Applying Ghee On Feet Benefits In Gujarati | આપણા જૂના આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચારોમાં ઘીને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલા પગ પર ઘી લગાવવું અને હળવું માલિશ કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે માત્ર થાક દૂર કરે છે પણ ઊંઘની ક્લોવીટીમાં પણ સુધારો કરે છે. અહીં જાણો પગ પર ઘી લગાવવાના ફાયદા
પગ પર ઘી લગાવવાના ફાયદા
- થાક અને તણાવ દૂર કરે : દિવસભરની દોડધામ અને થાકને કારણે શરીર ભારે થઈ જાય છે. આવી સ્થિતિમાં, સૂતા પહેલા પગ પર હળવું માલિશ કરીને ઘી લગાવવાથી થાક દૂર થાય છે અને મનને શાંતિ પણ મળે છે. તે તણાવ ઘટાડવામાં અને મનને આરામ આપવામાં મદદ કરે છે.
- શાંતિપૂર્ણ ઊંઘ આવે : ઘીથી માલિશ કરવાથી ચેતાઓને આરામ મળે છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે. આનાથી ઊંડી અને શાંતિપૂર્ણ ઊંઘ આવે છે. અનિદ્રાથી પીડાતા લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક ઘરેલું ઉપાય છે.
- દુખાવા અને જડતાથી રાહત : પગમાં ઘણીવાર દુખાવો અથવા જડતા રહે છે. આવી સ્થિતિમાં, ઘીથી માલિશ કરવાથી સ્નાયુઓ આરામ કરે છે અને દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગે છે.
- સવારે એનર્જીનો અનુભવો થાય : રાત્રે પગ પર ઘી લગાવ્યા પછી, જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારું શરીર હળવાશ અને તાજગી અનુભવે છે. આનાથી તમારો મૂડ સારો રહે છે અને તમારા દિવસની શરૂઆત સંપૂર્ણ ઉર્જા સાથે થાય છે.
- રક્ત પ્રવાહ સુધરે : પગની માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. આ શરીરમાં ઉર્જા જાળવી રાખે છે અને સુસ્તી ઘટાડે છે.
- ઘી એક કુદરતી મોઇશ્ચરાઇઝર : તેને નિયમિતપણે પગ પર લગાવવાથી એડી નરમ રહે છે અને ફાટવાની સમસ્યા ઓછી થાય છે. તે ખાસ કરીને શિયાળામાં પગની શુષ્કતા દૂર કરે છે.
રાત્રે પગ પર ઘી લગાવવાથી સવારે ઉઠતાની સાથે જ તમને હળવાશ અને તાજગીનો અનુભવ થાય છે. આની સીધી અસર તમારા મૂડ અને દિવસભરની ઉર્જા પર પડે છે.