Hill Stations: ઉત્તરાખંડનું આ હિલ સ્ટેશન જોઇ સ્વિત્ઝરલેન્ડ ભૂલી જશો, જોવા લાયક સ્થળો અને કેવી રીતે પહોચંવું

Famous Hill Stations Auli In Uttarakhand: ઉત્તરાખંડનું ઔલી હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. બરફથી ઢંકાયેલા પર્વત જોઇ ઉનાળામાં ઠંડો અનુભવ આપશે. અહીં કેમ્પિંગ અને સ્કીઇંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો ભરપૂર આનંદ માણવા મળે છે.

Famous Hill Stations Auli In Uttarakhand: ઉત્તરાખંડનું ઔલી હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. બરફથી ઢંકાયેલા પર્વત જોઇ ઉનાળામાં ઠંડો અનુભવ આપશે. અહીં કેમ્પિંગ અને સ્કીઇંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો ભરપૂર આનંદ માણવા મળે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Auli Hill Stations | Auli | Hill Stations | Uttarakhand

Auli Hill Stations In Uttarakhand: ઔલી ઉત્તરાખંડનું સુંદર હિલ સ્ટેશન છે. (Photo: @iroshanbisht)

Famous Hill Stations Auli In Uttarakhand: હિલ સ્ટેશન ઉનાળાની ગરમીમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ઉત્તરાખંડમાં ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જ્યાં ઉનાળાની ગરમીમાં પણ ઠંડી અનુભવાય છે. ઉત્તરાખંડનું ઔલી કુદરતી સૌંદર્યથી ભરપૂર હિલ સ્ટેશન છે. આ નાનું હિલ સ્ટેશન તેની કુદરતી સુંદરતા અને શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે. ઔલીમાં તમને બરફથી ઢંકાયેલા પહાડ, લીલાછમ ઘાસના મેદાન અને દેવદારના ઉંચા વૃક્ષોનું જંગલ જોવા મળશે. આ સ્થળ સ્કીઇંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી માટે પ્રખ્યાત છે. ચાલો જાણીયે ઉત્તરાખંડના હિલ સ્ટેશન ઔલીમાં ફરવા લાયક સ્થળો વિશે વિગતવાર

Advertisment

Auli Skiing Point : ઓલી સ્કીઇંગ સ્થળ

તે ઓલીનું સૌથી લોકપ્રિય સ્થળ છે. અહીં પ્રવાસીઓ સ્કીઇંગ અને બરફમાં ખેલાતા રોમાંચક ગેમ્સનો આનંદ માણી શકાય છે.

Auli Artificial Lake : ઔલી તળાવ

ઔલી લેક એક સુંદર તળાવ છે, જે ઔલીની મધ્યમાં આવેલું છે. અહીં પ્રવાસીઓ તળાવમાં બોટિંગની મજા માણે છે.

Chenab Lake Auli : ઔલીનું ચીનાબ તળાવ

ઔલીનું ચીનાબ તળાવ એક કુદરતી સરવોર છે, જે ઔલીથી લગભગ 4000 મીટરની ઉંચાઇ પર આવેલું છે. અહીં ટ્રેકિંગ કરીને જ પહોંચી શકાય છે.

Advertisment

Nanda Devi National Park, Auli : નંદા દેવી નેશનલ પાર્ક, ઔલી

નંદા દેવી રાષ્ટ્રીય અભ્યારણ ઔલી નજીક આવેલું છે. અહીં વિવિધ પ્રકારના જંગલી પ્રાણીઓ, પક્ષીઓ અને વન્ય વનસ્પતિ જોવા મળે છે.

Joshimath : જોશીમઠ

જોશીમઠ એક ધાર્મિક સ્થળ છે, જે ઔલીથી નજીક આવેલું છે. અહીં ઘણા પ્રાચીન મંદિર અને મઠો આવેલા છે.

ઔલી ફરવાનો શ્રેષ્ઠ સમય

ઔલી દરેક ઋતુમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ખાસ કરીને શિયાળામાં હિમ વર્ષા બફરની ભરપૂર મજા માણવા મળે છે. તો ઉનાળાની ગરમીમાં પણ ઔલીનું વાતાવરણ ઠંડુગાર હોય છે. અહીંથી હિમાલયના બરફથી ઢંકાયેલા પર્વતો જોઇ મનને આનંદ મળે છે.

ઔલી કેવી રીતે પહોંચવું?

ઔલી ઉત્તરાખંડમાં આવેલું છે. ઔલી વિમાન, રેલ અને રોડ માર્ગે પહોંચી શકાય છે.

વિમાન માર્ગ: ઔલીનું નજીકનું એપોર્ટ દહેરાદૂનનું જૌલી ગ્રાન્ટ એરપોર્ટ છે.
રેલવે ટ્રેન : ઔલીનું નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ રેલવે સ્ટેશન છે.
રોડ માર્ગ : ઔલી પહોંચવા માટે સારા અને સુવ્યવસ્થિત રોડ માર્ગ છે. દિલ્હીથી દહેરાદૂન, હરિદ્વાર અને ઋષિકેશ થી કાર કે બસ મારફતે ઔલી પહોંચી શકાય છે. ઔલી જોશીમઠ થી 14 કિમી દૂર આવેલું છે.

ઔલીમાં પ્રવાસીઓ સ્કીઇંગ, ટ્રેકિંગ, કેમ્પિંગ અને રોપવે ની મુસાફરી જેવી એડવેન્ચર એક્વિટીની મજા અને કૃદુરતી સૌંદર્યનો આનંદ માણી શકે છે.

જીવનશૈલી પ્રવાસ ઉત્તરાખંડ