Avocado VS Banana : એવોકાડો કે કેળા, સવારે નાસ્તામાં ક્યું ફળ ખાવાથી શરીરને વધુ ફાયદો થશે?

Banana vs Avocado Nutrition And Health Comparison : સવારના નાસ્તામાં ફળ ખાવાથી શરીરને ફાયદો થાય છે. કેળા અને એવોકાડોને ટોસ્ટ, સ્મૂધીઝ, ઓટમીલ અથવા અન્ય તંદુરસ્ત વાનગીઓમાં સરળતાથી શામેલ કરી શકાય છે જે સ્વાસ્થ્યને ફાયદો કરશે.

Written by Ajay Saroya
October 10, 2025 15:28 IST
Avocado VS Banana : એવોકાડો કે કેળા, સવારે નાસ્તામાં ક્યું ફળ ખાવાથી શરીરને વધુ ફાયદો થશે?
Avocado VS Banana Benefits And Nutrition : એવોકાડો અને કેળા બંને પોષક તત્વોથી ભરપૂર ફળ છે.

Which Is Better For You, Avocado Or Banana? : સવારનો નાસ્તો એ દિવસનું પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ ખોરાક છે, તેથી તેમા આપણા શરીર માટે જરૂરી તમામ પોષક તત્વો હોવા જોઈએ, કારણ કે આપણે 10 થી 12 કલાક ભૂખ્યા રહ્યા બાદ ખાઇયે છીએ. નાસ્તામાં ખોરાકનું સેવન કરવું ફાયદાકારક છે, જેમાં પ્રોટીન, તંદુરસ્ત ચરબી, વિટામિન્સ, ખનિજો અને કેલ્શિયમ હોય છે. શરીરની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ડાયેટિશિયન અને ન્યુટ્રિશન ઘણીવાર ભલામણ કરે છે કે સવારે નાસ્તો સંતુલિત અને સ્વસ્થ હોવો જોઈએ.

તંદુરસ્ત નાસ્તામાં પહેલા ફળોનો સમાવેશ કરવામાં આવે છે. કેટલાક ફળો એવા છે જે સુપરફૂડની કેટેગરીમાં મૂકવામાં આવે છે, અને તેમાં, કેળા અને એવોકાડો ટોચ પર છે. આ ફળો માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ શરીરને એનર્જા, ફાઇબર, વિટામિન્સ અને ખનિજો પણ પ્રદાન કરે છે. ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરના જણાવ્યા અનુસાર, નાસ્તામાં ફળોનો સમાવેશ કરવો એ સૌથી અસરકારક રીત છે. કેળા અને એવોકાડોને ટોસ્ટ, સ્મૂધીઝ, ઓટમીલ અથવા અન્ય પૌષ્ટિક વાનગીઓમાં સરળતાથી શામેલ કરી શકાય છે. ચાલો જાણીએ કે એવોકાડો અને કેળાના પોષક મૂલ્ય શું છે, આ બંને ફળો સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી છે.

એવોકાડોના પોષક તત્વો

યુએસડીએ અનુસાર, 100 ગ્રામ એવોકાડોમાં 160 કેલરી, 14.66 ગ્રામ કુલ ફેટ, 2.13 ગ્રામ સંતૃપ્ત ચરબી, 0 કોલેસ્ટરોલ,7 મિલિગ્રામ સોડિયમ, 8.53 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 6.7 ગ્રામ ફાઇબર, 2 ગ્રામ પ્રોટીન અને 485 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. એવોકાડોમાં લગભગ 80% પાણી અને ફાઇબર હોય છે, જેનાથી તેમા શુગર લેવલનું પ્રમાણ ઓછું હોય છે. તે તંદુરસ્ત ચરબી, વિટામિન ઇ, કે, મેગ્નેશિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે.

એવોકાડો ખાવાના ફાયદા

એવોકાડો એક એવું ફળ છે જે વજન ઘટાડવામાં સૌથી અસરકારક સાબિત થાય છે. આ ફળ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. જો સવારના નાસ્તામાં તેનું સેવન કરવામાં આવે તો તે એનર્જી વધારે છે અને શરીર આખો દિવસ એનર્જેટ રહે છે. આ ફળનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. તેમાં હાજર હેલ્ધી ફેટ હૃદયને સ્વસ્થ રાખે છે. આ ફળ પોષક તત્વોના શોષણમાં પણ વધારો કરે છે અને એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

કેળાના પોષક તત્વો

યુએસડીએ અનુસાર, 100 ગ્રામ પાકેલા કેળામાં 89 કેલરી, 0.33 ગ્રામ કુલ ફેટ, 0 કોલેસ્ટરોલ, 1 મિલિગ્રામ સોડિયમ, 22.8 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 2.6 ગ્રામ ફાઇબર, 1.09 ગ્રામ પ્રોટીન અને 358 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. કેળામાં કુદરતી ખાંડ એટલે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝનું પ્રમાણ વધારે હોય છે, જે ત્વરિત ઊર્જા આપે છે.

કેળા ખાવાના ફાયદા

કેળા એક એવું ફળ છે જે લગભગ આખું વર્ષ ઉપલબ્ધ છે. આ ફળ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન હોય છે. તે ઝડપથી પાચન થાય છે, તે પોટેશિયમ, વિટામિન બી 6 અને ફાઇબરનો ઉત્તમ સ્રોત છે. જો આ ફળનું સેવન દરરોજ સવારે ખાલી પેટ પર કરવામાં આવે તો આંતરડાની તંદુરસ્તી સુધરે છે. સવારના નાસ્તામાં કેળા ખાવાથી શરીરને ત્વરિત ઉર્જા મળે છે.

કેળા અને એવોકાડો બંને માંથી ક્યુ ફળ શરીર માટે ઉત્તમ છે?

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, જો તમે જિમ કરો છો અને શરીરમાં ઝડપથી એનર્જી ઇચ્છો છો, તો તમારે સવારે ખાલી પેટે કેળા ખાવા જોઈએ. કેળામાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવા નેચરલ સુગર હોય છે જે ત્વરિત ઊર્જા આપે છે. જો તમને વહેલી સવારે એનર્જા જોઈએ છે અથવા વર્કઆઉટ પહેલાં કંઈક હળવા અને ઝડપથી પચન કરવા માંગતા હો, તો કેળા વધુ સારી પસંદગી છે.

જો તમે આખો દિવસ એનર્જીનો વપરાશ કરવા માંગો છો, પેટને ભરેલું રાખવા માંગો છો અને હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમારે નાસ્તામાં એવોકાડોનો સમાવેશ કરવો જોઈએ. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, જો તમે બંને ફળો સાથે ખાઓ તો શ્રેષ્ઠ રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ