Amla Launji Recipe : આમળા શિયાળામાં ખાવા જ જોઈએ. આ સુપરફૂડ શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવાથી લઇને વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. આમળામાંથી ઘણી બધી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. કોઈ આમળાનો જ્યૂસપીવે છે, તો કોઈ તેનું અથાણું તૈયાર કરે છે. શિયાળામાં તમે આમળામાંથી ખૂબ જ સ્વાદિષ્ટ લૌંજી પણ બનાવી શકો છો.
આમળા લૌંજી રેસીપી સામગ્રી
- આમળા – 250 ગ્રામ
- લીલા મરચાં – 2 થી 3 બારીક સમારેલા લાલ
- લાલ મરચું પાવડર – 1 નાની ચમચી
- હળદર પાવડર – 1/4 નાની ચમચી
- તેલ – જરુર પ્રમાણે
- હીંગ – 1 ચપટી
- કોથમીર – 2 ચમચી
- વરિયાળી – 1 ચમચી
- રાઇ – 1 નાની ચમચી
- મીઠું સ્વાદ મુજબ
આ પણ વાંચો – દૂધીનો હલવો આવી રીતે બનાવો, એકદમ ટેસ્ટી બનશે
આમળા લૌંજી બનાવવાની રીત
આમળાની લૌંજી બનાવવા માટે સૌ પહેલા લૌંજીને ધોઈને પ્રેશર કુકરમાં 2-3 સીટી વાગે ત્યાં સુધી ઉકાળો. આ પછી તેને બહાર કાઢો અને ઠંડા થવા દો. પછી તેના ઠળીયાને અલગ કરો. આમળાને મેશ કરો. ત્યારબાદ એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ, જીરું, લીલા મરચાં અને કોથમીર ઉમેરો. આ પછી મેશ કરેલા આમળા ઉમેરો. આ સમયે ગેસને ધીમો કરી દો. પછી એક પછી એક જરૂરી તમામ મસાલા ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી લો. જ્યારે આમળા તેલ છોડવાનું શરૂ કરે છે ત્યારે સમજો કે તમારી લૌંજી તૈયાર છે. તમે તેમાં ખાંડ અને મીઠું પણ ઉમેરી શકો છો.





