/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/banana-peel-face-pack.jpg)
કેળાની છાલમાં વિવિધ પ્રકારના પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટ હોય છે (ફોટો: પિન્ટરેસ્ટ)
kele ke chilke se face pack kaise banaye : શિયાળામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાને કારણે ત્વચા ડલ અને શુષ્ક દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં ત્વચાને મુલાયમ અને સ્વસ્થ રાખવા માટે લોકો વિવિધ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, જે મોંઘા હોવાની સાથે-સાથે કેમિકલ વાળા પણ હોય છે. આ પ્રોડક્ટ કેટલીકવાર ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. આવામાં તમે કેળાની છાલમાંથી ફેસ પેક તૈયાર કરી શકો છો અને તેને ચહેરા પર લગાવી શકો છો.
કેળાની છાલમાં વિવિધ પ્રકારના પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે ત્વચા પર જામી જતી ગંદકી અને ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. આ ફેસ પેક લગાવવાથી ચહેરાની ટેનિંગ અને પિગ્મેંટેશન પણ ઘટે છે. કેળાની છાલથી બનેલા ફેસપેક લગાવવાથી ડેડ સ્ક્રીન સરળતાથી દૂર થાય છે, જેનાથી ત્વચા કુદરતી રીતે બ્રાઇટ અને સોફ્ટ બને છે.
ફેસ પેક કેવી રીતે બનાવવી
કેળાની છાલમાંથી ફેસ પેક બનાવવા માટે પહેલા બે કેળા લો અને તેની છાલને સારી રીતે ધોઈ લો. હવે આ છાલને નાના નાના ટુકડા કરી મિક્સરમાં પીસી લો. હવે તેમાં એક ચમચી મધ અને અડધી ચમચી ગુલાબજળ ઉમેરો. આ પછી એક સુંવાળી પેસ્ટ તૈયાર કરો. મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે, જ્યારે ગુલાબજળ ત્વચાને ઠંડુ કરે છે અને પોર્સને કડક બનાવે છે.
આ પણ વાંચો - જીવન બદલાઈ જશે…બસ થોડી શિસ્ત અને દિનચર્યામાં નિયમિત અપનાવો આ 5 આદતો
ફેસ પેક કેવી રીતે લગાવવી?
આ ફેસ પેક લગાવવા માટે સૌ પહેલા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને રુમાલથી લુછી લો. હવે આ પેસ્ટને હળવા હાથથી ચહેરા અને ગરદન પર લગાવો. તેને લગભગ 20 મિનિટ સુધી સૂકવવા દો. થોડા સમય પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને હળવું મોઇશ્ચરાઇઝર લગાવી લો.
કેળાની છાલમાંથી બનેલા ફેસ પેક લગાવવાના ફાયદા
કેળાની છાલથી બનેલા ફેસપેક લગાવવાથી ચહેરાની ડ્રાઇનેસ ઓછી થાય છે. તે ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે, તેમજ તે ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવે છે.
(ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us