/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/ટાલ-પડવાની-સમસ્યાનું-સમાધાન-ટૂંક-સમયમાં-થઇ-શકે-વૈજ્ઞાનિકો-Representational-Image.jpg)
ટાલ પડવાની સમસ્યાનું સમાધાન ટૂંક સમયમાં થઇ શકે વૈજ્ઞાનિકો (Representational Image)
તણાવયુક્ત અને ફાસ્ટ લાઈફમાં વાળ ખરવા અને ટાલ પડવા જેવી સમસ્યા વધુ જોવા મળે છે, પરંતુ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકોની ટીમે એક વૈજ્ઞાનિક સફળતા મેળવી છે જે ટાલ પડવાથી બચવામાં મદદ કરી શકે છે . આ સફળતાનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આ ધ્યેય અચીવ કરવાની ચાવી શરીરના વિવિધ ભાગોમાં વારંવાર થતી રુવાંટીમાં રહેલી છે.
સંશોધકોના મતે, પરમાણુ, ઓસ્ટિઓપોન્ટીન, જે આપણી સ્કિન પર જટિલ મોલ્સને વધુ પડતા વાળ પેદા કરવા માટે જવાબદાર છે, તેનો ઉપયોગ વય-સંબંધિત વાળ ખરવાની સારવાર માટે થઈ શકે છે.
પુરૂષમાં આ પેટર્ન સામાન્ય છે,હા ટાલ પડવી એ પુરુષોમાં અત્યંત સામાન્ય છે. અભ્યાસો સૂચવે છે કે લગભગ બે તૃતીયાંશ પુરૂષો 35 વર્ષની વયે પહોંચે ત્યાં સુધીમાં નોંધપાત્ર પ્રમાણમાં વાળ ખરવાનો અનુભવ કરશે. વધુમાં, એક ક્વાર્ટર પુરુષો 21 વર્ષની થાય તે પહેલાં જ વાળ ખરવા લાગે છે.
આ પણ વાંચો: Health Tips : જો 30 મિનિટથી વધુ સમય મોબાઈલ પર વાત કરો છો તો થઇ જાઓ સાવધાન!! હાયપરટેન્શનનું જોખમ વધી શકે
પુરુષોમાં વાળ ખરવાથી તેઓ ઓછા આકર્ષક, હતાશ અથવા વૃદ્ધ થવાનો ડર અનુભવે છે. સંશોધકોના મતે, જેમ જેમ લોકો વૃદ્ધ થાય છે તેમ તેમ વાળના ફોલિકલ્સ કડક થતા જાય છે.
અભ્યાસના તારણો PNAS જર્નલમાં પ્રકાશિત થયા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચોક્કસ પ્રકારના માઇક્રોઆરએનએના પ્રોડકશનમાં વધારો કરીને વાળના ફોલિકલ કોષોને નરમ બનાવવાથી હેયર ગ્રોથમાં વધારો થઇ શકે છે.
અભ્યાસ વખતે, વૈજ્ઞાનિકોએ આનુવંશિક રીતે ઉંદર વચ્ચેના સ્ટેમ કોશિકાઓને વધુ miR-205 ઉત્પન્ન કરવા માટે થોડું મિક્ષઅપ કર્યું હતું, અને ઉંદરમાં યુવાન અને વૃદ્ધ બંનેમાં વાળનો વિકાસ નોંધવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભ્યાસના વરિષ્ઠ લેખક અને ઇલિનોઇસમાં નોર્થવેસ્ટર્ન ફેઇનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિન ખાતે પેથોલોજી અને ડર્મેટોલોજિસ્ટ પ્રોફેસર, રુઇ યીએ કહ્યું કે આ ઉંદરોમાં 10 દિવસમાં હેયર ગ્રોથ થવાનું શરૂ થયું હતું.
સંશોધકોએ એ પણ ધ્યાન દોર્યું કે નવા સ્ટેમ સેલ બનાવવાને બદલે તેઓ હાલના સ્ટેમ સેલને હેયર ગ્રોથ માટે ઉત્તેજિત કરી રહ્યા છે.
આ પણ વાંચો: Mindfulness Meditation Tips : માઇન્ડફુલનેસ મેડિટેશન માટે અસરકારક ટિપ્સ,એકંદર સુખાકારીમાં કરશે વધારો
યીએ ઘણા મીડિયા આઉટલેટ્સ મુજબ, “નેનોપાર્ટિકલ્સ દ્વારા માઈક્રોઆરએનએ સીધા સ્કિનમાં પહોંચાડવાની સંભાવનાને કારણે, આગળ અમે પરીક્ષણ કરીશું કે શું ટોપિકલી વિતરિત miR-205 ઉંદરમાં વાળના વિકાસને ઉત્તેજીત કરી શકે છે. જો સફળ થાય, તો અમે આ માઇક્રોઆરએનએ માનવોમાં સંભવિતપણે વાળના વિકાસને પ્રોત્સાહિત કરી શકે છે કે કેમ તે ચકાસવા માટે પ્રયોગો કરીશું.''સંશોધકોને આશા છે કે આ અભ્યાસ મનુષ્યોમાં પણ ફળદાયી નીવડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us