અનંત અંબાણીનું વજન સ્ટીરોઈડના સેવનથી વધ્યું; જાણો સ્ટીરોઈડ કઇ બીમારીમાં વપરાય છે અને શરીર માટે કેટલું નુકસાનકારક છે

Anant Ambani Radhika Merchant wedding : અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવાના છે. નીતા અંબાણીએ અનંત અંબાણીનું વજન વધવાના કારણ અને સ્વાસ્થ્ય વિશે મોટી વાત જણાવી છે.

Written by Ajay Saroya
February 28, 2024 19:27 IST
અનંત અંબાણીનું વજન સ્ટીરોઈડના સેવનથી વધ્યું; જાણો સ્ટીરોઈડ કઇ બીમારીમાં વપરાય છે અને શરીર માટે કેટલું નુકસાનકારક છે
Anant Ambani : અનંત અંબાણી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર છે. (Photo - anantambaniiii Insta)

Anant Ambani Radhika Merchant wedding : મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવાના છે. અનંત અને રાધિકાના પ્રી – વેડિંગ સેલિબ્રેશનને લઇ જામનગર ખાતે પુરજોશમાં તૈયારીો ચાલી રહી છે. થોડાક દિવસ અગાઉ નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણીના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી.

અનંત અંબાણીનું વજન કેમ વધ્યું?

તેમણે કહ્યું કે, અનંત બાળપણથી જ બીમાર છે. બાળપણથી જ તે સ્થૂળતા અને અસ્થમા જેવી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યો છે. અસ્થમાની સારવા માટે અનંતને વધારે પ્રમાણમાં સ્ટીરોઈડનું સેવન કરવું પડ્યુ હતુ, જેના કારણે અનંતનું વજન બહુ જ વધી ગયું. અનંત અંબાણી નાનપણથી જ અસ્થમાથી પીડિત છે, જેની સારવાર માટે તેમને બાળપણથી જ સ્ટેરોઈડ આપવામાં આવે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે સ્ટીરોઈડ શું છે અને કઇ બીમારીની સારવારમાં તેનો ઉપયોગ થાય છે. તમને જણાવી દઇયે કે મુકેશ અંબણી ને ત્રણ સંતાન છે – આકાશ અંબાણી અને ઈશા અંબાણી બંને જુડવા ભાઈબહેન છે. તો અનંત અંબાણી સૌથી નાનો પુત્ર છે.

Anant Ambani Radhika Merchant Pre wedding celebrations in jamnagar gujarati news
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રિ વેડિંગ સેલિબ્રેશ : Anant Ambani Radhika Merchant Pre wedding celebrations in jamnagar

સ્ટીરોઈડ કેટલા પ્રકારના હોય છે?

સ્ટીરોઈડ 3 પ્રકારના હોય છે – (1) ટેબ્લેટ, (2) સિરપ અને (3) લિક્વિડ. સ્ટીરોઈડ એ એક પ્રકારનું હોર્મોન છે જે શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. સ્ટીરોઈડ દવાઓ કુદરતી હોર્મોન્સનું કૃત્રિમ સ્વરૂપ છે જેનો ઉપયોગ વિવિધ બીમારી – રોગની સારવાર માટે થાય છે. રોગોની સારવાર માટે વપરાતી દવાઓના પ્રકારને કોર્ટિકોસ્ટેરોઈડ્સ કહેવામાં આવે છે.

સ્ટીરોઈડ જેવા કોર્ટિકોસ્ટેરોઈડ્સનું સેવન કરવાથી ઝડપથી વજન વધી શકે છે. આ દવાઓ ખાવાની તૃષ્ણાને વધારે છે જેના કારણે દર્દીને વધુ ભૂખ લાગે છે. આ સ્થિતિમાં દર્દી કેલેરી બર્ન કરતાં વધુ કેલરીનું સેવન કરે છે. ઉપરાંત કોર્ટિકોસ્ટેરોઈડ્સના સેવનથી મેટાબોલિઝમ પણ બદલાઈ શકે છે. આ દવાના સેવનથી શરીરમાં ચરબી જમા થાય છે અને સ્નાયુઓમાં પ્રોટીનનું શોષણ બંધ થઈ શકે છે, જેના કારણે શરીરમાં ચરબી વધે છે.

સ્ટીરોઈડના સેવનની સૌથી વધુ અસર ચહેરા, પેટ અને પીઠ જેવા શરીરના કેટલાક અંગો પર જોવા મળે છે, જેનાથી વજન વધવા લાગે છે. લાંબા ગાળાના સ્ટીરોઈડનો ઉપયોગ વજનમાં વધારો અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે. દેશ અને દુનિયામાં ખેલાડીઓ અને બોડી બિલ્ડરો સ્ટીરોઈડનો દુરુપયોગ કરી રહ્યા છે.

એપોલો હોસ્પિટલના કન્સલ્ટન્ટ, ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોન સ્પેશિયાલિસ્ટ ડૉ. બી. રાયના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી સ્ટીરોઈડ લેવાથી મેદસ્વીતા વધે છે અને હાડકાં નબળાં થવા લાગે છે. હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યું કે ડોક્ટરો ઘણીવાર પેઈનકિલર સાથે સ્ટેરોઈડ મિક્સ કરે છે, જે હેલ્થ માટે નુકસાનકારક છે. હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે સ્ટીરોઇડના વધારે સેવનથી શરીરમાં કઇ કઇ સમસ્યાઓ ઉભી થાય છે અને તેના વપરાશને કેવી રીતે નિંયત્રિત કરી શકાય છે.

Anant Ambani Radhika Merchant Pre wedding celebrations in jamnagar gujarati news
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રિ વેડિંગ સેલિબ્રેશ : Anant Ambani Radhika Merchant Pre wedding celebrations in jamnagar

સ્ટીરોઇડની આડ અસર

  • કોવિડ-19 દરમિયાન દર્દીઓની સારવાર માટે ડોકટરો સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ કર્યો છે. તેના વધુ પડતા સેવનથી બીપી વધી શકે છે.
  • હાડકાં નબળાં થવા લાગે છે.
  • ડાયાબિટીસનું જોખમ વધે છે
  • સ્ટ્રેટ્સ વધવા લાગે છે અને ડિપ્રેશનનું જોખમ પણ વધી જાય છે.
  • કોલેસ્ટ્રોલ લેવલ વધે છે જેના કારણે હ્રદય રોગનો ખતરો વધી જાય છે.
  • ગેસની સમસ્યા થાય છે
  • પગની માંસપેશીઓ નબળી પડવા લાગે છે જેના કારણે બેસવા – ઉઠવામાં તકલીફ થાય છે.
  • સ્ટીરોઈડના વધુ પડતા સેવનથી ગાલ પર સોજો આવવા લાગે છે અને દાંત બહાર આવવા લાગે છે.
  • સ્ક્રીન પર સ્ટ્રેચ માર્ક્સ દેખાવા લાગે છે.
  • વ્યક્તિ જેટલા વધુ સ્ટીરોઈડ લે છે, તેના હૃદયને વધુ નુકસાન થાય છે.
  • સ્ટીરોઇડ્સનું વધુ પડતું સેવન રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને બીમાર થવાનું જોખમ વધારી શકે છે.

આ પણ વાંચો | અનંત અંબાણી રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માં 2500 થી વધુ વાનગીઓ પીરસાશે

સ્ટીરોઈડનું સેવન કરતી વધતે આ બાબત ધ્યાનમાં રાખો

  • સ્ટીરોઇડનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે, દુખાવો ઓછો થાય છે અને વ્યક્તિ ફિટ અનુભવે છે.
  • જો તમે સ્ટીરોઇડનું વધુ પડતું સેવન કરો છો, તો તમારા આહારમાં કેલ્શિયમની માત્રા વધારવી અને દરરોજ સવારે ઓછામાં ઓછા અડધો કલાક તડકામાં ચાલો.
  • જો તમે સ્ટીરોઇડનું સેવન કરો છો અને તમારી હેલ્થ ને તેની આડઅસરોથી બચાવવા માંગતા હોવ તો તમારા ડાયટમાં થોડોક ફેરફાર કરો. તમારા આહારમાં કેક, પાઈ, કૂકીઝ, જામ, મધ, ચિપ્સ, બ્રેડ, કેન્ડી અને હાઈ પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાનું ટાળો. તે બ્લડ સુગરને ઓછું રાખવામાં મદદ કરે છે.
  • સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટ્રોલ મર્યાદિત કરો. લીન મીટ અને માછલીનું સેવન કરો.
  • તમે પોટેશિયમ યુક્ત ખાદ્ય ચીજ જેવી કે, જરદાળુ, શેકેલા બટાકા, કેળા, તરબૂચ, ખજૂર, ગ્રેપફ્રૂટ, લીમા બીન્સ, દૂધ, નારંગીનો રસ, દ્રાક્ષનો રસ, કિસમિસ, પાલક, પાકા બાફેલા ટામેટાં, ટામેટાંનો રસ અને દહીં જેવા પોષ્ટિક ખાદ્યચીજોનો ડાયટમાં સમાવેશ કરી શકો છો.
  • સ્ટીરોઈડના સેવનથી ભૂખ વધે છે, આવી સ્થિતિમાં તમારે નિયમિત અંતરે હાઈ પ્રોટીન અને લો કાર્બોહાઈડ્રેટ ફૂડનું સેવન કરવું જોઈએ.
  • તાજા ફળો અને શાકભાજીના રૂપમાં કાર્બોહાઇડ્રેટ ખાઓ.
  • શરીરમાં કેલરી બર્ન કરવા માટે તમારે ચાલવું જોઈએ, યોગ કરવું જોઈએ અને ધ્યાન કરવું જોઈએ. અમુક કસરત
  • કરવાથી તમે તમારા શરીર પર સ્ટીરોઇડ્સની આડઅસર ઘટાડી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ