અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા (Radhika Merchant) ની સેરેમનીની ભવ્ય ઉજવણી થઇ રહી છે. આ ઈવેન્ટ કોઈ શાહી ઈવેન્ટથી ઓછી ન ગણી શકાય. બધી સેરેમનીમાં કપડા, ડેકોરેશનથી લઈને મહેમાનો માટે ટ્રેડિશનલ ફૂડના સ્વાદની મજા પણ અલગ છે.
અહેવાલો અનુસાર, આ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટમાં આવેલા મહેમાનોને વારાણસીના પ્રખ્યાત ‘કાશી ચાટ ભંડાર’ દ્વારા પીરસવામાં આવતા પ્રસિદ્ધ ચાટ સર્વ કરવામાં આવશે, જે ઉજવણીમાં પવિત્ર શહેરની સ્ટ્રીટ ફૂડ કલ્ચર યાદ અપાવશે. તમે સ્વાદથી ભરપુર અને ચટાકેદાર ચાટનો ઉદભવ ક્યાંથી થયો તે જાણો છો? નહિ તો અહીં વાંચો

આ પણ વાંચો: ઇન્દોરી પૌંઆ માં શું છે ખાસ? જાણો રેસીપી અને સમજો કે તે નોર્મલ પૌંઆથી કેવી રીતે અલગ છે
‘ચાટ’ નો ઉદભવ
રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટના જણાવ્યા અનુસાર, “મુઘલ યુગ દરમિયાન, જ્યારે શાહજહાં શાસક હતા, ત્યારે કોલેરાની બીમારીના લીધે ઘણી તબાહી મચી હતી. કોર્ટના હકીમ, હકીમ અલીએ ખોરાકમાં બેક્ટેરિયાને જાળવી રાખવા માટે મીઠું, ખાંડ અને મસાલા વધુ હોય તેવી વાનગીઓ બનાવવાનું સૂચન કર્યું હતું. આનાથી ‘ચાટ’ નો ઉદભવ થયો.”
વારાણસીની ચાટ આટલી ખાસ કેમ છે?
વારાણસીના ચાટ, ખાસ કરીને કાશી ચાટ ભંડારથી, 50 વર્ષથી તેમનો વારસો છે, તેમની પરંપરાગત વાનગીઓ, પેઢીઓથી આવતી અને તાજા શાકભાજી, મસાલા જેવી સામગ્રીના ઉપયોગને કારણે યુનિક છે. શહેરના ચાટ વિક્રેતાઓએ સદીઓથી એકધારી ચાટ બનાવે છે. એક અલગ સ્વાદ પ્રોફાઇલ જે ટેન્ગીનેસ, મીઠાશ અને મસાલેદારતાને મિશ્રિત કરે છે. પરંપરાગત વાનગીઓનું આ અનોખું સંયોજન,સામગ્રી કાશી ચાટ ભંડારની ચાટને વારાણસીની રાંધણ ઓળખનું મુખ્ય સ્થાન બનાવ્યું છે.
ફૂડમાં સાંસ્કૃતિક અને ધાર્મિક અસર મુખ્ય ભૂમિકા ભજવે છે કારણ કે ત્યાં કૃષ્ણના ભક્તોથી છે જેમણે ડેરી અને ડેરી પ્રોડક્ટસને લોકપ્રિય બનાવ્યા છે, તેથી વારાણસીમાં સમગ્ર ચાટમાં ઘી અને દહીંનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. જોકે ઘી ચાટને અલગ બનાવે છે. વારાણસીમાં પીરસવામાં આવતી ચાટ ગરમ અને સ્વાદથી ભરપૂર હોય છે.
આ પણ વાંચો: Health Tips: શું તમારા ખાદ્ય તેલમાં ઝેર છે? અમેરિકામાં ભારતીયોના મનપસંદ તેલ પર પ્રતિબંધ, જાણો કારણ
અંબાણી લગ્નમાં અલગ અલગ લોકપ્રિય ચાટમાં મુખ્ય સામગ્રી :
શેફ દીક્ષિતે અંબાણી લગ્નમાં પીરસવામાં આવનારી લોકપ્રિય વારાણસી ચાટ વિષે જણાવ્યું,
- ટિક્કી: બાફેલા બટેટા, ડુંગળી, લસણ, આદુ અને મસાલા વડે બનાવેલ ક્રિસ્પી બટાકાની પેટીસ, આમલીની ચટણી અને દહીં સાથે પીરસવામાં આવે છે.
- ટામેટા ચાટ: ડુંગળી સાથે મિશ્રિત તાજા ટામેટાં, લસણ, આદુ અને મસાલા, ટેન્ગી આમલીની ચટણી અને ક્રિસ્પી સેવ સાથે પીરસવામાં આવે છે.
- પાલક ચાટ: લસણ, આદુ અને મસાલા સાથે રાંધવામાં આવેલી પાલકની પ્યુરી, ક્રિસ્પી તળેલી બ્રેડ અને દહીંના ગોળ સાથે પીરસવામાં આવે છે.
- ચણા કચોરી: ડુંગળી, લસણ, આદુ અને મસાલાના મિશ્રણથી બનેલી મસાલેદાર ચણાની કરીથી ભરપૂર તળેલી કચોરી પીરસવામાં આવે છે.
શું ધ્યાન રાખી શકાય?
બનારસી ચાટ પીરસતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખી શકાય છે. લોકોને વારાણસીનો ઓથેન્ટિક સ્વાદ આપવા માટે કુલ્હડ અથવા બાટી જેવા નાના માટીના વાસણોમાં ચાટ સર્વ કરી શકાય છે.





