Diwali Sweet Recipe : દિવાળી પર માવા કે મેંદા વગર ચોખાના લોટ માંથી બનાવો બનારસની પ્રખ્યાત મીઠાઇ, 15 દિવસ સુધી ફ્રેશ રહેશે

Diwali Sweet Anaras Recipe In Gujarati : દિવાળી માટે ઘરે જ મીઠાઇ બનાવી શકાય છે. અહીં મેંદા અને માવા વગર ચોખાના લોટ માંથી બનારસની પ્રખ્યાત અનરસા મીઠાઇ બનાવવાની રીત જણાવી છે. આ પરંપરાગત મીઠાઇ 10 થી 15 દિવસ સુધી ફ્રેશ રહે છે.

Written by Ajay Saroya
October 10, 2025 15:53 IST
Diwali Sweet Recipe : દિવાળી પર માવા કે મેંદા વગર ચોખાના લોટ માંથી બનાવો બનારસની પ્રખ્યાત મીઠાઇ, 15 દિવસ સુધી ફ્રેશ રહેશે
Instant Anarsa Recipe In Gujarati : અનરસા મીઠાઇ બનાવવાની રીત. (Photo: Social Media)

Instant Anarsa Recipe Diwali Sweet In Gujarati : દિવાળી પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. દિવાળી પર દિવા પ્રગટાવી ઘરને પ્રકાશિત કરવામાં આવે છે. દિવાળી પર ઘરે વિવિધ પકવાનો બને છે અને મહેમાનોને પિરસાય છે. આજના સમયમાં બજારની મીઠાઇમાં ભેળસેળ થવાનું જોખમ રહે છે. આવી મીઠાઇ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. આથી ઘરે જ દિવાળી માટે મીઠાઇ બનાવવી જોઇએ. અહીં માવો કે મેંદા વગર બનારસની પ્રખ્યાત અનરસા મીઠાઇ બનાવવાની રેસીપી આપી છે. ઓછી સામગ્રીમાં બનતી દેશી સ્વાદિષ્ટ મીઠાઇ ઘરે બનાવવાની ટ્રાય કરવી જોઇએ.

અનરસા બનાવવા માટે સામગ્રી

  • ચોખાનો લોટ – 1 કપ
  • ઘઉંનો લોટ – 1/4 કપ
  • એલચી પાઉડર – 1/2 કપ
  • પાણી – 3/2 કપ
  • સફેદ તલ – 1/2 કપ
  • તેલ – તળવા માટે

Anarsa Recipe In Gujarati : અનરસા મીઠાઇ બનાવવાની રીત

  • અનરસા મીઠાઇ બનાવવા માટે સૌથી મહત્વની ચીજ છે ચોખા. અનરસા મીઠાઇ બનાવવા ગમે તે ચોખા વાપરી શકાય છે.
  • હકીકતમા જાડા ચોખાના લોટ માંથી બનેલા અનરસા વધુ સ્વાદિષ્ટ હોય છે. ચોખાની કણકાના લોટ માંથી પણ અનરસા બનાવી શકાય છે. અનરસા ધીરજ અને મહેનત માંગતી મીઠાઇ છે, તેને બનાવવામાં 3 દિવસ લાગે છે.
  • સૌથી પહેલા ચોખા પાણીમાં સારી રીતે ઘોઇ લો. પછી તેને પાણીમાં પલાળી દો.
  • અનરાસ મીઠાઇ બનાવવામાં 3 દિવસ લાગે છે. દરરોજ ચોખાનું પાણી બદલવું જરૂરી છે, જેથી ચોખા સડે નહીં અને તાજગી જળવાઇ રહે.
  • ત્રીજા દિવસે ચોખાને સાધારણ સુકાવી લો. એક વાત ધ્યાનમાં રાખો કે ચોખા સંપૂર્ણપણે સુકાવાના થી, તેમા ભેજ જળવાઇ રહે એટલા જ સુકાવો.

ચોખા અને ખાંડનું યોગ્ય મિશ્રણ

  • હવે આ ચોખાને મિક્સર જારમાં પીસી લો. ચોખાનો લોટ સહેજ ધાણાદાર રાખવાનો છે, જેનાથી અનરસા સ્વાદિષ્ટ બને છે.
  • ખાંડ ને મિક્સર જારીમાં પીસી બારીક પાઉડર બનાવો.
  • સામાન્ય રીતે એક વાટકી ચોખામાં 3/4 ખાંડ યોગ્ય માનવામાં આવે છે. આ માપ સ્વાદ અને દેખાવ બંને માટે યોગ્ય રહે છે.
  • હવે ચોખા અને ખાંડ મિક્સ કરી દૂધ વડે લોટ જેવું બાંધો જો ચોખામાં વધારે ભેજ હોય હોય તો ધીમે ધીમે દૂધ ઉમેરવો, દૂધ વધારે હશે તો લોટ ચકણો થઇ જશે.

ચોખા અને ખાંડનો લોટ તૈયાર કર્યા બાદ તેમાથી નાના નાના લાડુ બનાવો, પછી તેને ડબ્બામાં ભરી ઓછામાં ઓછા 2 દિવસ રાખી મૂકો. તેને ફ્રીજમાં મૂકવાના નથી. આ પ્રક્રિયા અનરસાને અસલી સ્વાદ આપશે

અનરસા વણો અને તેલમાં તળો

  • અનારસ માટેનું મિશ્રણ બે દિવસમાં બરાબર તૈયાર થઇ જાય છે. લોટના નાના લુઆ માંથી હાથ વડે ગોળ નાના વડા બનાવો. પ્લાસ્ટિક કે સિલ્વર ફોઇલ પર મૂકીને પણ વડા બનાવી શકાય છે.
  • હવે તેની ઉપર ખસખસ કે સફેદ તેલ ભભરાવો. ખસખશથી અનરસાનો અદભુત સ્વાદ આવે છે.
  • એક કઢાઇમાં ઘી કે તેલ ગરમો, પછી તેમા મધ્યમ તાપે અનરસા તળો. અનરસા એક જ બાજુથી તળવાના છે.
  • અનરસા સોનરી રંગના થાય ત્યાં સુધી તળવાના છે. આ રીતે બનાવેલા અનરસા 10 થી 15 દિવસ સુધી ફ્રેશ રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ