New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Apple-Halwa-Recipe.jpg)
હોળી સ્પેશિયલ સફરજનનો હલવો, જાણો સરળ રેસીપી
હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે, આ વર્ષે હોળી 14 માર્ચે ધામધૂમથી ઉજવામાં આવે છે. આ તહેવાર કલર સાથે રમવાનો અને અવનવી વાનગી મિત્રો અને સગા સંબંધી માણવાનો છે. આપણે બધા જાણીએ છીએ કે સફરજન (apple) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હોળી (Holi) પર તમે સફરજનનો હલવો બનાવી શકો છો, તેનો સ્વાદ બધાને પસંદ આવશે.
Advertisment
સફરજનમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે અને સફરજનનો હલવો પણ તેમાંથી એક છે. જો તમે ક્યારેય સફરજનનો હલવો નથી બનાવ્યો તો તમે હોળી પર સફરજનનો હલવો સરળતાથી તૈયાર કરી શકો છો, જાણો રેસીપી
સફરજનનો હલવો રેસીપી સામગ્રી
- 2 સફરજન
- 1/2 કપ સોજી
- 1/4 કપ ઘી
- 1/4 કપ ખાંડ
- 1/4 કપ દૂધ
- 1/2 ચમચી એલચી પાવડર
- ઘી સાથે ગ્રીસ કરવા માટે
- થોડી કિસમિસ અને બદામ (બારીક સમારેલી)
આ પણ વાંચો: હોળી પર બનાવો સ્વાદિષ્ટ કોળાની બરફી, ચાખ્યા પછી ભૂલી જશો માર્કેટની મીઠાઈ
Advertisment
સફરજનનો હલવો રેસીપી (Apple Halwa Recipe)
- સફરજનને ધોઈ, છોલી અને છીણી લો. એક નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો અને સોજીને આછા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકો. શેકેલા સોજીમાં છીણેલું સફરજન ઉમેરો, મિક્સ કરો અને ધીમા તાપે કુક કરો.
- જ્યારે સફરજન થોડું નરમ થઈ જાય, ત્યારે દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો.
- દૂધ શોષાઈ જાય પછી, ખાંડ અને એલચી પાવડર ઉમેરો અને મિક્સ કરો.
- મિશ્રણ ઘટ્ટ થાય અને સફરજન સંપૂર્ણપણે રાંધાઈ જાય ત્યાં સુધી ધીમા તાપે રાંધો.
- છેલ્લે બારીક સમારેલા કિસમિસ અને બદામ ઉમેરો અને મિક્સ કરો. હવે સફરજન હલવો ગરમા ગરમ પીરસો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us