Health Tips For Raw Vegetables: આ 2 શાકભાજી કાચા ખાવા નહી, આ 5 સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ, જાણો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી કાચા શાકભાજી ખાવાની આડઅસર

Row Vegetables Raw Kale Side Effect : લીલા પાંદડાવાળા શાકભાજી આરોગ્ય માટે સુપર ફૂડ માનવામાં આવે છે. જોકે પાલક અને કેલ શાકભાજી કાચા ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ રહે છે. હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો કાચા શાકભાજી ખાવાની આડઅસર

Row Vegetables Raw Kale Side Effect : લીલા પાંદડાવાળા શાકભાજી આરોગ્ય માટે સુપર ફૂડ માનવામાં આવે છે. જોકે પાલક અને કેલ શાકભાજી કાચા ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ રહે છે. હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો કાચા શાકભાજી ખાવાની આડઅસર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vegetables | Green Vegetables | Raw Vegetables Side Effect | Raw Vegetables Benefits | health Tips OF Vegetables

લીલા શાકભાજીને બને ત્યાં સુધી રાંધીને જ ખાવા જોઇએ. (Photo - Freepik)

Row Vegetables Raw Kale Side Effect : આપણે બધા જાણીએ છીએ કે શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શાકભાજીમાં લીલા પાંદડાવાળા શાકભાજી આરોગ્ય માટે સુપર ફૂડ માનવામાં આવે છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં, પાલક અને કેલ એવા શાકભાજી છે જે પોષક તત્વોથી ભરપૂર છે. આ ક્રુસિફેરસ શાકભાજી વિવિધ રંગો, કદ અને દેખાવમાં આવે છે. એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર આ શાકભાજી હૃદયની બીમારીઓ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી પણ રક્ષણ આપે છે.

Advertisment

ફાઈબર, વિટામિન સી અને કેલ્શિયમથી ભરપૂર આ શાકભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ ખોરાક છે. હવે સવાલ એ ઊભો થાય છે કે સ્વાસ્થ્ય માટે ઉપયોગી આ શાકભાજી જો કાચા ખાવામાં આવે તો સ્વાસ્થ્ય પર શું અસર થશે? શું આ શાકભાજી કાચા ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે?

ન્યુટ્રિશન અને વેલનેસ કન્સલ્ટન્ટ, નેહા સહાયે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સમજાવ્યું છે કે પાલક અને કેલમાં ઓક્સાલિક એસિડ નામનું સંયોજન ધરાવે છે, જે શરીરમાં કેલ્શિયમ અને અન્ય ખનિજો સાથે સંયોજિત થઈ શકે છે અને અદ્રાવ્ય સ્ફટિકો બનાવે છે. જ્યારે આ શાકભાજી કાચા ખાવામાં આવે છે, ત્યારે તેમાં ઓક્સાલિક એસિડ હોય છે જે રાંધવાથી તૂટી પડતું નથી અને શરીરને કેલ્શિયમ, આયર્ન અને અન્ય મહત્વપૂર્ણ ખનિજોને શોષવામાં મદદ કરી શકે છે.

ઓછી માત્રામાં ઓક્સાલેટ નુકસાન નથી પહોચાડતું, પરંતુ વધુ પ્રમાણમાં તેનું સેવન કરવાથી શરીરના ખનિજ શોષણમાં ઘટાડો થઈ શકે છે અને કિડનીમાં પથરી થઈ શકે છે. ચાલો નિષ્ણાંતો પાસેથી જાણીએ કે જો આ બે શાકભાજી કાચી ખાવામાં આવે તો તેની શરીર પર શું અસર થાય છે?

Advertisment

હેલ્થ એક્સપર્ટ્સના મતે જો પાલક અને કેળ શાકભાજી કાચી ખાવામાં આવે તો તે

(1) કિડનીમાં પથરી
(2) ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ
(3) સંધિવા
(4) પેટ ફૂલવાની સમસ્યા
(5) પેટનું ફૂલવું અને ગેસ થવાનું જોખમ વધી શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ંણાતોએ કહ્યું કે જે લોકો પહેલાથી જ સાંધાના દુખાવા અને સોજાથી પીડાઈ રહ્યા છે, તેમના માટે પાલકનું વધુ પડતું સેવન લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે. નિષ્ણાંતોના મતે, વિટામિન-કે ના શ્રેષ્ઠ સ્ત્રોત હોવાને કારણે, પાલક અને કેલ એન્ટિ-કોએગ્યુલન્ટ દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે, જેનો ઉપયોગ લોહીને પાતળું કરવા માટે થાય છે.

હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યું કે જો પાલક અને કેલને રાંધીને ખાવામાં આવે તો તેમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે અને તે ખાવા યોગ્ય બને છે. નિષ્ણાંતે કહ્યું કે તમે પાલક અને કેલને સાધારણ બાફીને પણ ખાઈ શકો છો.

પાલક અને કેળનું કેટલું કાચું સેવન કરી શકાય?

હેલ્થ એક્સપર્ટ્સના કાચી પાલક અને કેલ ઓછી માત્રામાં ખાવી સલામત છે, પરંતુ તેને રાંધીને ખાવી હંમેશા સલામત છે. શાકભાજીને રાંધવાથી ઓક્સાલિક એસિડને તોડવામાં પણ મદદ મળે છે, જે શરીર માટે પાલકમાં રહેલા પોષક તત્વોને શોષવામાં સરળ બનાવે છે.

આ પણ વાંચો | શિયાળામાં બાજરીની રોટલી કેમ ખાવી? જાણો અહીં

જો કે, ન્યુટ્રિશનિસ્ટ જસલીન કૌરે જણાવ્યું હતું કે જો વધારે એસિડિટી ધરાવતા લોકો કાચી પાલક અને કેલનું સેવન કરે છે, તો તેમની સમસ્યામાં વધારો થઇ શકે છે. પાલક અને કેલ ખાવાથી કબજિયાત થઈ શકે છે. નિષ્ણાંતોના મતે, કોઇ પણ કાચી શાકભાજી ખાવાની અસર જે-તે વ્યક્તિની તબીબી સ્થિતિ પર આધાર રાખે છે. જે લોકોનું સ્વાસ્થ્ય સારું છે તેઓ સલાડ અથવા સ્મૂધીના રૂપમાં કેલ અને પાલકનું સેવન કરી શકે છે.

ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી health tips