Homemade Banana Wafers Recipe: ઘણા લોકો શ્રાવણ માસ અને નવરાત્રી 9 દિવસ ઉપવાસ વ્રત કરે છે. વ્રત ઉપવાસમાં ફરાળી વાનગી ખાવાની હોય છે. આમ તો વ્રતમાં ફળ ખાવાનો નિયમ હોય છે. જો કે અમુક લોકોને ફળ ખાવા પસંદ નથી હોતા. આવી સ્થિતિમાં તેઓ બટાકાની વેફર કે કેળાની વેફર બજારમાંથી ખરીદીને ખાય છે. જો કે બજારની વેફર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પણ સ્વાસ્થ્ય સારી નથી. આવી સ્થિતિમાં તમારે ઘરે બજાર જેવી ક્રિસ્પી અને ટેસ્ટી વેફર બનાવવી જોઇએ. અહીં કાચા કેળાની વેફર બનાવવાની રીત આપી છે.
કાચા કેળાની વેફર બનાવવા માટે સામગ્રી
- કાચા કેળા – 4 નંગ
 - કાળું મીઠું – 1/2 ચમચી
 - કાળા મરી પાઉડર – 1/2 ચમચી
 - ચાટ મસાલો – 1 ચમચી
 - વેફર તળવા માટે તેલ
 - અડધી વાટકી પાણીમાં 1 ચમચી મીઠું ઓગળેલું
 
Banana Wafers Recipe In Gujarati : કાચા કેળા માંથી વેફર બનાવવાની સરળ રીત
કાચા કેળા માંથી ચિપ્સ બનાવવા માટે સૌથી પહેલા કેળા ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ કેળાની છાલ ઉતારીને ચિપ્સ કટર દ્વારા તેની નાના પાતળી ચિપ્સ કાપી લો. પછી તેમને એક સૂકા કપડા પર મૂકીને ખૂબ જ હળવાશથી થપથપાવો. આમ કરવાથી તેનું પાણી સુકાઈ જશે.
હવે ગેસ ચાલુ કરી એક કઢાઈમાં તેલ ગરમ કરો. કટ કરેલી કેળાની કાચી વેફર પર મીઠું વાળી પાણી છાંટો. હવે મધ્યમ તાપ પર કાચા કેળાની વેફર તળો. તેલમાં તળતી વખતે વેફરને હલાવતા રહો. વેફર સોનેરી થઈ જાય પછી તેને તેલમાં કાઢી લો. બાકીની વેફર પર આ રીતે તળો.
આ પણ વાંચો | ફરાળી આલુ પરાઠા રેસીપી, જાણો પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત
હવે કાચા કેળાની વેફર તળ્યા બાદ ટિશ્યુ પેપર પર મૂકો, જેનાથી વધારાનું તેલ શોષાઇ જશે. હવે તમારા સ્વાદ પ્રમાણે તેમાં કાળું મીઠું, કાળા મરીનો પાવડર ઉમેરો. કેળાની વેફર ઠંડી થઈ જાય, ત્યારે તેને એરટાઇટ ડબ્બામાં ભરી લો.
એક વાતનું ધ્યાન રાખો વેફર બનાવવા માટે બધા કેળા એક સાથે ન કાપવા, નહીંત્તર કેળા કાળા પડી જશે.





