Ayurvedic Remedies : બદલાતી ઋતુમાં નાક બંધ થઈ ગયું છે? શ્વાસ લેવામાં તકલીફ હોય તો આ 5 આયુર્વેદિક ઉપચાર કરો, મળશે તાત્કાલિક રાહત

Ayurvedic Remedies of Nasal Congestion : બદલાતી ઋતુમાં મોટાભાગના લોકોને શરદી-ઉધરસ થતી હોય છે. તમે અમુક આયુર્વેદિક ઉપચારથી બંધ નાક અને કફની સમસ્યામાં રાહત મેળવી શકો છો

Written by Ajay Saroya
Updated : November 01, 2023 15:13 IST
Ayurvedic Remedies : બદલાતી ઋતુમાં નાક બંધ થઈ ગયું છે? શ્વાસ લેવામાં તકલીફ હોય તો આ 5 આયુર્વેદિક ઉપચાર કરો, મળશે તાત્કાલિક રાહત
હવામાન બદલાતા નાક બંધ થવી, શરદી - ઉધરસ જેવી વાયરસ સમસ્યા વધી જાય છે. (Photo - freepik)

Ayurvedic Treatment To Open A Blocked Nose : બદલાતા હવામાન ભેજવાળી ગરમીથી રાહત તો આપે છે, સાથે સાથે અનેક બીમારીઓ પણ લાવે છે. આ ઋતુમાં વધતું પ્રદૂષણ શરીરને ઘણી રીતે અસર કરે છે. આ ઋતુમાં ઠંડા પવનો અને વધતું પ્રદૂષણ અનેક સમસ્યાઓમાં વધારો કરે છે. આ સિઝનમાં ધૂળ, માટી અને પ્રદૂષણના કણોમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે જે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને એલર્જીનું કારણ બને છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સિઝનમાં મોટાભાગના લોકો નાક બંધ થવાથી પરેશાન રહે છે.

નાક બંધ કરવી એક સામાન્ય સ્થિતિ છે, જેમાં વાયરલ સંક્રમણના કારણે કફ જમા થાય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બંધ નાકની માટે નાકની નળીમાં સોજો પણ જવાબદાર છે. નાકના માર્ગમાં સોજો આવવાથી નાક પણ બંધ થઈ શકે છે.

પરાગ, ધૂળના જીવાત, પાલતુ પશુઓના ડેન્ડ્રફ અથવા અમુક ખોરાકની એલર્જીને કારણે નાક બંધ થઈ શકે છે. ચેપ અથવા એલર્જીને લીધે સાઇનસની બળતરાને કારણે નાક બંધ થઈ શકે છે. ધુમાડો, રસાયણો અથવા તીવ્ર ગંધ જેવા ઉત્તેજક પદાર્થોના કારણે નાકની સપાટી પર સોજો આવવાથી નાક બંધ થઇ શકે છે.

નાક બંધ થવાના લક્ષણો વિશે વાત કરીએ તો, વધારે કફ જમા થવો, નાક ભરાઈ જવું, નાક વહેવું, સાઇનસ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. જો તમે પણ બદલાતી ઋતુમાં નાક બંધ થવાથી પરેશાન છો, તો આ આયુર્વેદિક ઉપચારથી રાહત મેળવી શકો છો. તમે આયુર્વેદિક ઉપાયથી બંધ નાકની ખૂબ જ સરળતાથી સારવાર કરી શકો છો. ચાલો જાણીયે બંધ નાકના ઘરગથ્થુ ઉપાયો

નસ્ય થેરાપી

જો તમે બંધ નાકથી પીડાતા હોવ તો તમારે નસ્ય થેરાપીની મદદ લેવી જોઈએ. આ આયુર્વેદિક ઉપચારમાં હર્બલ તેલના થોડા ટીપા નાકમાં નાખવામાં આવે છે. હર્બલ તેલ નાકમાં એકઠા થયેલા કફને બહાર કાઢે છે અને નાકના માર્ગોને સાફ કરે છે. નસ્ય થેરાપીની મદદથી તમે શ્વસનતંત્રના સ્વાસ્થ્યને સુધારી શકો છો.

નાસ લેવી

નીલગિરી અથવા ફુદીના જેવા હર્બલ તેલને પાણીમાં નાંખો અને નાસ લો. આવા પાણીની નાસ લેવાથી બંધ નાક ખુલે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. આ વરાળ શ્વાસમાં લેવાથી પરસેવો થાય છે જેના દ્વારા શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

આદુવાળી ચા પીવી

આદુવાળી ચા પીવાથી નાકનો સોજો ઓછો થાય છે, નાકમાં એકઠા થયેલા કફને બહાર કાઢવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ મળે છે. આદુમાં બળતરા વિરોધી અને એન્ટિવાયરલ ગુણધર્મો છે જે નાકને સાફ કરવામાં મદદ કરે છે.

હળદરવાળું દૂધ

એક ચપટી હળદર ભેળવીને ગરમ દૂધ પીવાથી નાકમાં જમા થયેલો કફ ઓછો થાય છે અને બંધ થયેલ નાકનો પણ ઉપચાર થાય છે. હળદરમાં કપર્ક્યુમિન હોય છે, જે બળતરા વિરોધી ગુણધર્મો છે જે નાકમાં સોજાવાળા માર્ગોને શાંત કરે છે.

આ પણ વાંચો | કબજીયાત, આંખનું તેજ અને સ્ત્રી રોગમાં ફાયદાકારક છે સીતાફળ; જાણો યોગ ગુરુ બાબા રામદેવ પાસેથી આ ફળ ખાવાના ફાયદા

તુલસીવાળી ચા

તુલસીવાળી ચા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શ્વસનતંત્રને સુધારવામાં અસરકારક સાબિત થાય છે. તે બંધ નાક સાફ કરે છે, બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને સંપૂર્ણ આરોગ્ય સુધારે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ