શું પેટ દિવસેને દિવસે વધી રહ્યું છે અને તમે ઓછું કરવા માંગો છો? શું તમે પેટની ચરબી ઘટાડવા માટે વિવિધ ડાયટ અને જીમ કસરતો અજમાવી છે? આ માટે તમારી રાત્રે જમવાની આદતો જવાબદાર હોઈ શકે છે. કેટલાક ખોરાક દિવસ દરમિયાન ખાવા જોઈએ કારણ કે તે દિવસે સરતાથી પછી જાય છે અને રાત્રે તેમને ટાળવાથી તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે. કયા ફૂડનું સેવન ટાળવું જોઈએ?
પેટની ચરબી ઘટાડવા માટે ન્યુટ્રિશનિસ્ટ લોગપ્રિતિકા શ્રીનિવાસન કેટલીક ખાવાની આદતો બદલવા કહ્યું છે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે સાંજે 6 વાગ્યા પછી કયા ખોરાક ટાળવા જોઈએ, અહીં જાણો
પેટની ચરબી ઘટાડવા આ ખોરાક ખાવાનું ટાળો
- ડેરી પ્રોડક્ટસ : શ્રીનિવાસન સાંજે 6 વાગ્યા પછી ડેરી પ્રોડક્ટસથી દૂર રહેવાનું સૂચન કરે છે. દૂધ પેટ પર ખૂબ જ ભારે હોય છે અને તે પેટનું ફૂલવું અને પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. દૂધ, ચીઝ, દહીં અને ક્રીમ ટાળો અને દિવસ દરમિયાન તેનું સેવન કરો.
- મીઠાઈ ખાવી : સાંજે ૬ વાગ્યા પછી કેક, કૂકીઝ અને ચોકલેટ જેવા મીઠા ખોરાક બિલકુલ ન ખાવા જોઈએ. ઉચ્ચ કેલરીને કારણે, તે પેટની ચરબીનો સંચય કરી શકે છે, જેનાથી વજન વધી શકે છે. શરૂઆતમાં આ ફેરફાર કરવો થોડો મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ એકવાર તમે કરી લો, પછી અઘરું લાગતું નથી.
- તળેલા ખોરાક : ફ્રેન્ચ ફ્રાઈસ, પકોડા, કચોરી અને સમોસા જેવા તળેલા ખોરાક ટાળો. શ્રીનિવાસન કહે છે કે આ ખોરાકમાં કેલરી વધુ હોય છે અને તે ચયાપચયને ધીમું કરી શકે છે, જેના કારણે વધુ પડતી ચરબીનો સંચય થાય છે.
- ભારે પ્રોટીન : પોષણશાસ્ત્રીઓ પણ રાત્રે ભારે પ્રોટીન ટાળવાની ભલામણ કરે છે. પ્રોટીન સ્વાસ્થ્યપ્રદ હોય છે, પરંતુ લાલ માંસ જેવી ભારે વસ્તુઓ પચવામાં મુશ્કેલ હોઈ શકે છે, જેના કારણે સૂતી વખતે પેટની સમસ્યાઓ થઈ શકે છે. ઈંડા જેવા હળવા પ્રોટીન ખાઓ.
- રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ: રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ પણ ટાળવા જોઈએ. તમને મેંદો, પાસ્તા કે બ્રેડ ભાવે છે, તેને તમારા આહારમાં સામેલ કરવાનું બંધ કરો. આનું સેવન કરવાથી ઇન્સ્યુલિન વધી શકે છે અને પેટની ચરબી વધી શકે છે.
સાંજે 6 વાગ્યા પછી આ ખોરાક ટાળવા જોઈએ, તો તેને તમારા આહારમાંથી બાકાત રાખશો, તો તમારું વજન કન્ટ્રોલમાં આવી શકે અને પેટની ચરબી ફટાફટ ઓછી થઇ શકે છે.





