/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Banana_766cbd.jpg)
સવારે ખાલી પેટે કેળા ખાવાથી શરીર પર કેવી અસર થાય? ફાયદા અને ગેરફાયદા જાણો
કેળા (Banana) એક પોષક તત્વોથી ભરપૂર ફળ છે જેને ઘણા લોકો સવારે ખાલી પેટ ખાવાનું પસંદ કરે છે. પણ શું આ આદત સ્વાસ્થ્ય માટે સારી છે? કેટલાક લોકો માને છે કે ખાલી પેટે કેળું ખાવાથી ફાયદા અને ગેરફાયદા બંને થાય છે. સવારે ખાલી પેટે કેળું ખાવાથી કેટલાક લોકો માટે ફાયદો થઈ શકે છે, પરંતુ કેટલાક લોકો માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. જો તમે તેને યોગ્ય રીતે ખાઓ છો, તો તે ઉર્જા, પાચન અને હાડકાં માટે ફાયદાકારક બની શકે છે.
સવારે ખાલી પેટ કેળા ખાવાથી તમને બ્લડ સુગર, એસિડિટી કે ગેસની સમસ્યા હોય, તો તમારે તેને ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ. સવારે ખાલી પેટે કેળું ખાવાથી શરીર પર શું અસર થાય છે? જાણો
કેળા ખાવાના ફાયદા (Benefits of Eating Bananas)
- એનર્જી બૂસ્ટર કરે : કેળામાં કાર્બોહાઇડ્રેટ્સ અને કુદરતી ખાંડ હોય છે, જે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે.
- પાચન સુધારે : તેમાં રહેલું ફાઇબર પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.
- હાડકાં મજબૂત બનાવે : કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
- બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે : પોટેશિયમની હાજરીને કારણે, કેળા બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Cholesterol Reducing Tips | કઠોળ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરશે? અભ્યાસ શું કહે છે?
ખાલી પેટે કેળા ખાવાના ગેરફાયદા
- બ્લડ સુગર વધી શકે : કેળામાં કુદરતી ખાંડ હોય છે, જે ખાલી પેટ ખાવાથી બ્લડ સુગરનું સ્તર વધી શકે છે.
- એસિડિટી અને ગેસની સમસ્યા: કેટલાક લોકો ખાલી પેટે કેળું ખાવાથી એસિડિટી અને ગેસની ફરિયાદ કરી શકે છે.
- મેગ્નેશિયમ વધારે : ખાલી પેટે કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધી શકે છે, જે હૃદયના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
શું બીપી ધરાવતા લોકોએ કેળા ખાવા જોઈએ?
કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, એક કેળામાં લગભગ 422 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. પોટેશિયમ આપણા શરીરમાં પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તેમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ જોવા મળે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. કેળામાં ફાઇબરનું પ્રમાણ વધુ અને સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે, તેથી તે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. પરંતુ બ્લડ પ્રેશરના દર્દીઓએ દરરોજ ફક્ત એક કે બે કેળા ખાવા જોઈએ, તેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધતું નથી. કેળા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
કેળાનું સેવન કેવી રીતે કરવું?
દૂધ, દહીં અથવા ડ્રાયફ્રૂટ્સ સાથે કેળા ભેળવીને ખાઓ. સવારે ખાલી પેટ તેને ખાવાનું ટાળો અને નાસ્તામાં તેનો સમાવેશ કરો. જો તમને એસિડિટી કે ડાયાબિટીસની સમસ્યા હોય, તો ડૉક્ટરની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us