Anant Ambani Radhika Merchant Wedding Card: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. હાલ અનંત અને રાધિકાનું ઈટલીમાં બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. 4 દિવસની આ ક્રેઝ પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ છે. આ દરમિયાન હવે રાધિકા અને અનંતની લગ્ન કંકોત્રી એટલે કે વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. અનંત અને રાધિકાનું વેડિંગ કાર્ડ ખુબ જ સ્પેશિયલ છે. જેમા પાણીગ્રહણથી લઇ રિસેપ્શન અને ડ્રેસ કોડ સુધીની વિગત છે.
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી લગ્ન કંકોત્રી (Anant Ambani Radhika Merchant Wedding Card)
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના નામનું એક વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે, જેમાં તેમના લગ્નની તમામ વિગતો લખવામાં આવી છે. લગ્નના ફેરા થી લઈ રિસેપ્શન અને ડ્રેસ કોડ સુધીની વિગતનો ઉલ્લેખ છે. લગ્ન કંકોત્રીની વિગત અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઇના રોજ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સાત ફેરા લેવા જઇ રહ્યું છે. આ ગ્રાન્ડ મેરેજ લગ્ન હિન્દુ રીતિ-રિવાજ મુજબ થશે. આ કપલના મેરેજ ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું 3 દિવસ મેસેજ ફંક્શન (Anant Ambani Radhika Merchant Wedding Functions)
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની લગ્ન તારીખ (Anant Ambani Radhika Merchant Wedding Date)
12 જુલાઈના રોજ અનંત અને રાધિકાના શુભ લગ્ન થશે, જેમાં મહેમાનોએ ભારતીય ટ્રેડિશનલ વસ્ત્રો પહેરીને આવવાનું રહેશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ને શુભ આશીર્વાદ (Anant Ambani Radhika Merchant Wedding Shubh Aashirwad)
લગ્નના એક દિવસ બાદ ૧3 જુલાઈનો દિવસ અનંત અને રાધિકા ને શુભ આશીર્વાદ આપવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દિવસે મહેમાનો નવ દંપત્તિને લગ્નજીવનના શુભ આશીર્વાદ મળશે. આ મેરેજ ફંક્શન માટે ભારતીય ફોર્મલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ રિસ્પેશન (Anant Ambani Radhika Merchant Wedding Reception)
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નોત્સવના છેલ્લા દિવસ એટલે કે 14 જુલાઇના રોજ ગ્રાન્ડ મેરેજ રિસ્પેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાન્ડ રિસ્પેશન માટે મહેમાનો માટે ઈન્ડિયન શીક ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ જિયો વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી ચાલવાનો છે. અંબાણી પરિવારની લગ્ન કંકોત્રી વાયરલ થઇ ગઇ છે ત્યારે ચાહકો અનંત અને રાધિકાને વરવધૂના રૂપમાં જોવા માટે ઉત્સુક બન્યા છે.
આ પણ વાંચો | આ ખાસ થીમથી અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચેન્ટનું આઉટફિટ તૈયાર, જુઓ પહેલી ઝલક
અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ ક્રૂઝ પાર્ટી (Anant Ambani Radhika Merchant Pre Wedding)
હાલ અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ ની ઇટાલીમાં ચાલી રહેલી ક્રુઝ પાર્ટી ચર્ચામાં છે. આ કપલની બીજી પ્રી-વેડિંગ પાર્ટી છે. તેમાં શાહરુખ ખાન, રણવીર સિંહ, જાન્હવી કપૂર, અનન્યા પાંડે, ઓરી સહિત ઘણા સેલિબ્રિટી પાર્ટીને મજેદાર બનાવી રહ્યાં છે. તમને જણાવી દઇયે કે, થોડાક મહિના અગાઉ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ પાર્ટી જામનગરમાં તેમના હોમટાઉનમાં યોજાઈ હતી, જેમા દેશ અને વિદેશની પ્રખ્યાત વ્યક્તિઓ, ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. ઉપરાંત આ કાર્યક્રમમાં અંબાણી પરિવારે ગામના લોકો માટે જમણવાર અને ડાયરાનું પણ આયોજન કર્યુ હતુ. અંબાણીનું જામનગરમાં પ્રિ વેડિંગ સેલિબ્રેશન ત્રણ દિવસ સુધી ચાલ્યું હતુ.