ હોય છે જે સોજો ઓછો કરે છે.

આંખનું તેજી વધશે

આમળાનું સેવન કરવાથી આંખોનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. વિટામિન સીથી ભરપૂર બાફેલા આમળાનું સેવન કરવાથી આંખોનું તેજ સુધરે છે અને આંખો સ્વસ્થ રહે છે.

આ પણ વાંચો | સફરજન કે સંતરા? ડાયાબિટીસ અને બ્લડ સુગર કન્ટ્રોલમાં રાખવા ક્યા ફળનું સેવન કરવું? જાણો

વજન ઘટાડવામાં પણ અસરકારક

હેલ્થ એક્સપર્ટ્સના મતે બાફેલા આમળાનું સેવન કરવાથી શરીરનું વજન પણ નિયંત્રણમાં રહે છે. આમળામાં હાજર પ્રોટીન ખાવાની લાલસાને નિયંત્રિત કરે છે, જેનાથી વજન વધવાનું જોખમ ઘટે છે. તમે વધુ પડતી ભૂખને કાબૂમાં રાખીને વજન ઘટાડી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ